બલદેવપરી બ્લોગ: Answer keys/Paper solution of Gujarat TAT May 2012 along with question paper

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Saturday 2 June 2012

Answer keys/Paper solution of Gujarat TAT May 2012 along with question paper





(૧) ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામની આત્મકથાનું નામ શું છે?
જ. અગનપંખ

(૨) કઈ ભારતીય બેડમિન્ટન ખેલાડી વિશ્વના ટોચના ૫ ખેલાડીઓ માં સ્થાન પામેલ છે?
જ. સાઈના નેહવાલ

(૩) રીક્ટર સ્કેલ __________ ની તીવ્રતા માપવાનો એકમ છે.
જ. ધરતીકંપ

(૪) નર્મદા નદી કઈ દિશામાં વહે છે?
જ. પૂર્વ થી પશ્ચિમ

(૫) બંગાળનો અખાત વિશ્વનો સૌથી મોટો અખાત છે. 'અખાત' નો અર્થ શું છે?

(૬) ૨૦૧૨ની ઉનાળાની ઓલિમ્પિક રમતો ક્યાં શહેરમાં યોજાશે?
જ. લંડન

(૭) ક્યાં વધાપ્રધાને જુલાઈ ૧૯૬૯ માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું?
જ. ઇન્દિરા ગાંધી

(૮) માનવશરીરના કોષોમાં કયો આનુવંશિક પદાર્થ જોવા મળે છે?
જ. ડીઓકસી રીબોન્યુલીક એસીડ

(૯) જમીનના ક્ષેત્રફળ પ્રમાણે કયો દેશ સૌથી મોટો છે?
જ. રશિયા

(૧૦) આમાંની કઈ પર્વતમાળા સૌથી લાંબી છે?
જ. એન્ડીઝ

(૧૧) હોમીઓપેથીનું મૂળ કયા દેશમાં મળે છે?
જ. જર્મની

(૧૨) અનુચ્છેદ ૫૧A પ્રમાણે આપની મૂળભૂત ફરજ શું છે?
જ. જાહેર સંપત્તિનું રક્ષણ કરવું

(૧૩) 'સૌરાષ્ટ્રની રસધાર' ના લેખક કોણ છે?
જ. ઝવેરચંદ મેઘાણી

(૧૪) 'ધ લાસ્ટ જજમેન્ટ' ના ચિત્રકાર ___________ છે?
જ. માઈકલ એન્જેલો

(૧૫) વિશ્વનો સૌથી મોટો જહાજ તોડવાનો વાડો ભાવનગર પાસે __________ છે.
જ. અલંગ

(૧૬) ગુજરાત પ્રવાસનના પ્રતિભા રાજદૂત તરીકે કોને નીમવામાં આવ્યા છે?
જ. અમિતાભ બચ્ચન
(૧૭) ભારતમાં સર્વોચ્ચ દરજ્જાની રાષ્ટ્રીય સેવા માટે આપવામાં આવતું સર્વોચ્ચ મુલ્કી સન્માન કયું છે?
જ. ભારતરત્ન પુરસ્કાર

(૧૮) ૨૦૧૨/૧૩ ના કેન્દ્રિય અંદાજપત્ર મુજબ સામાન્ય વર્ગના વૈયક્તિક કરદાતા માટે કરમુક્તિની સીમા __________ સુધી વધારવામાં આવી છે.
જ. રૂ. 2,00,000

(૧૯) નીચેનું ચિત્ર એક __________ દર્શાવે છે.
જ. કૃત્રિમ ઉપગ્રહ

(૨૦) કેન્સર શું છે?
જ. શરીરના એક ભાગમાં અસાધારણ કોષોના અનિયંત્રિત વિભાજનથી થતો એક રોગ.

(૨૧) આમાંનું શું ગુજરાતની એક લોકપ્રિય લોક નાટ્યકલાનો પ્રકાર છે?
જ. ભવાઈ

(૨૨) __________ ભારત માટે પ્રથમ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીત્યા હતા.
જ. અભિનવ બિન્દ્રા

(૨૩) આત્મકથાત્મક રચના 'હુંડી'માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ __________ ના છંદ્મવેશમાં મદદ કરી હતી.
જ. શામળશા શેઠ

(૨૪) સાગર વડોદરામાં રહે છે. નીચેનામાં કયા હક માટે તેને ગુજરાત સરકાર તરફથી વિધિવત મંજુરીની જરૂર છે?
જ. (વાહન) હંકારવાનો હક

(૨૫) ચાણક્ય __________ ના નામે પણ ઓળખાય છે.
જ. કૌટિલ્ય

(26) નીચેના માંથી કયું પ્રગતિશીલ કેળવણી નું એક લક્ષણ છે?
જ. અભિવ્યક્તિ ના સ્વાતંત્ર્યને પ્રાધાન્ય આપવું.

(27) વિદ્યાર્થીઓ શીખવાની ક્ષમતા માં વૈયક્તિક ભિન્નતા પ્રદર્શિત કરે છે. તેથી, એક શિક્ષકે __________ જોઈએ .
જ. ભણતરના અનુભવોમાં વિવિધતા પૂરી પાડવી.

(28) એક શિક્ષિકા તેણીના દરેક વિદ્યાર્થીને છોડના 10 પાનનો સમૂહ તેમના આકાર પ્રમાણે વર્ગીકરણ કરવા માટે આપે છે. વિદ્યાર્થીઓએ પાન નો દરેક વર્ગ તેઓએ જોયેલા ક્યાં છોડવાઓ સાથી સંબંધિત છે તે જોવાનું હતું અને એ પણ જોવાનું હતું કે આ છોડવાઓના કોઈ સમાન લક્ષણો છે કે કેમ. ભણતરનો આ અભિગમ __________ તરીકે ઓળખાય છે.
જ. સંરચાનાવાદનો સિદ્ધાંત

(29) નીચેના માંથી કયો સિદ્ધાંત હાવર્ડ ગાર્ડનરે પ્રસ્થાપિત કર્યો હતો?
જ. બહુ બુદ્ધિમત્તાનો સિદ્ધાંત 

(30) એન.સી.એફ. (N.C..F ) 2005 જણાવે છે, 'માહિતી અલગ કરીને જ્ઞાન ને જરૂર છે અને શિક્ષણ કાર્ય ને એક વ્યવસાયિક ગતિવિધિના રૂપમાં ગ્રહણ કરવાની જરૂર છે, નહિ કે માહિતી તથા તથ્યો ને ગોખાવવાની રીત'
જ. શિક્ષણનો હેતુ વિદ્યાર્થીઓ ને વિભાવનાઓ ગોખાવવા માટે નથી, પણ તેમને સારી રીતે સમજાય અને તેઓ આ જ્ઞાન નો ઉપયોગ કરી શકે તે છે.

(31) વાક્યને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે ખરો વિકલ્પ પસંદ કરો.
બાળકના વિકાસના સિદ્ધાંતો સમજવા તે એક શિક્ષક માટે અતિ આવશ્યક છે કારણકે તે શિક્ષકને __________ મદદ કરે છે.
જ. ભણનારાઓની જુદી જુદી શીખવાની રીતો સાથે કઈ રીતે કામ પાડવું તે સમજવામાં

(32) જો એક વિદ્યાર્થી સમૂહ માં રહેવું નાપસંદ કરતો જણાય અથવા તે અન્ય વિદ્યાર્થીઓ સાથે ન ભળતો હોય, તો તે વિદ્યાર્થી ને ...............જોઈએ.
જ. જૂથ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા ફરજ પાડવી.

(33) નીચેનામાંથી શું એનસીએફ(NCF) 2005 માં જણાવ્યા મુજબનો શિક્ષણ નો એક હેતુ નથી?
જ. ભાઈચારો કેળવવા માટે જુદી જુદી ધાર્મિક રૂઢિઓ વિષે જ્ઞાન આપવું.

(34) તમે તમારા વિદ્યાર્થીઓના અધ્યયનના સ્તરોને સુધારવા સંશોધન કરવા ઈચ્છોછો, તો તમારું પ્રથમ પગલું __________ રહેશે.
જ. સમસ્યા શું છે તે જાણવું.

(35) રાધાને તેણીની શાળામાં દરરોજ બપોર પછી 1:30 વાગે ભોજન વિરામ હોય છે અને વિરામ દરમ્યાન તેણી તેનું ભોજન લે છે। રાધાને રાજાને દિવસે પણ તે જ સમયે ભૂખ લાગે છે. આ __________ નું ઉદાહરણ છે.
જ. શાસ્ત્રીય અભિસંધાન

(36) નીચેના માંથી કયું વાક્ય ખરું છે?
જ. ફક્ત 1

(37) વિદ્યાર્થીઓ વચ્ચેના અધ્યયનના તફાવતો.__________ નિદાન પછી જોઈએ.
જ. વિષયને ફરી શીખવવા માટે શૈક્ષણિક સાધનો નો થવો.

(38) નબળી દ્રષ્ટિ થી પીડાતા બાળક સાથે કામ કરતી વખતે શીક્ષકે __________ જોઈએ।
જ. ફક્ત 3 અને 4

(39) નીચેના માંથી શું ગાંધીજીના શિક્ષણ વિષે ના વિચારો રજુ કરે છે?
જ. શિક્ષણ એ બાળક અને વ્યક્તિના શરીર , મન અને આત્માના શ્રેષ્ઠ ને બહાર લાવવું તે છે.

(40) એક શીક્ષકને જણાય છે કે વર્ગમાં સૌથી વધુ અને સૌથી ઓછા ગુણમાં ઘણો તફાવત છે. નીચેનામાંનું શું શિક્ષકને ભણતરના સ્તરમાં ભીન્નાતાનો ખ્યાલ આપવામાં મદદ કરશે ?
જ. પ્રમાણિત વિચલન

(41) એક શિક્ષિકા તેણીના વિદ્યાર્થીઓમાં વાંચવાની ટેવ વીકસાવવા માંગે છે. તેણીના વિદ્યાર્થીઓમાં આ ટેવ દ્રઢીભૂત કરવા માટે તેની માનું કયું પગલું લેશે?
જ. ફક્ત 1 અને 3

(42) જેઓની વાતચીત કરવાની અને પોતાની લાગણીઓને શબ્દોમાં અભિવ્યક્ત કરવાની ક્ષમતા ઓછી હોય તેવા નાના બાળકો સાથે નીચેના માંથી કઈ રીત સૌથી વધુ ઉપયોગી થાય છે?
જ. રમત થેરાપી

(43) જયારે એક પ્રયોગાત્મક જૂથને એવી ગોળી આપવામાં આવે છે કે ખરે ખરેખર દવા નથી, પણ તે જૂથ સારું થાય છે કારણ કે તેઓ માને છે તેઓને સાચી દવા આપવામાં આવી છે ,તેને __________ કહેવાય.
જ. પ્લસીબો ઈફેક્ટ (placebo effect)

(44) એક વૈયક્તિક વિષયના તલસ્પર્શી નિરીક્ષણ ને __________ કહેવાય છે.
જ. વિશ્વેષણાત્મક અભ્યાસ (અમારા મતે આ જવાબ સાચો છે)

(45) પાયાજેટ ના મતે બાળક પોતાના વિકાસના પ્રથમ તબક્કા દરમ્યાન, એટલે કે જન્મથી આશરે 2 વર્ષ સુધી __________ સૌથી વધુ સારું શીખે છે.
જ. ઇન્દ્રીઓનો ઉપયોગ કરીને.

(46) તમારા ધ્યાનમાં આવે છે કે તમારા વિદ્યાર્થીઓ માનો એક વિરામના સમય દરમ્યાન અન્ય બાળકો પર દાદાગીરી કરે છે. આ બાળકના આ વર્તન ને તમે કેવી રીતે સુધારશો?
જ. તમે તેને સલાહ સૂચનો આપશો અને તેના માતા-પિતાને તેનો સ્વભાવ બદલવામાં મદદ કરવા માટે પણ કહેશો.

(47) વર્ગમાં વિદ્યાર્થીઓ ધ્યાન આપે તે માટે શિક્ષકે __________ જોઈએ.
જ. વિષયવસ્તુ પર સંપૂર્ણ પ્રભુત્વ રાખવું.

(48) એક શીક્ષક તેણીના વિદ્યાર્થીઓની ત્રણ સત્રાંત પરીક્ષાઓના પરિણામોની તુલના કરવા ઈચ્છે છે. પરિણામોની તુલના દર્શાવવાની નીચેના માંથી કઈ રીત સૌથી વધુ અસરકારક રહેશે?
જ. સ્તંભ આલેખ દ્વારા રજૂઆત.

(49) વાક્યને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે વિકલ્પ પસંદ કરો.
12-18 ની વયજૂથના વિદ્યાર્થીઓ તેમના વિકાસના બધા પાસાઓમાં ફેરફારો દર્શાવે છે, આ ફેરફારો મુખ્યત્વે __________ ને કારણે આવે છે.
જ. તેમના શરીરમાં આવતા અંત:સ્ત્રાવોના ફેરફારો

(50) શિક્ષકની આ ટેવો માની કઈ ટેવ વિદ્યાર્થીઓના ગોખણીયા જ્ઞાનમાં પરિણમશે?
જ. વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક માંથી અક્ષરસઃ લખે તેવો આગ્રહ રાખવો.

(51) શિક્ષિકા મીરાએ તેણીના વિદ્યાર્થીઓને એક નાની વાર્તા વાંચવા આપી. થોડા સમય પછી તેણીએ તેણીના વર્ગમાંના એક વિદ્યાર્થી અહેમદને આ વાર્તા પોતાના શબ્દોમાં સમજાવવાનું કહ્યું. શિક્ષિકાએ આપેલી આ શૈક્ષણિક પ્રવૃત્તિ બ્લૂમ વર્ગીકરણની કઈ કુશળતા અંતર્ગત વર્ગીકૃત થઇ શકે?
જ.

(52) બેન્જામીન બ્લૂમ ના મતે, નીચેના માંથી કઈ ક્રિયા અધ્યનના મનોશારીરિક ક્ષેત્ર અંતર્ગત આવશે?
જ. વિજ્ઞાનની આકૃતિ સચોટપણે દોરવી.

(53) કેતન એક ઈતિહાસ શિક્ષક છે જે પોતાના બધા પાઠ માટે વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ કરે છે. તેની જાણ માં આવે છે કે તેના વિદ્યાર્થીઓ ઘણી વાર કંટાળી જાય છે અને ભણવાને બદલે બહાર જઈને રમવા ઈચ્છે છે. પોતાના આ વિદ્યાર્થીઓ ને તેના વર્ગ માં રસ પડે તે માટે શું કરવું જોઈએ ?
જ. પોતાના વિદ્યાર્થીઓને પાઠ વિષે નાટિકા તૈયાર ભજવવા કહેવું.

(54) એક વિદ્યાર્થી તમને 'અડધાથી ભાગવું' નું વ્યવહારુ ઉદાહરણ આપવા કહે છે. આમાંનો કયો પ્રતિભાવ શ્રેષ્ટ છે?
જ. જો દરેક વ્યકતિ અડ્ધો પિઝ્ઝા ખાઇ શકે તો કેટલી વ્યકતિ 4 પિઝ્ઝા ખાઇ શકશે ?

(55) નીચેનામના કોણ 'આદર્શવાદના પિતા' ગણાય છે?
જ. પ્લેટો

(56) શાળા સમય દરમ્યાન રમતગમત અને ઈતર પ્રવૃતિઓ સામેલ કરવા માટે નીચેના માનું કયું કારણ છે?
જ. તે વિદ્યાર્થીના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી છે.

(57) નીચેનામાંથી કઈ વર્તણુક બાળકની ભાવનાત્મક વ્યગ્રતાવાળી સ્થિતિ ને કરને છે તેમ ન કહી શકાય?
જ. મંદ વર્તણુક

(58) વાક્યને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે ખરો વિકલ્પ પસંદ કરો.
'નબળા વર્ગનું ' બાળક એટલે __________
જ. એવું બાળક જેના માતા-પિતાની વાર્ષિક આવક સરકાર દ્વારા નિશ્ચિત કરાયેલી લઘુત્તમ સીમાંથી ઓછી હોય.

(59) વાક્યને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે ખરો વિકલ્પ પસંદ કરો.
મૂલ્યાંકન નો સૌથી અગત્યનો હેતુ __________
જ. શીખવામાં પડતી તકલીફોનું અને મુશ્કેલ બાબતોનું નિદાન કરવાનો છે.

(60) વાક્યને યોગ્ય રીતે પૂર્ણ કરવા માટે ખરો વિકલ્પ પસંદ કરો.
ગૃહકાર્ય એ શિક્ષણ નું એક આવશ્યક અંગ છે કારણ કે __________
જ. સ્વ-અભ્યાસની ટેવ વિકસાવવામાં મદદ કરે છે

(61) શિક્ષણ ની પ્રક્રિયા માં નીચેના માંથી શું સિદ્ધ થતું નથી?
જ. આનુવન્શીકતા

(62) નીચેના માનું ક્યુ દુરના વિસ્તારોમાં શિક્ષકોની તંગીની સમસ્યાને ઉકેલવામાં મદદ કરીશકે?
જ. ફક્ત 2 અને 3

(63) મુખ્યત્વે 'સ્તરીય વિકાસ નો સિદ્ધાંત' તરીકે ઓળખાતો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત .............એ આપ્યો હતો.
જ. પાયજેટ

(64) નીચેના ચક્રમાંના ચાર તબક્કા ઓ ....................ની પદ્ધતિ દર્શાવે છે.
જ.

(65) બ્લૂમ વર્ગીકરણ કેળવણીના હેતુઓ નું ...............ક્ષેત્રોમાં વિભાજન કરે છે.
જ. 3 (જ્ઞાનાત્મક, ભાવનાત્મક અને મનોશારીરિક) (સૌજન્ય: Jagatprasad Vyasji)


તાર્કિક અભીયોગ્યતા


આ કોઠામાં દરેક આડી, ઊભી અને ત્રાસી રેખા ના સરવાળાની સંખ્યા સરખી થવી જોઈએ. કોઠામાં 1 થી 17 સુધીની બધી જ એકી સંખ્યા સમાયેલ છે.

પશ્ન 66 અને 67 આના પર આધારિત છે.

(66) દરેક આડી રેખાનો સરવાળો શું છે?
જ. 27 (તર્ક નંબર 1: 1 થી 17 સુધીની બધી જ એકી સંખ્યાની સરેરાશ (average) 9 થાય. દરેક આડી રેખામાં આવી 3 સંખ્યાઓ છે. એટલે કુલ 27 થાય. બીજી રીતે જોઈએ તો - તર્ક નંબર 2 - 1 થી 17 સુધીની બધી જ એકી સંખ્યા નો સરવાળો 81 થાય. કુલ 3 રેખાઓ છે. એટલે 81/3 = 27)

(67) જ્યાં (*) ની નિશાની કરી છે ત્યાં કઈ સંખ્યા આવશે?
જ. 17 (તર્ક:
07 17 03
05 09 13
15 01 11)

(68) આ શ્રેણી જુઓ:
C13, E16, ___, I22, K25
ખૂટતી સંખ્યા ઓળખો.
જ. G19

(69) શબ્દોની એ જોડી પસંદ કરો કે જેના શબ્દો, જે રીતે રેખાંકિત શબ્દો પરસ્પર સંબંધિત છે, તે જ રીતે સંબંધિત હોય.
પાંખડી:ફૂલ :: _________ : __________
જ. ટાયર : બાઈસીકલ (તર્ક: પાંખડી એ ફૂલ નો એક ભાગ છે. ટાયર એ બાઈસીકલ નો એક ભાગ છે)

(70) નીચે આપેલા શબ્દોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો.
(1) ગરીબી (2) વસ્તી (3) મૃત્યુ (4) બેકારી (5) રોગ
જ. 2, 4, 1, 5, 3 (તર્ક: વસ્તી વધે એટલે બેકારી વધે એટલે ગરીબી વધે એટલે રોગ વધે એટલે મૃત્યુ થઇ શકે)

(71) ડુંગળીની કિંમત ટામેટા કરતા વધુ છે. ટામેટા ની કિંમત મરચા કરતા ઓછી છે. મરચાની કિંમત ટામેટા અને ડુંગળી કરતા વધુ છે. આમાંથી શું સૌથી મોંઘુ છે?
જ. મરચા

(72) આ શ્રેણીમાં હવે પછીની સંખ્યા કઈ આવશે?
3, 5, 7, 11, 13, 17
જ. 19 (તર્ક: અવિભાજ્ય સંખ્યાની શ્રેણી છે)

(73) પરિવારની તસ્વીરમાં એક છોકરા તરફ ચીંધીને X એ કહ્યું, 'તે મારી માતાના એક ના એક પુત્ર નો પુત્ર છે.' X નો તે છોકરા સાથે શું સંબંધ છે?
જ. ફોઈ

(74) એક કાગળની નીચે બતાવ્યા પ્રમાણે 3 વાર ગડી કરવામાં આવી છે, અને આ ગડી કરેલા કાગળના કેન્દ્ર માંથી એક વર્તુળ કાપી લેવામાં આવ્યું છે. હવે જો આ કાગળને વચ્ચે થી ખોલવામાં આવે, તો તેમાં કેટલા વર્તુળ જોવા મળશે?
જ. 8 (તર્ક: 2 ગુણ્યા 2 ગુણ્યા 2. જેટલી વાર ગડી થાય એટલી વાર 2 ગુણવાના)

(75) ત્રણ ઘન પદાર્થોને એક બીજાની ઉપર ગોઠવવામાં આવ્યા છે. આ ગોઠવણ ને સીધા ઉપરથી જોવામાં આવે તો તે આવી દેખાય છે:
જ. (B) ની આકૃતિ

(76) કઈ આકૃતિ હવે પછીના ક્રમમાં આવશે?
જ. (A) ની આકૃતિ (તીર ક્લોક્વાઈઝ 45 અંશ ફરે છે. અને બે નાની નિશાનીઓ ઉપર નીચે થયા કરે છે)

(77) પ્રવાહ જે રીતે નદી સાથે સંબંધિત છે, બંધિયાર તે જ રીતે _________ સાથે સંબંધિત છે.
જ. ખાબોચિયા

(78) શહેરની એક જગ્યાનું ચિત્ર અહી દર્શાવવામાં આવ્યુ છે, તેનો ધ્યાનથી અભ્યાસ કરો.
આમાંનો કયો નકશો ઉપરની જગ્યા સાચી રીતે દર્શાવે છે?
જ. (C) ની આકૃતિ

(79) સરિતા સૌરાષ્ટ્રના 1000 થી ઓછી વસતીવાળા એક નાના ગામમાં રહે છે. તેણીની નાની પિતરાઈ બહેન મીના છત્તીસગઢમાં એક મોટા નગરમાં રહે છે. પાછલા પાંચ વર્ષોમાં સરિતાએ મીનાની મુલાકાત ઘણી વાર લીધી છે, જ્યારે મીના એ સરિતાની મુલાકાત એક જ વાર લીધી છે.

આપેલ માહિતી પર આધાર રાખતા આમાનું કયું વિધાન ખરું છે?
જ. સરિતા મીના કરતા મોટી છે.

(80) અહી એક પીરામીડ દર્શાવવામાં આવ્યો છે. નીચેનામાંથી કયા આકારને આછા રાખોડી રંગની રેખાઓ પરથી વાળીને ઉપર દર્શાવેલ પીરામીડ નું રૂપ આપી શકાશે?
જ. (C) ની આકૃતિ

પ્રશ્નો 81 અને 82 માટેની સૂચનાઓ:દરેક બાબતને કાળજીપૂર્વક વાંચો, અને પછી તમારા જવાબને ખરો, ખોટો અથવા અચોક્કસ તરીકે નોંધો.

(81) વર્ગ X માં વર્ગ Y કરતા વધુ વિદ્યાર્થીઓ છે.
વર્ગ Z માં વર્ગ Y કરતા ઓછા વિદ્યાર્થીઓ છે.
વર્ગ X માં વર્ગ Z કરતા ઓછા વિદ્યાર્થીઓ છે.
જો પહેલા બે વિધાન ખરા હોય, તો ત્રીજું વિધાન __________ છે.
જ. ખોટું (તર્ક: X > Y, Z < Y. એટલે, X > Y > Z)

(82) મારા બાગના બધા વૃક્ષોને ફૂલ આવે છે.
આમાંના ઘણા વૃક્ષો ગુલમહોરના વૃક્ષો છે.
બધા ગુલમહોરના વૃક્ષોને ફૂલ આવે છે.
જો પહેલા બે વિધાન ખરા હોય, તો ત્રીજું વિધાન __________ છે.
જ. ખરું

(83) નીચે આપેલી આકૃતિની ખરી ઊલટાવેલી પ્રતિમા (મીરર ઈમેજ) પસંદ કરો.
જ. (B) ની આકૃતિ (A તમને લાગતું હોય તો એ ખોટો જવાબ છે)

(84) આપેલી શ્રેણીમાં હવે પછી નીચેનામાંથી શું આવશે?
જ. (C) ની આકૃતિ

પ્રશ્ન 85 માં બે વિધાનો આપેલા છે. બંને વિધાન વાંચો અને બંને વિધાનો ને શ્રેષ્ઠ રીતે અનુરૂપ હોય તેવો વિકલ્પ પસંદ કરો.

(85) વિધાન I: દેશના ઘણા ભાગોમાં ભીષણ દુકાળ પડ્યો હોવાના અહેવાલ છે.
વિધાન II: લોકોને અને ઢોરને બચાવવા માટે સરકારોએ ગામડાઓમાં ખોરાક, પાણી અને ચારો મોકલવાની વ્યવસ્થા કરી છે.
જ. વિધાન I કારણ છે અને વિધાન II તેની અસર છે.

(86) ફોજદારી કાયદા વ્યવસ્થાને બદલવાની જરુર છે. જો ભોગ બનેલ વ્યક્તિને એવી તક આપવામાં આવે કે નુકસાન કરનાર વ્યક્તિને તેની સામે લાવવામાં આવે, તો આ વ્યવસ્થા વધુ ન્યાયપૂર્ણ બનાવી શકાય. ભોગ બનનારની અને ગુનેગારની આવી અરસપરસની વાતચીત નુકસાન પહોચાડવા માટે ગુનેગારને માફી માગવાની તક આપે છે.

આ ફકરો એ વિધાનને સૌથી સારી રીતે ટેકો આપે છે કે ગુનાનો ભોગ બનનાર વ્યક્તિઓએ/ને __________ .
જ. તેમના ગુનેગારો પર સજા લાદવાનો હક હોવો જોઈએ.

(87) નીચેનામાંથી કાચા માલ અને વ્યવસાયની કઈ જોડી બંધબેસતી નથી?
જ. કાપડ, મોચી

(88) રીના વિદ્યાથી ઉચી છે પણ સાગરથી નીચી છે. જો રીતેશ રીનાથી ઉચો હોય પણ સાગરથી નીચો હોય, તો સૌથી નીચું કોણ છે?
જ. વિદ્યા (તર્ક: સાગર > રીતેશ > રીના > વિદ્યા)

(89) સોનમ પોતાના થીસીસ (મહાનિબંધ) પર સળંગ 8 દિવસ કામ કરે છે અને દર નવમાં દિવસે વિરામ લે છે. જો તેણીએ સોમવારે કામ શરુ કર્યું હોય તો તેણી છઠ્ઠી વારનો વિરામ અઠવાડિયાના કયા વારે લેશે?
જ. શુક્રવાર
(90) સુધા પાસે 7 રંગીન ચાક છે, જે લાલ, ભૂરા અથવા પીળા છે. આમાંથી 2 ચાક લાલ છે, જયારે 3 ચાક ભૂરા નથી. કેટલા ચાક પીળા છે?
જ. 1 (તર્ક: 7 માંથી 3 ચાક ભૂરા નથી એટલે કે 4 ચાક ભૂરા છે. અને 2 લાલ છે. એટલે બાકીનો 1 પીળો છે)



ગુજરાતી ભાષાકીય પ્રાવિણ્ય
આ પ્રશ્નો માં ચોકસાઈ રાખવામાં થોડી વાર લાગી શકે તેમ હોઈ અમે આ વિભાગ ને બાકીના અધૂરા જવાબ સાથે 1-2 દિવસ માં મુકીશું.

(91) રેખાંકિત શબ્દસમૂહ માટે કયો એક શબ્દ વિકલ્પોમાંથી પસંદ કરશો?

ઘણે દિવસે બધું મોંઘી વસ્તુઓથી શણગારેલું જોઈ તેમના હૃદય પણ પ્રફુલ્લ થઇ રહ્યા હતા.
જ. ઠાઠમાઠ (ભભકો અને ઠઠારો એ થોડા નકારાત્મક શબ્દો છે)

(92) કૌસમાં આપેલા આગળના વાક્યના અનુસંધાન માં પછી આવતા વાક્યમાં વચ્ચે એક જ વાર અટકવાનું હોય તો મોટેથી વાંચતી વખતે ક્યાં શબ્દે અટકશો?
(મારો એક આઈડિયા છે ફોટો પાડવાનો, કહું?) એક ફોટોગ્રાફ આ રીતે હું પાણી રેડતી હોઉં એવો.
જ. ફોટોગ્રાફ

(93) નીચેના વાક્યમાં વચ્ચે એક જ વાર અટકવાનું હોય તો મોટેથી વાંચતી વખતે ક્યાં વિકલ્પ પછી અટકશો?
એવું છે ને કે આજ સુધીમાં જે કોઈ પેપરવાળા આવ્યા છે ને એમણે પૈસા આપ્યા છે.
જ. આવ્યા છે

(94) નીચે આપવામાં આવેલી ખાલી જગ્યામાં કયો શબ્દ મુકશો?
એક બિલાડીએ __________ મારીને ચકલીને પકડી લીધી.
જ. તરાપ

(95) નીચે આપવામાં આવેલ રેખંકિત શબ્દને સ્થાને વિરોધી અર્થ સૂચવવા, આપવામાં આવેલો કયો વિકલ્પ પસંદ કરશો?.
મેં રાજી થઇ કહ્યું
જ. નારાજ

(96) નીચેના વાક્યમાં આપેલા રેખાંકિત શબ્દને સ્થાને કયો પર્યાય વિકલ્પ તરીકે પસંદ કરશો?
સોમનાથ ભટ્ટ ની વહુના સીમંત ઉપર અમને કંકોતરી જ મોકલી નહિ તે કઈ ઠીક કર્યું નહિ. એ બાબત અમારા મનમાં ધોખો તો લાગે જ ને!
જ. માઠું

(97) નીચેના વાક્યમાં એક જ વાર અટકવાનું હોય તો મોટેથી વાંચતી વખતે ક્યાં શબ્દ પછી અટકશો?

એટલામાં બારણું ખોલીને એક ફાંકડા જેવો જુવાન દાખલ થયો.
જ. ખોલીને

(98) નીચેના વાક્યમાં એક જ વાર અટકવાનું હોય તો મોટેથી વાંચતી વખતે ક્યાં શબ્દ પછી અટકશો?

કસ્તુરની દીકરી માથે દુખ આવતું હોય તોયે મારે હાથે તો હું ન જ આવા દઉં.
જ. તોયે

(99) નીચેના વાક્યમાં આપેલા રેખાંકિત શબ્દોને સ્થાને નીચેના શબ્દો માંથી કયો વિરોધી અર્થ રજુ કરતો શબ્દ પસંદ કરશો?
કુસંપ કરતા સંપ કરવો વધારે અઘરો છે.
જ. સહેલો

(100) નીચેના વાક્યમાં ખાલી જગ્યામાં કયો યોગ્ય શબ્દ મુકશો?
અજબ જેવા તેના ભાવના અને કર્તવ્યો સંભાળીને તેને __________ લાગી હતી.
જ. નવાઈ

(101) નીચેના વાક્યમાં ખાલી જગ્યા માં કયો યોગ્ય શબ્દ મુકશો?
મંત્રીવર્ય! હું બે કામે આવ્યો છું. એક આપના દર્શન કરી કૃતાર્થ થવા, બીજું એક __________ કરી ભિક્ષા મેળવવા.
જ. યાચના

(102) નીચેના વાક્યમાં ખાલી જગ્યામાં નીચેના માંથી કયો શબ્દસમૂહ પસંદ કરશો?
જયારે __________ ગુલામ બનશે ત્યારે તમારા કર્તવ્યનું પરિણામ શું છે તે સમજશો.
જ. તમારાં દીકરાં-દીકરીઓ (સૌજન્ય: હસનભાઈ)

(103) નીચેના વાક્યમાં અનુક્રમે બે ખાલી જગ્યાઓમાં નીચે અનુક્રમે આપેલા બે ક્યાં શબ્દો પસંદ કરશો?
કીર્તીદેવ! તમે જેમ __________ પાટણ છોડો તેમ __________ .
જ. વહેલાં, સારું (સારુ એટલે 'માટે', 'હેતુથી') (સૌજન્ય: હસનભાઈ)


(104) નીચે આપેલા વાક્યમાં ખાલી જગ્યામાં કયો યોગ્ય શબ્દ મુકશો?
કીર્તીદેવના ગયા પછી તેની __________ મુંજાલ ગૌરવથી જોઈ રહ્યો.
જ. પાછળ

(105) આગળના બે વાક્યોના અનુસંધાનમાં ત્રીજા વાક્યમાં આપેલી ખાલી જગ્યા માં કયો યોગ્ય શબ્દ મુકશો?

બધું ફના થઇ ગયું, કુટુંબકબીલો તીત્તર બીત્તર થઇ ગયો. __________ પત્નીને પણ પ્યારી કરી લીધી.
જ. ખુદાએ

(106) જે સ્વર્ગના લોકોને દિવસરાત તે પોતાના અદભુત સંગીતથી ગંદા કરતો હતો તેમને જયારે તે સ્વર્ગ માંથી પડ્યો ત્યારે એક આંસુ પણ ___________ વહાવ્યું હતું ખરૂ?
જ. સહાનુભૂતિનું (સૌજન્ય: હસન)

(107) નીચેના વાક્યમાં ખાલીજગ્યામાં નીચે આપેલામાંથી કયો એક શબ્દ મુકશો?
આખું સરઘસ અત્યારે જાજ્વલ્યમાન __________ શોભતું હતું.
જ. રંગોથી

(108) નીચેના વાક્યમાં આપેલી ખાલી જગ્યા માટે કયો માન્ય ( સાચો) જોડણી વાળો શબ્દ પસંદ કરશો?
તમારી __________ સુરજ તાપી રહ્યો હોય ત્યારે કોઈ ખોટા કામ કરવા નહિ.
જ. કારકિર્દીનો

(109) નીચેના વાક્યમાં આપેલી ખાલી જગ્યા માટે કયો માન્ય ( સાચો) જોડણી વાળો શબ્દ પસંદ કરશો?
__________ પરમ શિવભક્ત હતો.
જ. બાણાસુર

(110) નીચેના વાક્યમાં નકાર દર્શાવવા કયો શબ્દ વાપરશો?
આવી તકરારમાં તમે __________ પડશો.
જ. ન

(111) નીચેના વાક્યમાં ક્યાં વાક્યનો અર્થ અન્ય ત્રણ વાક્ય કરતા જુદો થાય છે?
જ. તાજું પાણી તું સૌથી પહેલા બાથરૂમમાં ભર

(112) થોડી રાડારાડી એક બે તમાચા રડું રડું થઇ જતો પેલા નોકરનો અવાજ વધુ રાડારાડી એ બધું નીચે બેઠેલાને સંભળાયું.
ઉપરના વાક્યમાં કેટલા વિરામચિહ્નો (અલ્પવિરામ ) મુકવા પડે ?
જ. ત્રણ (લગભગ)

(113) 'છોકરો રસ્તા ઉપર છાલને કારણે લપસી પડ્યો . વાક્યમાં ...
જ. છોકરો કર્તા છે.

(114) તેમના અંગત સચિવે પોતાની સુચના લખવામાં બેદરકારી રાખી હોવાનો મુખ્ય પ્રધાન નો આક્ષેપ છે.
ઉપરના વાક્યમાં 'પોતાની સુચના' એટલે શું?
જ. અંગત સચિવની સુચના એમ સ્પષ્ટ થાય છે (કારણ કે 'પોતાની સુચના' ના ઉલ્લેખ પહેલા સચિવ નો ઉલ્લેખ છે)

(115) સરકાર દ્વારા રસ્તા ઉપર પતંગ ચગાવનાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહી થશે.
ઉપરના વાક્યમાં અર્થ બરાબર સમજાય તે માટે નીચેનામાંથી કયો ફેરફાર જરૂરી છે?
જ. 'રસ્તા ઉપર પતંગ ચગાવનાર વિરુદ્ધ' એ પદ ને વાક્યના આરંભમાં મુકો.

(116) નીચેના વાક્યમાં આપેલી ખાલી જગ્યામાં કયો વિકલ્પ પસંદ કરશો?
આક્કા .............. ચોપડી પકડે ત્યારે અમને નિશાળમાં બતાવેલું તે રીતે પકડે નહિ.
જ. હાથમાં (અમારા અંદાજ પ્રમાણે)

(117) આગળ કૌસમાં આપેલા વાક્યના અનુસંધાનમાં પછીના વાક્યની ખાલી જગ્યામાં, આપેલા વિકલ્પ માંથી કયો શબ્દ પસંદ કરશો ?
( ભગ્ન હૃદયમાંથી જાણે એમનું જીવન વેગથી સરવા માંડ્યું. ) માત્ર પુત્રને ........................ જોવાની એમની જૂની ઈચ્છા માં નિષ્ક્રિય તીવ્રતા આવી.
જ. પ્રતિષ્ઠિત (કદાચ)

(118)નીચેના વાક્યમાં આપેલા રેખાંકિત શબ્દોને સ્થાને નીચેના વિકલ્પો માંથી કયો વિરુદ્ધાર્થી શબ્દ પસંદ કરશો?
કેસુડો બોલે તે જુદું, મહુડો બોલે તે જુદું, ને શીમળાના લાલચટ્ટક ફૂલની નમ્રતા વળી જુદી જ તરેહની.
જ. બડાશ

(119) નીચેના વાક્યમાં આપેલી ખાલી જગ્યામાં આપેલા વિકલ્પો માંથી કયો માન્ય જોડણી વાળો શબ્દ પસંદ કરશો?
એક ..................પર શાખીયા તૈયાર થયા છે. એ સમાચાર વીજળીવેગે પ્રસરી ગયા.
જ. આંબાવાડિયા

(120) નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દ પછી કયું વિરામચિહ્ન મુકશો ?
ઇટ્સ એ વન્ડરફૂલ આઈડિયા ચાલો, આવો આવો
જ. ઉદગારચીહ્ન
Knowledge of English Language


(121) Every person in the society needs to develop a virtue of ............... .
Ans. Tolerance

(122) After a decade, Ahmedabad will be one of the most developed.............. cities in India.
Ans. Industrial

(123) Rajlakshmi did not get the first prize.....................her extra fine performance in the competition.
Ans. In spite of

(124) That good boy always speaks................. .
Ans. Politely

(125) A lazy person can never ................ in life.
Ans. Succeed

1 comment:

Haresh Patel said...

Dear Balvant!

Please remove this post and other posts that you've copied/plagiarized from our blog.

Thanks.

Regards,
Haresh
Administrator of Gujarat TAT blog

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE