ધ્યાનસ્ખલન એ જ માત્ર ગમને ભૂલવામાટેનો એક્માત્ર દિલાસો છે, અને તેમ છતાં ધ્યાનસ્ખલન એ આપણી સહુથી વધારે કષ્ટદાયક લાચારી પણ છે. - બ્લૅઝ પાસ્કલ
હું સહુથી પહેલું તો એ સ્વિકારી લઇશ કે ઇન્ટરનૅટ - એક એવું સામર્થ્ય બક્ષનારૂં સાધન જે તમારા દિવસને ખલેલથી ભરી દઇ શકે;એવાં લાખો 'ઉત્પાદકતા'ના ખાસ કામ આપે, જેનો કોઇ જ અર્થ નથી કે સંદેશાઓ અને પરિસ્થિતિના છેલ્લા સમાચારના સતત વિક્ષેપો આપે રાખે - ના છટકાંનો હું શિકાર થઇ ચૂક્યો હતો.
જો કે આમાંથી કોણ બચી પણ શક્યું છે?
આપણે આપણું જીવન આમ જ વેડફી નાખતાં હોઇએ છીએ.
આ સ્થિતિને મ્હાત કઇ રીતે આપવી? ઇન્ટરનૅટની જબરદસ્ત તાકાત(જેને કારણે મને જે કંઇ ગમે છે તે હું કરી શકું છું)નો, તેની ધ્યાનસ્ખલનની શક્તિને વશ થયા વગર, સદુપયોગ કઇ રીતે કરી શકીએ? આ સવાલે ઍરિસ્ટૉટલથી લાઓ ત્સુ [જેઓ આ બાબતે વધારે ચિંતિત રહેતા]સુધીના આદિ વિચારકોને વ્યસ્ત જરૂર રાખ્યા છે, પણ તેનો સંતોષકારક જવાબ હજૂ સુધી મળ્યો નથી.
મારે તમને એક સારા ખબર આપવાના છે.મારી પાસે તેનો ઉપાય છે ખરો.જો કે તે દર વખતે સરળ જ હોય તેવું નથી, પરંતુ હું તેનો અમલ કરી શક્યો છું.અને જો હું કરી શકું, તો બીજું કોઇ પણ અમલ કરી તો શકે જ!
આ માટે ત્રણ નાની ટેવો પાડવાની જરૂર છેઃ
૧. સમય મર્યાદા નક્કી કરો. જે કંઇ મહત્વનું કરવાનું નક્કી કરો, તેની સાથે તે પૂરૂં કરવાની સમય મર્યાદા પણ નક્કી કરો.શરૂમાં થોડું મુશ્કેલ પડે એટલે પછી ભલે તે એક કલાક કે ૨૦ મિનિટ કે માત્ર ૧૦ મિનિટ જ કેમ ન હોય. સમય મર્યાદા તમારાં ધ્યાનને વધારે સારી રીતે કેન્દ્રીત કરવામાં મદદરૂપ થાય છે.જો તમારી પાસે કંઇ પણ કરવા માટે મર્યાદીત સમય હશે તો તમને શું મહત્વનું છે તે નક્કી કરવાની ફરજ પડશે.એનો અર્થ એ પણ થાય કે તમે કોઇ અમર્યાદીત સમયમાં કરવાનાં અમર્યાદીત કામો લઇને નથી બેઠા, પણ ચોક્કસ સમયમાં ચોક્કસ કામો કરવાનું નક્કી કર્યું છે.તમે જ્યારે ઇ-મૅલ પર કામ કરવાનું નક્કી કરો ત્યારે સમય મર્યાદા બાંધવી ઘણી સારી, જેમ કે ૨૦ મિનિટમાં થઇ શકે તેટલા ઇ-મૅલ જ કરવા.
૨. બીજું બધું બંધ કરી દો.તમે જેના પર કામ કરી રહ્યા હો તે સિવાયનું તમારાં કમ્પ્યુટર પરનું બીજું બધું જ બંધ કરી દો. જો તમે ઇન્ટરનૅટનૉ ઉપયોગ કંઇ લખવામાટે ન કરવાના હો તો તે પણ બંધ કરી દો. બધા જ ઇ-મૅલ, બધી જ તાકીદ યાદનોંધો કે સ્મૃતિનોંધો કે તમે જેના પર કામ કરતા હો તે સિવાયના બધા જ પ્રૉગ્રામ પણ બંધ કરી દો. તમારાં બ્રાઉઝરને ખુલ્લું રાખવું જરૂરી હોય તો બધા જ બિનજરૂરી ટૅબ્સ બંધ કરી દો - પછીથી ખોલવામાં સરળતા બનાવ્યે રાખવા માટે તેવા ટૅબ્સને સાચવી લો કે બુકમાર્ક કરી દો કે પછીથી વાંચવામાટે મદદરૂપ ઇન્સ્ટાપૅપર જેવી સેવાની મદદથી સાચવી લો. જ્યારે તમારૂં નિશ્ચિત કામ પતી જાય ત્યારે તે પછીની અગ્રતા મુજબ તમે ક્રમશઃ તે સાઇટ ખોલી તો શકો જ છો.
૩. બીજાં કામ પર ફેરબદલ કરતી વખતે થોડી વાર રોકાઇ જાઓ. તમે બીજું બધું જ બંધ કરી તો દીધું છે, હાથ પરનાં કામ માટે સમય મર્યાદા પણ નક્કી કરી જ છે અને હવે કામ શરૂ કરવામાં જ છો.. તે જ સમયે તમને ઇ-મૅલ જોવાની કે ફૅસબુક કે ટ્વીટર જોવાની તલપ થઇ આવે છે. તમને થાય છે કે લાવને ઇન્સ્ટાગ્રામ કે પીન્ટરેસ્ટ કે યુ ટ્યુબપર એક સરસરી નજર નાંખી જ લઇએ. થોભો.તમારી જાતને ૫ થી ૧૦ સેકંડનો પોરો ખાવા દ્યો.આ એવી મહત્વની ટેવ છે જે બીજી બે ટેવોને પણ મદદરૂપ થાય છે.ઉંડો શ્વાસ લો.વિચારો કે શું તમે દરરોજ બધો જ સમય આ રીતે વેડફી નાખવા માંગો છો કે કંઇ મહત્વનું કામ કરવા ધારો છો.મોટા ભાગના કિસ્સાઓમાં તમે મહત્વને જ મહત્વ આપશો.
આ છે તો સાવ નાની ટેવો અને તેને કેળવી પણ શકાય તેમ છે. જ્યારે તમારૂં નિશ્ચિત કામ પૂરૂં થઇ જાય ત્યારે તમારી પસંદા સાઇટ્સ પર થોડો સમય જરૂર વીતાવી લો અને પછીથી તેને બંધ કરી દો. પરંતુ જ્યારે તમે ધ્યાન કેન્દ્રીત કરીને કામ કરતા હો ત્યારે આ ટેવો પ્રમાણે જ કામ કરવાની ટેવ પાડો.જીંદગીને વિક્ષેપોથી વેડફાઇ જતી બચાવવા માટે આ એક નાની કિંમત ચુકવવી રહી.
- લીઑ બબુટાના Zenhabits પર પ્રસિધ્ધ થયેલ મૂળ લેખ Three Little Habits to Find Focusનો અશોક વૈષ્ણવ દ્વારા અનુવાદ
{{સૅન ફ્રાંસીસ્કૉમાં રહેતા લીઑ બબુટા તેમની ઓળખ એક 'સર્જક'તરીકે આપે છે.તેઓ સ્વિકારે જ છે કે તેઓ કોઇ નિષ્ણાત કે ડૉક્ટર કે કૉચ નથી, નથી તેમની પાસે લાખો ડૉલર કે નથી તેઓ દુનિયાના સહુથી મોટા કસરતવીર.પરંતુ એક સામાન્ય માનવી હોવા છતાં તેમણે છેલ્લાં બે વર્ષમાં ઘણું મેળવ્યું છે [અને ઘણી નિષ્ફળતાઓને પણ વર્યા છે]
૨૦૦૫ પછીથી તેમણે આટલું કર્યું છેઃ
ધુમ્રપાન છોડી દીધું | દોડવાનું શરૂ કર્યું | ઘણી મૅરૅથૉન દોડ્યા | વહેલા ચાલવાનું શરૂ કર્યું | વ્યવસ્થિત થયા | તંદુરસ્ત ખોરાક ખાવાનુ શરૂ કર્યું | શાકાહારી બન્યા |આવક ત્રણ ગણી થઇ | નવલકથા લખી | પોતાનાં નાણાંતંત્રને સુગઠીત કર્યું | સંપૂર્ણપણે દેવાંઓમાંથી મુક્તિ મેળવી| તાત્કાલીક જરૂરીયાતમાટેનું ખાસ્સું ભંડોળ ઉભું કર્યું |જીવનને સરળ બનાવ્યું | ઇનબૉક્ષ અને ટેબલને સાફ કર્યાં અને હવે તેવાં જ રાખે છે | વજન ઉતાર્યું | બેએક ટુંકી ટ્રાઇઍથ્લૉનમાં ભાગ લીધો | કામ પર સાયકલથી જવાનું શરૂ કર્યું | 'ઝેન હૅબીટ્સ' બ્લૉગ શરૂ કર્યો અને એક વર્ષમાં તેને ટોચ પર લઇ ગયા | લેખકો અને બ્લૉગર્સમાટે "રાઇટ ટુ ડન" એ નામક બીજો બ્લૉગ શરૂ કર્યો | સહુથી વધારે વેંચાતું ઇ-પુસ્તક "ઝૅન ટુ ડન" લખ્યું | સહુથી વધારે વેંચાતું મુદ્રિત પુસ્તક "ઓછાંની શક્તિ"/The Power of Less લખ્યું | mnmlist નામક ત્રીજો બ્લૉગ શરૂ કર્યો | બીજીવારNaNoWriMo પૂરૂ કર્યું | ૨૦૧૦ના ઉનાળાથી કારનો ઉપયોગ બંધ કર્યો
તેમનું કહેવું છે કે આમ જૂઓ તો આ કંઈ જ નથી અને આમ જૂઓ તો બહુ બધું છે.
આ બધું તેમણે જે રીતે સિધ્ધ કર્યું અને કરી રહ્યા છે તે તેમના બ્લૉગમાં વાંચવા મળે છે. }}
No comments:
Post a Comment