બલદેવપરી બ્લોગ: આપણે જ આપણા ડૉક્ટર

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Tuesday, 26 June 2012

આપણે જ આપણા ડૉક્ટર                    upchaar1
[1] કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય અને લોહી નીકળે તો તે જગ્યા સાફ કરી તરત હળદર દબાવી દેવાથી રાહત થાય છે અને લોહી નીકળતું બંધ થાય છે.
[2] ડાયાબિટિસના ઉપચાર માટે 50 ગ્રામ હળદર અને 50 ગ્રામ આમળા પાવડર મિક્સરમાં મિક્ષ કરીને એક બોટલમાં ભરી લેવો. નિયમિતરૂપે તેને લેવા માટે એક ગ્લાસ પાણીમાં જો વધુ જરૂરિયાત હોય તો બે ચમચી અને ઓછી જરૂરિયાત હોય તો એક ચમચી નાંખીને તેને પલાળી રાખવો. જો સવારે પલાળ્યો હોય તો રાત્રે હલાવીને પી લેવો અને જો રાત્રે પલાળ્યો હોય તો તેને વહેલી સવારે ઉપયોગમાં લેવો. આમ કર્યા બાદ, અડધાથી પોણા કલાક સુધી બીજો કોઈ પણ આહાર ન લેવો.
[3] લોહીની અશુદ્ધિ તેમજ શરદી-ઉધરસ નિવારવા માટે લોખંડના તવા પર બે ચમચી ઘી મૂકી તેમાં 50 ગ્રામ જેટલી હળદર શેકી લેવી. ઠંડી પડ્યા બાદ કાચની બોટલમાં ભરી લેવી. રોજ સવારના એક થી બે ચમચી ગરમ પાણી સાથે તેને ફાકી શકાય.
[4] કાકડા મટાડવા માટે હળદર અને ખાંડ એક એક ચમચી લઈ પાણી સાથે ફાકી જવી અને પછી તરત ગરમ દૂધ ધીરે ધીરે પી લેવું. આ પ્રયોગ 21 દિવસ સુધી કરવો. ત્રણ મહિના કરવાથી કાકડા મટી જાય છે.
[5] સાકર અને એનાથી અર્ધા ભાગનું ચૂર્ણ બંને મેળવીને તેમાંથી એક-એક ચમચી ચૂર્ણ બનાવી મધ સાથે દિવસમાં ત્રણ વખત લેવાથી ક્ષયથી થતો તાવ કે ઉધરસ અને ક્ષયની શરદી મટે છે.

[6] ચોખ્ખી હળદરનું ચૂર્ણ વસ્ત્રગાળ કરી પાણી સાથે રાત્રે લેવાથી મસામાં ફેર પડે છે અને મટે છે.
[7] હળદર નાંખી ગરમ કરેલાં દૂધમાં સહેજ મીઠું અને ગોળ નાંખી બાળકોને પાવાથી શરદી, કફ અને સસણી મટે છે.
[8] થોડી હળદર પાણી સાથે ફાકવાથી હેડકી તુરંત બંધ થાય છે.
[9] કોઈ જગ્યાએ મૂઢમાર કે મચક આવી હોય તો 3 ચમચી હળદર પાવડર, એક ચમચી મીઠું અને પાણી – લેપ થાય એટલા પ્રમાણમાં બનાવીને સહેજ ગરમ કરવું. ત્યારબાદ તે ભાગ પર આ ગરમ ગરમ લેપ લગાડવો. ઉપર રૂ મૂકીને પાટો બાંધવો. આમ દિવસમાં બે વાર કરવાથી જલ્દી રાહત થઈને સોજો ઉતરી જાય છે.
[10] આદુનો રસ 1 ચમચી અને લીંબુનો રસ બે ચમચી. આ મિશ્રણમાં થોડી સાકરનો ભુકો મેળવીને પીવાથી કોઈ પણ જાતના પેટના દુ:ખાવામાં રાહત થાય છે. આ ઉપરાંત, લીંબુના રસમાં થોડો પાપડખાર મેળવી પીવાથી પેટનો દુ:ખાવો અને આફરો મટે છે.
[11] તુલસીનો રસ અને આદુનો રસ સરખે ભાગે સહેજ ગરમ કરી પીવાથી પેટનો દુ:ખાવો મટે છે.
upchaar2[12] મરડાના ઉપચાર માટે 10 ગ્રામ ખસખસ, 1 નંગ જાયફળનો ભૂકો, 5 થી 6 દાણા એલચી પાવડર, 10 ગ્રામ સાકરનો ભૂકો – આ બધાને મિક્સરમાં મિક્ષ કરીને એક બોટલ ભરી લેવી. જ્યારે જરૂરત પડે ત્યારે ત્રણ વાર એક મોટો ચમચો ઘીમાં મેળવી તેની લાડુડી બનાવી ખાઈ શકાય. ઘી સાથે ન ફાવે તો આ મિશ્રણને પાણી સાથે પણ લઈ શકાય.
[13] તુલસીનાં પાંચ પાન અને સંચળ બે ગ્રામ – આ બંનેને 50 ગ્રામ દહીંમાં મેળવીને લેવાથી મરડો મટે છે. આ ઉપરાંત મેથીનો લોટ દહીંમાં સાથે લેવાથી પણ મરડામાં રાહત થાય છે. અન્ય ઉપચાર તરીકે લીંબુના રસને ગરમ કરી તેમાં સિંધવ અને ખડી સાકર મેળવીને પણ લઈ શકાય.
[14] ફુદીનાનાં રસમાં મધ મેળવીને લેવાથી પેટનાં દર્દો મટે છે. લાંબા સમયની આંતરડાની ફરિયાદ માટે આ એક ઉત્તમ ઈલાજ છે.
[15] કોકમનો ઉકાળો કરી થોડું મીઠું કે સંચળ નાંખી પીવાથી પેટનો વાયુ કે ગોળો મટે છે. અજમો, સિંધવ અને હીંગ લેવાથી પણ પેટનો આફરો મટે છે.
[16] ઘરગથ્થુ ઉપચારોમાં મેથીનું કાર્ય અદ્દભુત છે. મેથી દેહશુદ્ધિ કરવાનું તથા અવયવોની ઉપર લેપની જેમ પથરાઈ તેમને સુંવાળા કરી, તેની બળતરા દૂર કરી શાંત કરવાનું અને જે ભાગ સૂજેલો હોય તેનો સોજો ઉતારવાનું કાર્ય કરે છે. મોઢામાં ખાટો સ્વાદ આવવો, જઠરમાં લાંબા સમય સુધી બળતરા થવી, એપેન્ડિક્સનો દુ:ખાવો, બ્લડપ્રેશર વધી જવું, ગંધ મારતો ઉચ્છવાસ કે શરીરમાંથી પરસેવા સાથે આવતી દુર્ગંધ, ગંભીર પ્રકારનું અલ્સર, ચાંદુ પડવું, વારંવાર તાવ આવવો, સાયનસની શરદી તેમજ પગનો દુ:ખાવો – આ તમામ માટે મેથી અકસીર દવા છે.
એક કપ પાણીમાં એક ચમચી મેથી નાંખીને તેને ઉકાળવી. પોણા ભાગનું પાણી બાકી રહે એટલે તેને ઉતારી લેવી. મેથી ખાંડીને પણ નાંખી શકાય. આ રીતે તૈયાર કરેલું હુંફાળું પાણી પી જવું. જેમણે આ પ્રયોગ કરવો હોય અને દિવસમાં ત્રણ વાર ચા પીતા હોય તો આ ઉકાળાનો એક પ્યાલો નાસ્તાના અડધો કલાક પહેલા, બીજો જમવાના અડધા કલાક પહેલાં અને ત્રીજો પ્યાલો સુતા પહેલાં લેવો. જેઓ બે વાર ચા લેતાં હોય તેમણે સવારના નાસ્તાના અડધા કલાક પહેલા અને રાત્રે સુતા પહેલાં અને જેઓ એક ટાઈમ ચા લેતા હોય તેમણે રાત્રે સુતા પહેલાં આ ગરમપાણી પી લેવું.
[17] લસણના ઉપચારો : લસણ હૃદયરોગ માટે ખૂબ જ ઉપયોગી છે. લસણ પીસીને દૂધમાં નાંખીને પીવાથી લોહીનાં દબાણ અને બ્લડ પ્રેશરમાં ખૂબ ફાયદો થાય છે. લસણની કળી તલના તેલમાં તળીને ખાવાથી અથવા તેની ચટણી બનાવીને લેવાથી અરૂચિ અને મંદાગ્નિ મટે છે. લસણને વાટીને તેને ગાયના દૂધ અને ઘી સાથે મેળવીને નિયમિત લેવાથી ક્ષયરોગ મટે છે. કાચા લસણને આખું શેકીને, ફોલીને ખાવાથી ગમે તેવો કફ છૂટો પડે છે. લસણ, હળદર અને ગોળનો લેપ મૂઢમાર પર લગાવવાથી આરામ મળે છે.
[18] અનાનાસના ટુકડા પર સાકર ભભરાવીને ખાવાથી એસિડિટી મટે છે. આ સિવાય, એલચી પાવડર, કોકમની ચટણી અને સાકર મિક્સ કરીને લેવાથી પણ એસિડિટી મટે છે.
[19] એક થી બે ગ્રામ જેટલો ખાવાનો સોડા, ધાણાજીરુંના ચૂર્ણમાં મેળવીને લેવાથી એસિડિટી મટે છે. આ ઉપરાંત, આમળા ચૂર્ણ અને સાકર – બન્ને સરખે ભાગે લઈ સવારે અને રાત્રે પાણી સાથે પીવાથી એસિડિટી મટે છે.
[20] આમળાનો મુરબ્બો અથવા ગુલકન્દને પાણી કે દૂધ સાથે લેવાથી પણ એસિડીટીમાં રાહત થાય છે. તદુપરાંત, શતાવરીનું એક ચમચી ચૂર્ણ મધ સાથે ચાટી જવાથી એસિડિટી મટે છે

     ===================================================
     
           ઇસબગૂલ-ઓથમીજીરું (આરોગ્ય અને ઔષધ) …

     =======================================================================

આપણા ભારતીય જીવનમાં કેટલાંક આયુર્વેદીય ઔષધોએ ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. આવાં ઔષધમાં હરડે, આમળાં, સૂંઠ, મરી, પીપર, ગળો વગેરે અનેક વનસ્પતિઓનો સમાવેશ થાય છે. આ ઔષધોનો ઉપયોગ ઘણા પ્રાચીનકાળથી થતો હોવાથી તેના પરિણામ વિશે શંકાને કોઈ સ્થાન જ નથી. આવાં હજારો વર્ષોથી પ્રયોજાતાં ઔષધોમાં છેલ્લાં ત્રણસો-ચારસો વર્ષથી એક ઉત્તમ ઔષધ ‘ઇસબગૂલ’નો આપણા વૈદ્યકમાં ઉમેરો થયો છે. આ ઇસબગૂલ વિશે એક લઘુગ્રંથ લખી શકાય, પરંતુ અહીં તો માત્ર તેનો સંક્ષિપ્ત પરિચય જ આપું છું.
ગુણધર્મો …
ઇસબગૂલનું વાવેતર સિંધ, પંજાબ અને આપણે ત્યાં ઉત્તર ગુજરાતમાં ઊંઝાની આસપાસ ખૂબ થાય છે. આપણે ત્યાં તેને ‘ઓથમીજીરું’ પણ કહેવામાં આવે છે. આમ તો ઇસબગૂલ એ ભારતીય ચિકિત્સા પદ્ધતિને યુનાની ચિકિત્સા પદ્ધતિની ભેટ છે. યુનાની ચિકિત્સા પદ્ધતિમાં તેની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી છે.
આયુર્વેદનાં પ્રાચીનતમ ગ્રંથોમાં તેનો ઉલ્લેખ મળતો નથી, પરંતુ પાછળના લઘુગ્રંથો તેમજ સંસ્કૃત ગ્રંથોમાં તેનો ‘સ્નિગ્ધ જીરકના’ નામે ઉલ્લેખ થયો છે. આ ગ્રંથો પ્રમાણે તે મૃદુ, પૌષ્ટિક, સ્નિગ્ધ, આંતરડાંને સંકોચાવનાર, કફ તથા પિત્તનાશક અને અતિસારપ્રધાન રોગોમાં ખૂબ જ ઉત્તમ પરિણામ આપે છે. આ ઔષધનો સૌથી મોટો ગુણ એ છે કે તે આંતરડાંને સ્નિગ્ધ અને રસાળ બનાવીને અટકી ગયેલા મળને બાંધીને બહાર કાઢે છે.
રાસાયણિક દૃષ્ટિએ ઇસબગૂલની ભૂસી અને બીજમાં આશરે ૩૦ પ્રતિશત જેટલું મ્યુસિલેઝ નામનું પિચ્છિલ દ્રવ્ય હોય છે, જે તેને ઉપર્યુક્ત ગુણો પ્રદાન કરે છે.
ઉપયોગ …
બજારમાં ઇસબગૂલની ભૂસીને નામે મળતું આ ઔષધ કબજિયાતને દૂર કરવા માટે અત્યંત ઉપયોગી છે. રાત્રે સૂતી વખતે ગરમ દૂધ સાથે એકથી દોઢ ચમચીની માત્રામાં તેનું સેવન ખૂબ જ લાભકારી છે. જેમ એ કબજિયાતને દૂર કરે છે તેમ સાથે પાતળા ઝાડા, જૂનો મરડો, સંગ્રહણી વગેરે મટાડે છે. ઉગ્ર મસા અને રક્તાતિસારમાં પણ તે સારું કામ આપે છે.
આ ઇસબગૂલ ઉપલેપી હોવાથી સંગ્રહણી (ગ્રહણી કે સ્પ્રુ) રોગમાં અત્યંત ઉપયોગી છે. તે આંતરડાંની અંદરની દીવાલની શ્લેષ્મ ત્વચાને સ્નિગ્ધ કરે છે. આંતરડાંની રુક્ષતા, દાહ, અંદરના વ્રણોમાં અધિક લાભદાયી છે. પ્રાયઃ સર્વ પ્રકારના જૂના કે નવા મરડામાં અને સંગ્રહણીમાં બીજાં ઔષધોની સાથે તે ઉત્તમ પરિણામ આપે છે. હા, દીર્ઘકાલીન એટલે કે લાંબા સમય સુધી ઉપયોગ કરવો હિતાવહ નથી, કારણ કે તેના સતત સેવનથી વાયુના સંધિવાત, એકાંગવાત, ત્વચાની રુક્ષતા, મસ્તિષ્ક દૌર્બલ્ય વગેરે રોગો થવાની શક્યતા રહે છે. પ્રસૂતાને માટે પણ તે હાનિપ્રદ ગણાય છે.
ધાતુપુષ્ટિ માટે ઇસબગૂલની ભૂસી ખૂબ જ ઉપયોગી છે. આશરે એક ચમચી જેટલું ઇસબગૂલ રોજ રાત્રે સાકર સાથે મિશ્ર કરીને દૂધ સાથે લેવાથી થોડા દિવસોમાં સ્વપ્નદોષ, શુક્રકોષની અલ્પ સંખ્યા, બહુમૂત્રતા વગેરે દોષો દૂર થાય છે. ધાતુપુષ્ટિ માટે બે ભાગ ઇસબગૂલ, એક ભાગ એલચીદાણા અને ત્રણ ભાગ ખડીસાકર રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળીને પી જવું.
યુનાની ચિકિત્સાના ગ્રંથોમાં ઇસબગૂલ વિષે એવો ઉલ્લેખ છે કે જૂના દમના રોગમાં વિધિવત્ તેનો ઉપયોગ કરવામાં આવે તો દમના રોગને શાંત રાખી શકાય, પરંતુ આ ઉપચાર ચિકિત્સકની દેખરેખ નીચે જ હિતાવહ છે. આજના યુગમાં કબજિયાત અને તેના ઉપચાર માટે સેંકડો બીજાં ઔષધો પણ મળી રહે છે. છતાં પણ ઇસબગૂલનું મહત્ત્વ આજે પણ એવું જ છે, જે તેની ઉપયોગિતા સાબિત કરે છે.

આરોગ્ય અને ઔષધ – વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો

ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE