આમતો બ્લોગ પર હું ક્યારેય અન્ય કોઈના આર્ટીકલ મુકાતો નથી પરંતુ આજના દિવ્યભાસ્કર સમાચાર પત્રની કળશપૂર્તિમાં દૂધ વિષે મજાની જાણકારી ભર્યો લેખ વાંચ્યો. વર્ષો પહેલાં કોઈ તાલીમ વર્ગમાં એક ચર્ચાનો વિષય છેડેલ યાદ આવ્યો... “દૂધ સંપૂર્ણ આહાર છે એ માત્ર સફેદ જુઠથી વધુ કઈ નહિ..” આજે એ વિષય સંદર્ભે ચર્ચાયેલ કેટલીક વાતો ફરી યાદ આવી. શ્રી મધુ ઠાકર નો આ લેખ તેઓના સાદર આભાર સાથે અહી આપ સૌ માટે...થોડું વિચારો અને યોગ્ય લાગેતો વિદ્યાર્થીઓ સુંધી પહોંચાડવા વિનંતી.
પુખ્તવયે પણ દૂધ પીનાર ફકત માણસ જાત છે અને એ માણસજાત બીજાં પ્રાણીનાં બાળકોનું દૂધ ઝૂંટવી પીએ છે.
ઘણીવાર બારી પાસે ઊભા રહીને ગગનવાલા આત્મનિરીક્ષણ કરે છે કે માણસના ખોળિયા કરતાં જાનવર કે પંખી કે અમીબાનું ખોળિયું સારું કે નહીં? મનુષ્યેતર પ્રાણીએ ખોળિયું ટકાવવા જે કરવાનું હોય તે કરે છે, એમને આત્મનિરીક્ષણ ફિરીક્ષણની ઝંઝટ નથી. પણ માણસને ભાષા છે,જે માણસ પાસે સારા ને નરસા વિચાર કરાવે છે અને કોઇવાર બારી પાસે ઊભા કરીને નરસા-વિચાર ને નરસા-કામા કીધા બદલ આત્મનિરીક્ષણ કરાવે છે. આજની એવી આત્મસભાનું નિમિત્ત છે, એક મિશેલ નામે મહિલા. મિશેલ લખે છે કે ગોરુ કા દૂધ મત પીઓ. બ્રાહ્નણના ખોળિયામાં ગાયમાતાના નામનું એવું વાયરિંગ છે કે ગાય, ગાયનું દૂધ ને ગાૈમૂત્ર પણ પવિત્ર ગણાય. ગાયમાતાની રૂંવાટીમાં તેત્રીસ કોટિ દેવતા છે.
લેખિકા મિશેલ શોફ્રો http://www.care2.com/greenliving/11-reasons-to-stop-eatingdairy.html#ixzz1n3lpdzAY ઉપર લખે છે; ગાયના દૂધ ઉપર સાચો હક વાછરડાંનો છે, માણસનો નહીં. પુખ્તવયે પણ દૂધ પીનાર ફકત માણસ જાત છે અને એવડી એ માણસજાત બીજાં પ્રાણીનાં બાળકોનું દૂધ ઝૂંટવી પીએ છે.અમેરિકાની ‘ગૌશાળા’ઓમાં ગાયોને આજીવન ઝાડની જેમ એક એક સાંકડા ઘોલકામાં ‘રોપીને’ રખાય છે. તે કદી ઘાસ કે લીલોતરી જોતી નથી. દૂધ વધારવા ગાયના શરીરમાં વધારાના હોર્મોન ઠાંસવામાં આવે છે. જેનું દૂધ પીધાથી આપણા હોર્મોનની નાજુક સમતુલા ડગમગી જાય છે.
ગાયને ચારામાં ‘જીએમ’ (જૈવિક કૃત્રિમતાવાળાં) અનાજ, કસાઇખાનામાં વધેલા બીજાં પ્રાણીઓના અંગોપાંગ, મરઘીનાં ચરક, જંતુનાશક દવાઓ અને એન્ટિબાયોટિક્સ ખવડાવાય છે. તે દૂધ પીનારના પેટમાં તેનો વપિાક તેજાબમાં થાય છે. જેથી લાંબા ગાળે હાડકાં ક્ષીણ થાય છે. બેકટેરિયાનો નાશ કરવા દૂધને પેશ્વરાઇઝ કરીને યાને ઉકાળીને વેચવામાં આવે છે પણ તેમાં સાથે સાથે તેમાંના પાચક એન્ઝાઇમ,વિટામિન પણ નષ્ટ થાય છે. તે દૂધને હોમોજિનાઇઝ યાને એકરસ કરવામાં આવે છે. જેના કારણે તેના પ્રોટીન વકરે છે, ને જે શરીરને હાનિકર્તા છે. એકરસ દૂધમાં વિટામિન ઉપરથી ઉમેરાય છે. મિશેલ એક વિજ્ઞાની રિચર્ડ પાનુશને ટાંકતા કહે છે કે દૂધ છોડી દેવાથી સાંધાના દુખાવા, આર્થરાઇટીસમાં રાહત રહે છે.
મિશેલના વાચકો જણાવે છે કે દૂધ આપતી આ ગાયો માસ્ટિટિસ નામના મહારોગથી પીડાતી હોય છે. વિયાયા બાદ તેના આંચળમાં દૂધ આવે એ માટે ગાયને વાછરડું દેખાડાય છે, પછી આંચળ ખાલી કરી નખાય છે. ગાય વિયાય કે તત્ક્ષણ વાછરડું દૂર કરાય છે જેથી ગાય તથા વાછરડું મોટેમોટેથી કલ્પાંત કરે છે. તરત જ ગાયનું ફરી કૃત્રિમ ગભૉધાન થાય છે. વાછરડો કસાઇખાને જાય છે. વાછરડી ઘોલકામાં પૂરીને મોટી કરાય છે. અમુક વાછરડાંના વૃષણ કાપીને નપુંસક કરાય છે, જેથી ઊછરીને ફકત દિવ્ય માણસજાતની સેવામાં જીવતર કાઢી નાખે. ખેદની વાત એ છે કે આ રીતે ગાયને રહેંસીને કાઢેલું અમુક દૂધ ઢોળી દેવાતું હોય છે. કેમ? જો પેદાશ વધુ હોય તો ભાવ ઓછા થઇ જાય અને નફો ઘટે. અને દૂધ ઉત્પાદકોને ખોટ ન જાય એ માટે સરકાર તેમને સબસિડી આપે છે.
અમેરિકામાં ને કદાચ સમૃદ્ધ વિશ્વમાં વજન ઉતારવામાં કુડીબંધ ઓસડિયામાંનું એક ‘પ્રોટીન ડ્રિન્ક’ બનાવવા વાછરડાઓનું ચામડું જીવતેજીવ ઊતરડીને તેમાંથી ઝમતો સ્રાવ શીશામાં ભરાય છે. ભારતના ડેરીઉદ્યોગની માહિતી નથી, પણ આપણે આખલાના વૃષણ કાપીને બળદ બનાવવાનો ઉધ્યમ સદીઓથી કરતા આવ્યા છીએ. આ વાંચતાં કશેક એવું પણ વાંચ્યાનું યાદ આવે છે કે દૂધ અને માંસ માટે એક સ્થળે ખડકાયેલી હજારો ગાયોની સામૂહિક વાછુટથી પર્યાવરણ અભડાય છે.
આવડી આ માણસજાત ઘોડાની આંખે પાટા બાંધીને તેના ઉપર સવારી કરે છે, બે ક્ષણના ઉશ્કેરાટ માટે રેસમાં ઘોડા દોડાવે છે. પક્ષીઓનાં બચ્ચાંને જન્મે તે પહેલાં ઇંડાંરૂપે લહેરથી ખાય છે. પક્ષીઓના માળાની ચાઇનીઝ વાનગી વિખ્યાત છે. હજારો મધમાખીઓના પરિશ્રમનું મધ ધુમાડી કરીને આપણે આંચકી લઇએ છીએ. દિલબહેલાવ માટે હરણનાં માથાં ભીંતે ખોડીએ છીએ. પતંગિયાની પાંખોથી મોહાઇને આપણે તેમને ટાંકણીએ ભોંકીને કબાટે શોભાવીએ છીએ. કૂતરાં, ઉંદર, સસલાં, વાંદરાં ને વાછરડાંના તંદુરસ્ત શરીરોમાં કેન્સર,મહામારી ને મહાભયાનક એઇડ્ઝના જંતુ ખોસીને આપણે દવાઓનાં અન્વેષણ કરીએ છીએ. ઘેટાંની રૂંવાટી ઉતરડીને અને રેશમના કીડા બાફીને આપણે રૂડા વાઘા ધારીએ છીએ.
પુંસકતા માટે અપુન ગેંડાના નાકનો ને વાઘના હાડકાંનો ફાકો મારીએ છીએ. આપણી ફર્શની શોભા માટે વાઘને બાંધીને ઉપરથી કચરીએ છીએ જેથી તેનું ચામડું આખેઆખું રહે. હાથીના દાંત તોડી લઇએ છીએ જે આપણાં આભૂષણ બને. પોપટને પૂરીને ભગવાનનું નામ શીખવીએ છીએ જે આપણને મોક્ષ આપાવે.વાયકા છે કે આફ્રિકામાં જીવતા બળદની ધોરી નસને છેકો મારીને તેનું રક્ત નિયમિત ‘દોહાય’ છે, જાપાનમાં જીવતા વાંદરાની ખોપરીને બાંધીને તેનું મગજ કોરી ખવાય છે અને હવે મોબાઇલ ફોનના ટાવર બાંધીને આપણે ચકલીઓના મગજને ભૂંજીએ છીએ.
માંસાહાર કદાચ માણસને જીવવા માટે અનિવાર્ય હશે. મૂગાં પ્રાણીઓને ટુકડે ટુકડે મોત આપીને ખાઇપીને રાજ કરવાનુંયે કદાચ કુદરતના મત્સ્યગલાગલનો નિયમ હશે, પણ કુદરતે માણસજાતને વિચારવાનો મહાશાપ પણ આપ્યો છે. આજનું દખ ઇ છે, કે એક સવારે એક વગદો ભામણ દર્પણમાં જોતાં જોતાં, દાઢી કરતાં કરતાં વિચારે છે કે આ ખોળિયા કરતાં જાનવર કે પંખી કે અમીબાનું ખોળિયું સારું

No comments:
Post a Comment