આખોય આસો મહિનો આપણે હોંશે હોંશે મીઠાઇ ખાઇશું. ક્યારેક ‘પ્રસાદ’ રૂપે તો ક્યારેક તહેવારની ઉજવણી રૂપે. મોટા ભાગની મીઠાઇ પર ‘ચાંદી’ના વરખ લગાડેલા હોય છે. બહુ ઓછા લોકો જાણે છે કે આ વરખ શુદ્ધ શાકાહારી ગણાતા નથી. વરખ શી રીતે તૈયાર થાય છે એ જાણશો તો કદાચ તમને મીઠાઇ ગળે નહીં ઊતરે. બટેટાની વેફર કરતાંય પાતળું વરખ જે રીતે બનાવવામાં આવે છે એની વિગતો ચોંકાવનારી છે. બ્યુટી વિધાઉટ ક્રૂએલ્ટી નામની સ્વૈચ્છિક સંસ્થાએ વરખના નિર્માણ પાછળની નક્કર માહિતી મેળવીને રજૂ કરી પરંતુ સ્થાપિત હિતોએ એ હકીકતો દબાવવા જબ્બર પ્રયત્નો કર્યા. વરસે દા’ડે આશરે ૩૦૦ ટન ચાંદી વરખ બનાવવામાં વપરાતો હોવાનો અંદાજ છે. પરંતુ એ હકીકતની બહુ ઓછા લોકોને જાણ છે કે આટલો વરખ બનાવવા માટે વરસે દા’ડે ઓછામાં ઓછી પાંચ લાખ ગાયનો વધ કરવો પડે.આટલું વાંચીને તમને કદાચ એવો પ્રશ્ન થાય કે ચાંદીના વરખ બનાવવાને ગાયના વધ સાથે શો સંબંધ ? એનો જવાબ મેળવવા માટે વરખ બનાવવાની પ્રક્રિયા સમજવી જરૂરી છે. ૧૬૦ વરખ ધરાવતા પેકેટનું વજન ફક્ત દસ ગ્રામ થતું હોય છે. એટલે કે ચાંદીના પતરાને સુપરફાઇન કહેવાય એટલી હદે પાતળું કરવું પડે. એ શી રીતે થાય ? ચાંદીના પતરાને એક પુસ્તિકામાં મૂકવામાં આવે અને એ પુસ્તિકા એક ચામડાના પાઉચમાં મૂકીને પછી એના પર કલાકો સુધી લાકડાના હથોડાથી ટીપવામાં આવે. હવે વાંચજો ઘ્યાનથી. કતલ થતી ગાયનું આંતરડું લઇને એને સાફ કરે. કુદરતની મહેરબાની જુઓ કે ગાય યા બળદનું આંતરડું ૫૪૦ (પાંચસો ચાલીસ) ઈંચ લાંબું હોય છે. એને સાફ કરીને નવ બાય દસ ઈંચના ટુકડા તૈયાર કરે. પછી એના પર બાઇન્ડિંગ કરીને એક પુસ્તિકા જેવું બનાવે. એના દરેક બે પાન વચ્ચે ચાંદીની પતરી મૂકીને એને ચામડાના પાઉચમાં ગોઠવે. પાઉચ માટેનું ચામડું પણ મરેલા જાનવરનું હોય છે. લખનઉના ઇન્ડસ્ટ્રીયલ ટોક્સિકોલોજી રિસર્ચ સેન્ટરે ૨૦૦૫ના નવેંબરમાં કોઇની ફરિયાદ પરથી વરખ પર લેબોરેટરી ટેસ્ટ કર્યા હતા. સૂક્ષ્મદર્શક કાચ (માઇક્રોસ્કોપ) હેઠળ જોવા મળ્યું કે દરેક વરખ-રિપિટ, દરેક વરખ પર મરેલા જાનવરનાં લોહી-માંસ કે વાળના અવશેષો હોય છે. એટલું જ નહીં, આજે જ્યારે સાચી ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે અને દૂધ, માવો, મીઠાઇમાં વપરાતા રંગ વગેરેમાં જ્યારે ભેળસેળ અને બનાવટ હોય છે ત્યારે શુદ્ધ કહેવાતી ચાંદી કેટલી શુદ્ધ છે એ શી રીતે ચકાસવું ? કેટલીક દુકાનોમાં ચાંદીના કહેવાતા સિક્કા વેચાતાં હોય છે જેમાં શુદ્ધ ચાંદીનું પ્રમાણ બહુ ઓછું હોય છે.ખેર, વરખ પૂરતી વાત મર્યાદિત રાખીએ તો લખનઉના સેન્ટરે પ્રગટ કરેલી વિગતો મુજબ વરખમાં નિકલ, સીસું, ક્રોમિયમ, એલ્યુમિનિયમ અને કેડમિયમ નામની ધાતુના અંશો પણ જોવા મળ્યા છે. આ વરખ નિયમિત (ભલે પ્રસાદ રૂપે મળતી મીઠાઇ દ્વારા) ખાનારા લોકોને લાંબે ગાળે કેન્સર જેવી બીમારી થાય છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારથી આવતા વરખમાં ભેળસેળ વઘુ જોવા મળી છે. આવા વરખ આરોગ્ય સમક્ષ ગંભીર જોખમ પેદા કરે છે. ઔર એક સ્વૈચ્છિક સંસ્થાએ કરેલા સર્વે મુજબ ભારતનો મઘ્યમવર્ગી માણસ દર વરસે સરેરાશ એકસો કિલો મીઠાઇ ખાય છે. અગાઉ કહ્યું તેમ વરસે દા’ડે ૩૦૦ ટન ( એક ટન એટલે એક હજાર કિલોગ્રામ) વરખ મીઠાઇ, ફળો, પાન-સોપારી અને બીજી રીતે ખવાય છે. વરખ શાકાહારી છે કે માંસાહારી એ વિવાદમાં પડ્યા વિના ફક્ત એટલું વિચારીએ કે આરોગ્ય માટે ખતરારૂપ વરખ ખાવા કે કેમ ? નિર્ણય તમારે કરવાનો છે. વરખ મશીનમાં બને છે એવો બચાવ કરનારા લોકો સદંતર જૂઠ્ઠું બોલે છે અને જાહેર આરોગ્ય સાથે ચેડાં કરે છે. આપણા કાયદા નિર્માલ્ય છે એનો લાભ લઇને આપણને ઝેર આપવામાં આવે ત્યારે આપણે જાતે નક્કી કરવું જોઇએ કે વરખ ચોડેલી મીઠાઇ ખાવી કે ખડી સાકરની ગાંગડીથી મોં મીઠું કરી લેવું… ?
pare
- Home
- VIDEO ફ્રી હિન્દી સિનેમા-ગુજરાતી નાટકો જોવા
- ધોરણ ૯-૧૦ ક્વિઝ PPT,VIDEYO
- ગુજરાતી સમાચાર પત્રો અને મેગેઝીનો
- મોબાઇલ
- અગત્યની વેબસાઈટની યાદી
- અકબર બિરબલની બાળ વાર્તાઓ
- નેટ સર્ફિંગ
- બાળકો ના નામ પાડવા માટે નામ શોધો
- જોક્સ-ડાયરો
- ધાર્મિક
- ક્વિઝ
- યુનિર્વસિટીની યાદી - ગુજરાત
- શિક્ષકો માટે સંદર્ભ સાહિત્ય
- સુવિચારો
- પાઠ્યપુસ્તકો 6 to 12
CHALTIPATI
મારો સંપર્ક
Subscribe to:
Post Comments (Atom)
PEPER LINK
ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર
જોતા રેજો ......અહી ....
બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો
LABEL
- ANDROID
- ccc exam
- computer
- cow ગાય
- GPSC/TET/TAT
- MATHS TRICK
- mobile
- PAPER
- pari
- prathana
- prathmik
- scince ( વિજ્ઞાન )
- ST-1 TO 8
- ST-9-10 QUIZ
- TET/TAT
- videyo
- આપનું સ્વાસ્થય
- ચિંતનની પળે
- ધોરણ -૯ ક્વીઝ
- પ્રા.પ્રતકો
- પ્રેરક સત્યઘટનાઓ
- પ્રેરણાદાયી વાતો
- બોધ કથા
- વિજ્ઞાન મેળો
- વિવેકાનંદ વિશે
- વૈજ્ઞાનિકોના VIDEO
- હાલો પ્રવાસ માં
No comments:
Post a Comment