બલદેવપરી બ્લોગ: હાસ્યફુવારા – સંકલિત

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Friday 2 November 2012

હાસ્યફુવારા – સંકલિત



મચ્છરની મમ્મી, પોતાના નાનકડા મચ્છરને :
‘બેટા, આજે તું પહેલીવાર ફરવા ગયો. તને દુનિયામાં કેવું લાગ્યું ?’
નાનકડું મચ્છર : ‘બહુ જ સરસ, મમ્મી ! હું જ્યાં જઉં ત્યાં લોકો તાળીઓ પાડીને મારું સ્વાગત કરતા હતા !’
*******

નટુ : ‘તને ખબર છે ? મારી પત્ની દેવી છે. ‘
ગટુ : ‘દેવી તો મારેય છે, પણ લ્યે કોણ ?’
*******

ગામડામાં નવી કૉલેજ ખુલી. બાજુના ગામડેથી રણછોડલાલ રોજ ઘોડા પર બેસીને કૉલેજ આવે. એમનો બહુ વટ પડે. પણ એક દિવસ રણછોડલાલ ચાલતા ચાલતા આવ્યાં.
લોકોએ પૂછ્યું : ‘ઘોડો ક્યાં ?’
રણછોડલાલે કીધું : ‘ઈ ગ્રેજ્યુએટ થઈ ગ્યો !’
*******

એક ડૉક્ટર દર્દીને તપાસવા વોર્ડમાં ગયા. થોડીવારે બહાર આવ્યા. કાતર લઈને ફરી અંદર ગયા. વળી પાછા બહાર આવ્યાં. ડિસમિસ લઈને ફરી અંદર ગયા. એટલામાં પાછા બહાર આવ્યા અને હથોડો લઈને જલ્દીથી અંદર ગયા. આ જોઈને દર્દીના સગાએ પૂછ્યું :
‘રોગ શું થયો છે એની ખબર પડી ?’
ડૉક્ટર કહે : ‘અલ્યા ભઈ ! રોગની ક્યાં વાત કરો છો, પહેલાં મારી બેગ તો ખૂલવી જોઈએ ને !’
*******

ચંપકલાલ ઠંડીથી થરથર કાંપતા હતા. ટપુએ ડૉક્ટર હાથીને ફોન કર્યો.
ટપુ : ‘સાહેબ, જલદી ઘેર આવો.’
ડૉક્ટર હાથી : ‘કેમ ટપુ, અચાનક શું થયું ?’
ટપુ : ‘બિમારી તો ખબર નથી પરંતુ સવારથી મારા દાદાજી “વાઈબ્રેશન મોડ” પર છે !’
*******

ડૉક્ટર : ‘ચમનભાઈ, તમારું વજન કેટલું છે ?’
ચમનભાઈ : ‘ચશ્માં સાથે 75 કિલો.’
ડૉક્ટર : ‘ચશ્માં વગર ?’
ચમનભાઈ : ‘મને દેખાતું જ નથી !’
*******

દર્દી : ‘ડૉક્ટર સાહેબ, મને એવી દવા આપો કે તે ખાધા પછી હું મર્યા પછી તરત જીવતો થઈ જઉં.’
ડૉક્ટર : ‘ભાઈ એવી દવા હું ન આપી શકું. તું એકતા કપૂર પાસે જા !’
*******

નાસાએ નટુ-ગટુને ચંદ્ર પર મોકલ્યા.
પરંતુ રોકેટ ઊડીને થોડીવારમાં પાછું આવ્યું.
નાસાએ બંનેને પૂછ્યું : ‘કેમ પાછા આવ્યા ?’
નટુ-ગટુ બોલ્યાં : ‘અમે તો ભૂલી ગયા હતા. આજે તો અમાસ છે. ચંદ્ર ક્યાંથી હોય ?’
*******

પતિ : ‘કહું છું આજે રાત્રે હોટલમાં જમવા જઈએ તો કેવું ?’
પત્ની : ‘કેમ ? તમને એમ લાગે છે કે હું રાંધી-રાંધીને કંટાળી ગઈ છું ?’
પતિ : ‘ના રે. હું તો વાસણ માંજી-માંજીને કંટાળી ગયો છું.’
*******

શિક્ષક (નટુને) : ‘તું મને “યોગાનુયોગ”નું કોઈ સુંદર ઉદાહરણ આપી શકે ?’
નટુ : ‘હા, કેમ નહિ ? મારા પપ્પા અને મારા મમ્મીના લગ્ન એક જ દિવસે થયા હતા બોલો !’
*******

એક ડૉક્ટર એને ત્યાં કાયમ દવા લેવા આવતી સ્ત્રીના પ્રેમમાં પડ્યો. શું કરવું તે ન સમજાવાથી એણે એના મિત્રને એ બાબતમાં સલાહ પૂછી.
‘એમાં શું ?’ મિત્રે કહ્યું, ‘એને પરણી જા, એટલે પત્યું !’
‘પરણી જાઉં કેવી રીતે ? એ તો મારી સૌથી વધુ આવક આપતી દર્દી છે. એને પરણું તો પછી મારે મફત જ દવા આપવી પડે ને ?’
*******

છગનની પત્નીને એમ હતું કે તેનું બાળક દુનિયાનું મહાન તાકાતવર બને. એ માટે એણે ડૉ. મગન પાસે ખાસ ટ્રિટમેન્ટ કરાવી. એ ટ્રિટમેન્ટમાં ડૉ. મગને પૂછ્યું કે : ‘તમારે કેટલું તાકાતવર બાળક જોઈએ છે ?’
‘એવું જોઈએ જેનામાં માણસ કરતાંય વધારે કૂદવાની શક્તિ હોય.’
ડૉ. મગને એને વાંદરાની શક્તિ આવે એવું ઈન્જેકશન આપ્યું.
પ્રસુતિનો સમય આવ્યો. એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં નર્સ આવી.
છગને અધીરાઈથી પૂછ્યું : ‘બાબો છે કે બેબી ?’
‘આમ તો લાગે છે તો બાબો, પણ ઝુમ્મર પરથી નીચે ઊતરે ત્યારે બરાબર ખબર પડે !’ નર્સે કહ્યું.
*******

નટુ તેના પિતાના મૃત્યુ અને બેસણાની જાહેરખબર છપાવવા એક છાપાની ઑફિસે ગયો. જાહેરખબર વિભાગના કર્મચારી ગટુએ તેને કહ્યું : ‘જાહેરખબરનો દર એક કોલમ સેન્ટીમીટરના 300 રૂપિયા છે.’
આ સાંભળીને નટુ બોલ્યો : ‘હું તો લૂંટાઈ જઈશ. મારા પિતાની ઊંચાઈ 182 સેન્ટીમીટર હતી.’
*******

પ્રોફેસર નટુ (વિદ્યાર્થી ગટુને) : ‘આસામ કઈ વસ્તુ માટે જાણીતું છે ?’
ગટુ : ‘મને ખબર નથી.’
નટુ : ‘સારું, હું તને એક સંકેત આપું છું. તારા ઘરમાં જે ચા બને છે તેની પત્તી ક્યાંથી આવે છે ?’
ગટુ : ‘અમારા પડોશીના ઘરમાંથી.’
*******

નટુ : ‘મારી યાદશક્તિ ઘણી સારી છે, પરંતુ ત્રણ બાબત એવી છે જેને હું ક્યારેય યાદ રાખી શકતો નથી.’
ગટુ : ‘તને કઈ ત્રણ બાબતો યાદ રહેતી નથી ?’
નટુ : ‘એક, મને લોકોના નામ યાદ રહેતા નથી. બે, લોકોનાં ચહેરાં પણ યાદ રહેતા નથી. અને ત્રણ, મને એ ત્રીજી બાબત જ યાદ રહેતી નથી.’
*******

ગ્રાહક નટુ : ‘આ કપડાં પર લખ્યું છે : 70 ટકા કોટન, 35 ટકા ટેરેલિન. આ તો 105 ટકા થયા !’
દુકાનદાર ગટુ : ‘એ તો કાપડ પાંચ ટકા ચઢશે ને !’
*******

નટુની ઑફિસમાં સામસામે બે ઘડિયાળો લગાવેલી હતી. એક ઘડિયાળમાં છ વાગ્યા હતા. અને બીજી ઘડિયાળ સવા છ નો સમય બતાવતી હતી. આ ઘડિયાળોને જોઈને ગટુએ નટુને પૂછ્યું, ‘આ બંને ઘડિયાળો અલગ-અલગ સમય બતાવે છે. આવું કેમ ?’
નટુએ જવાબ આપ્યો : ‘જો બંને ઘડિયાળો એક જ સમય બતાવે તો બે ઘડિયાળો રાખવાનો ફાયદો શું ?’
*******

બે મૂરખાઓ વાતચીત કરી રહ્યા હતા.
પહેલો મુરખ : ‘યાર ! આ વીજળી કેમ ચમકી ?’
બીજો મુરખ : ‘અરે યાર ! એટલું નથી સમજતો ? ઉપર નરકનો દરવાજો તૂટી ગયો છે એનું વેલ્ડીંગ કામ ચાલે છે.’
*******

મમ્મી : ‘બેટા, આજે ઘેર જલદી કેમ આવી ગયો ?’
બન્ટી : ‘મેં રાજુને માર્યો એટલે ટીચરે મને કલાસમાંથી બહાર કાઢી મૂક્યો.’
મમ્મી : ‘પણ તેં રાજુને કેમ માર્યો ?’
બન્ટી : ‘મારે આજે વહેલા ઘરે આવવું હતું એટલે !’
*******

મનોજે રસોડામાં કામ કરી રહેલ એની પત્ની માયાને બહારથી બૂમ મારી : ‘અરે આ ફ્રેમ દીવાલ પર લટકાવવી છે. ખીલી અને હથોડી ક્યાં છે ?’
‘ખીલી અને હથોડી કબાટમાં છે અને પાટો અને મલમ સામેના ટેબલના ખાનામાં છે.’ માયાએ સામેથી જવાબ આપ્યો.
*******

મનોજે એના સેક્રેટરીને ચિલ્લાઈને કહ્યું :
‘દીવાલ પર લાગેલા આ નકશાને ઉતારીને બહાર ફેંકી દે.’
સેક્રેટરી : ‘પણ શા માટે ?’
મનોજ : ‘એને જોઈને મને મારી પત્નીના બનાવેલા પરોઠા યાદ આવી જાય છે !’
*******

શિક્ષકે વિદ્યાર્થીને સજા સંભળાવતા કહ્યું :
‘રમેશ, તેં સુરેશને ગધેડો કહ્યો એ ખૂબ જ શરમની વાત છે. તારે દસ રૂપિયા દંડ ભરવો પડશે.’
‘સાહેબ !’ રમેશે કહ્યું : ‘મને માફ કરી દો સાહેબ ! હવેથી હું આવું નહિ કરું. કહેતા હોવ તો હવેથી હું બધા ગધેડાઓને સુરેશ કહીશ.’
*******

પોસ્ટ ઑફિસની ભરતીની પરીક્ષા વખતે પ્રશ્ન પૂછવામાં આવ્યો :
‘પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે ?’
એક ઉમેદવારે જવાબ લખ્યો : ‘જો પૃથ્વી પરથી ચંદ્ર પર ટપાલ આપવા જવાનું હોય તો મારે આ નોકરી નથી કરવી ….’
*******

નટુ : ‘સોરી યાર, મારે મોડું થઈ ગયું. વીજળી ગુલ થઈ જતાં હું ચાર કલાક એલિવેટરમાં ફસાઈ ગયો હતો.’
ગટુ : ‘મારે પણ એવું જ થયું. હું ત્રણ કલાક એસ્કેલેટર પર ફસાઈ ગયો હતો.’
*******

પિંકી જોરજોરથી પ્રાર્થના કરતી હતી, ‘હે ભગવાન, તું મોસ્કોને ચીનની રાજધાની બનાવી દે.’
અંકલે કહ્યું : ‘એ પિંકી, આવી વિચિત્ર માંગણી કેમ કરે છે ?’
પિંકી કહે : ‘શું કરું અંકલ ? આજે ભૂગોળના પેપરમાં ભૂલથી હું મોસ્કોને ચીનની રાજધાની લખી આવી છું.’
*******

સેનાનો એક જવાન અધિકારી પાસે આઠ દિવસની રજા માંગવા ગયો. અધિકારીએ એને ટાળવા માટે કહ્યું : ‘પહેલા દુશ્મનની સેનાની એક ટેન્ક લઈ આવ.’
બીજે દિવસે જવાન ખરેખર ટેન્ક લઈને આવી ગયો.
આ જોઈ અધિકારીએ આશ્ચર્યથી પૂછ્યું : ‘આ ટેન્ક તેં કેવી રીતે મેળવી ?’
જવાને કહ્યું : ‘એમાં શું મોટી વાત છે ? જ્યારે તેમને આઠ દિવસની રજા જોઈતી હોય ત્યારે તે આપણી પાસેથી ટેન્ક લઈ જાય છે.’
*******

સરિતા : ‘આ વખતે મારું વજન એક કિલો ઘટી ગયું.’
કમલા : ‘કેમ, તેં નખ કાપી નાખ્યા ?’
*******

નટુ : ‘દોસ્ત ગટુ, મારે અને મારી પત્નીએ છ મહિનાની અંદર તમિલ ભાષા શીખવી પડશે, નહીંતર અમે અમારા બાળક સાથે વાત કરી શકીશું નહીં.’
ગટુ : ‘એવું કેમ ?’
નટુ : ‘અમે તમિલ બાળકને દત્તક લીધું છે અને છ મહિના પછી બોલવા માંડશે.’
*******

નટુ : ‘અરે ભાઈ સાહેબ, કેટલા વાગ્યા ?’
ગટુ : ‘છ વાગ્યાં.’
નટુ : ‘કમાલ છે ! હું સવારથી બધાને પૂછું છું. પરંતુ દરેક જણ મને અલગ અલગ સમય કહે છે. મને કોઈ સાચો સમય કહેતું જ નથી !’
*******

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE