બલદેવપરી બ્લોગ

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Wednesday 24 July 2013

એક ખ્રિસ્તી યુવાન ઑલિમ્પિકની રમતોમાં તરવાની સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યો હતો. ભગવાન પર ખૂબ જ શ્રદ્ધા ધરાવતા કુટુંબમાં તેનો ઉછેર થયો હતો. રોજ ચર્ચમાં જઈ તે ઈશ્વરને પ્રાર્થના કરતો અને મનથી પ્રભુનો આભાર માનતો. 
એક દિવસ રાત્રે તેને કંઈ કામ ન હોવાથી સ્વિમિંગ-પ્રૅક્ટિસ કરવાના ઇરાદે તે ઘરની બાજુમાં આવેલા પબ્લિકસ્વિમિંગ-પૂલમાં પહોંચ્યો. હંમેશાં મોડી રાત સુધી ચાલુ રહેતી સ્વિમિંગ-પૂલનીબધી જ લાઇટો બંધ જોઈનેતેને નવાઈ લાગી, પણ તે અંધારામાં જ આગળ વધ્યો. સ્વિમિંગ-પૂલની આજુબાજુની ઊંચીદીવાલોને કારણે અંધારું પણ ઘણું જ હતું, પણ તે ત્યાંનો જાણીતો હતો અને પોતાની ધૂનમાં મસ્ત હતો. તે પોતાની મસ્તીમાં કૂદકો મારવાના સૌથી ઊંચા પાટિયા-ડાઇવિંગ ર્બોડસુધી પહોંચ્યો. ઊંધી ડાઇવ મારવા પાટિયા પર ઊંધો ઊભો રહીને બન્ને હાથ પહોળા કર્યા. એ જ સમયે પાછળના રોડ પરની લાઇટને લીધે સામેના બિલ્ડિંગ પર પડતો પોતાનો જ વિશાળ પડછાયો તેની નજરે પડ્યો. પહોળા કરેલા હાથને કારણે પડછાયાનોઆકાર વધસ્તંભ પર ચડેલા ભગવાન ઈસુ ખ્રિસ્ત જેવો લાગતો હતો. આમ પણ તે અતિશ્રદ્ધાળુ કુટુંબમાંથી આવતો હતો. આવું દૃશ્ય જોતાંજ તેના દિલમાં આસ્થાનો એક આવેગ આવી ગયો. તેનું મન ભગવાનનીયાદથી ભરાઈ આવ્યું. ડાઇવ મારવાનું બે ક્ષણ માટે મુલતવી રાખીને તે પ્રાર્થના કરવા માટે ઝૂક્યો અને મોટેથી પ્રાર્થના કરતાં બોલી ઊઠ્યો, ‘ઓ ગૉડ, પ્લીઝ બ્લેસ મી (અર્થાત હે ભગવાન, મારા પર કૃપા કરો).
જોરથી બોલાયેલા તેના શબ્દો સાંભળી પૂલની રખેવાળી કરતા ચોકીદારે સ્વિમિંગ-પૂલની બધી લાઇટ્સ ચાલુ કરી દીધી. અચાનક પથરાઈ ગયેલા અજવાળામાં પેલા યુવાને નીચે જોયું. એ સ્તબ્ધ અને ગળગળો થઈ ગયો. એ દિવસે સાફસૂફી માટે સ્વિમિંગ-પૂલ ખાલી કરી નાખવામાં આવ્યો હતો. એમાં જરા પણ પાણી નહોતું. જો તેણે એમાં ઊંધો કૂદકો મારી દીધો હોત તો? આ વિચારોથી જ તે ધ્રુજી ઊઠ્યો, કારણ કે પાણી વિનાના સ્વિમિંગ-પૂલમાં પટકાવાથી તેનારામ જ રમી ગયા હોત. ખરેખર ભગવાને તેની પ્રાર્થના સાંભળી હતી. ચોકીદાર લાઇટ ચાલુ કરે એ માટે ઈશ્વરે જ યુવાનને મોટેથી પ્રાર્થના કરવાની પ્રેરણા આપી હતી. તે યુવાન ક્યાંય સુધી ઝૂકીને આંસુ ટપકતી આંખે ભગવાનનો આભાર માનતો બેસી રહ્યો.
ખરેખર, ભગવાનને યાદ કરીએ અને એ ન સાંભળે એવું ક્યારેય બનતું જ નથી. બસ, જરૂર છે ભગવાનને દિલથી સાદ પાડવાની.





==================================================


એક ધનવાન માણસ હતો. દરિયામાં એકલા ફરવા તેણે બોટ વસાવી હતી. રજાના દિવસે તે પોતાની બોટમાં દરિયોખુંદવા નીકળ્યો. મધદરિયે પહોંચ્યો ત્યાં દરિયામાં તોફાન આવ્યું. બોટ ડૂબવા લાગી. બોટ બચવાની કોઇ શકયતા ન લાગી ત્યારે એણે લાઇફ જેકેટ પહેરીને દરિયામાં પડતું મૂકયું. બોટ ડૂબી ગઇ.તોફાન પણ શાંત થઇ ગયું.
તરતો તરતો એ માણસ એક ટાપુ પર પહોંચી ગયો. ટાપુ ઉપર કોઇ જ ન હતું. ટાપુના ફરતે ચારે તરફ ઘૂઘવતા દરિયા સિવાય કંઇ જ નજરે પડતું ન હતું. એમાણસે વિચાર્યું કે મેં તો મારી આખી જિંદગીમાં કોઇનું કંઇ બૂરું કર્યું નથી તો પછી મારી હાલત આવી શા માટે થઇ? તેના મને જ જવાબ આપ્યો કે જે ઇશ્વરે તોફાની દરિયાથી તેનેબચાવ્યો છે એ જ ઇશ્વર કંઇક રસ્તો કાઢી આપશે.દિવસોપસારથવા લાગ્યા. ટાપુ પર ઉગેલા ઝાડ-પાન ખાઇનેએ માણસ દિવસો પસાર કરતો હતો. થોડા દિવસમાં તેની હાલત બાવા જેવી થઇ ગઇ. ધીમે ધીમે તેની શ્રદ્ધા તૂટવા લાગી.ઇશ્વરના અસ્તિત્વ સામે પણ તેને સવાલો થવા લાગ્યા. ભગવાન જેવું કંઇ છે જ નહીં,બાકી મારી હાલત આવી ન થાય.ટાપુ ઉપર કેટલાં દિવસો કાઢવાના છે એ તેને સમજાતું ન હતું. તેને થયું કે લાવ નાનકડું ઝૂંપડું બનાવી લઉં. ઝાડની ડાળી અને પાંદડા ની મદદથી તેણે ઝૂંપડું બનાવ્યું. એને થયું કે, હાશ, આજની રાત આ ઝૂંપડામાં સૂવા મળશે. મારે ખુલ્લામાં સૂવું નહીં પડે. રાત પડી ત્યાં વાતાવરણ બદલાયું. અચાનક વીજળીનાં કડાકા-ભડાકા થવા લાગ્યા. ઝૂંપડીમાં સૂવા જાય એ પહેલાં જ ઝૂંપડી ઉપર વીજળી પડી. આખી ઝૂંપડી ભડભડ સળગવા લાગી. એ માણસ સળગતી ઝૂંપડી જોઇ ભાંગી પડયો. ઈશ્વરને મનોમનભાંડવા લાગ્યો. તું ઈશ્વર નથી, રાક્ષસ છો, તને દયા જેવું કંઇ નથી. તું અત્યંત ક્રૂર છો. હતાશ થઇને માથે હાથ દઇ રડતો રડતો એ માણસ બેઠો હતો.
અચાનક જ એક બોટ ટાપુના કિનારે આવી. બોટમાંથી ઉતરીને બે માણસો તેની પાસે આવ્યા. તેણે કહ્યું, અમે તમને બચાવવા આવ્યા છીએ. તમારું સળગતું ઝૂંપડું જોઇને અમને થયું કે આ અવાવરું ટાપુ પર કોઇ ફસાયું છે. તમે ઝૂંપડું સળગાવ્યું નહોત તો અમને ખબર જ ન પડત કે અહીં કોઇ છે!એમાણસની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. ઈશ્વરની માફી માંગી અને કહ્યું કે મને કયા ખબર હતી કે તેં તો મને બચાવવા માટે મારું ઝૂંપડું સળગાવ્યું હતું!કંઇક ખરાબ બને ત્યારે માણસ નાસીપાસ થઇ જાય છે.



======================================================


એક માણસ સ્વર્ગમાં ગયો અને ત્યાંમોટી દિવાલ આખી ઘડિયાળોથી ભરેલી જોઈ.
આશ્ચર્યવત એણે પૂછ્યું : ‘આ શેની ઘડિયાળો છે ?’
‘આ જૂઠાઓની ઘડિયાળો છે. દરેક માણસની અહીં ઘડિયાળ હોય છે. જ્યારે તમે પૃથ્વી પર એક જૂઠું બોલો છો એટલે આ ઘડિયાળના કાંટા ખસે છે.’ પરીએ કહ્યું.
‘તો પછી આ કોની ઘડિયાળ છે ?’ એક સ્થિર કાંટાની ઘડિયાળ સામે આંગળી ચીંધીને પેલા માણસે પૂછ્યું.
‘એ સ્વામી વિવેકાનંદની છે. એના કાંટા ખસતા નથી એનો અર્થ એ કે તેઓ કદી ખોટું બોલ્યા નથી.’
‘ભારતના રાજકારણીઓની ઘડિયાળ ક્યાં છે ?’ પેલા માણસે કુતૂહલતાથી પૂછ્યું
પરીએ જવાબ આપ્યો : ‘એ તો અમે અમારી સ્વર્ગની ઑફિસમાં રાખીએ છીએ. એને અમે ટેબલફેન તરીકે વાપરીએ છીએ !



======================================================


એક ફકીર પચાસ વર્ષ થી એક જ જગ્યાએ બેસીને રોજ ની પાંચ નમાજ પઢતો હતો.
એક દિવસ આકાશવાણી થઇને ખુદા નો અવાજ આવ્યો કે “હે ફકીર! તું પચાસ વર્ષ થી નમાજ પઢે છે,પણ તારી એક પણ નમાજ સ્વીકારવામાં આવી નથી.”
ફકીર ની સાથે બેસનારા બીજા બંદાઓને દુઃખ થયું કે આ બાબા આટલા વર્ષો થી નિષ્કામ બંદગી કરે છે ને તેની એક પણ નમાજ કબુલ ન થઇ ? ખુદા નો આ તે કેવો ન્યાય??
પણ પેલો ફકીર દુઃખી થવાને બદલે આનંદ થી નાચવા લાગ્યો.લોકોનેએને જોઈને ઓર આશ્ચર્ય થયું.તેઓ બોલ્યા,” બાબા તમને તો દુખ થવું જોઈએ કે તમારી આટલા વર્ષો નીબંદગી નિષ્ફળ ગઈ.”
ફકીરે જવાબ આપ્યો,”મેરી પચાસ સાલ કી બંદગી કબુલ ન હુઈ તો ક્યાં હુઆ..!! પર ખુદા કો તો પતા હેકે કોઈ પચાસ સાલ સે બંદગી કર રાહ હે !!
એટલે મિત્રો જ્યારે તમે મહેનત કરો અને ફળ ન મળે તો નિરાશ ન થતાં...
કેમ કે ભગવાનને તો ખબર જ છે કે તમે મહેનત કરી છે,એટલે ફળ તો જરૂર આપશે જ...!!!



======================================================




No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE