બલદેવપરી બ્લોગ: જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી વાતો

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Thursday, 14 November 2013

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી વાતો

જીવન અંગે ગાંઠે બાંધી રાખવા જેવી વાતો 

* ’કેમ છો ” કહેવાની પહેલ દર વખતે આપણે  કરવી જોઇએ.
શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે  વંચાય.
કોઇએ લંબાવેલો (દોસ્તીનોહાથ ક્યારેય તરછોડવો નહીં.
બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
*
આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.
કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
મહેણું ક્યારેય  મારો.
એક વિદેશી ભાષા શીખી લેવી સારી.
કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે 

   માત્ર એક  આશાહોય.
ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે,ઉધારી કરવા માટે નહીં.
રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.
નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.
દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ.
*
દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં.
ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.
સંતાનો નાના હોય ત્યારેથી  તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.
જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
તમને  પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.
ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.
જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે  એવું માનીને ચાલવું નહીં.
રવિવારે બપોરે સૂઇ જવાનું રાખો.
પત્તા રમીને સમય વેડફો નહીં.
રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.
લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.
મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.
શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.
બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
બીજાની સુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
દિવસની શરુઆત તમારા મગમતાં સંગીતથી કરશો.
ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.
તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીંમોટી તક એમાં  હોઇ શકે છે.
*
ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.
બચત કરવાની શિસ્ત પાળો.
સ્કૂલે જતાં અજાણ્યા છોકરઓ સામે હાથ હલાવીને સ્મિત કરવું.
રેસ્ટોરાંમાં ખરાબ સર્વિસ મળે ત્યારે ટીપ આપવાની ભૂલ કરવી નહીં.
જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા નકરો.
ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્ન કરો.યાદ રાખો કેદરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.
અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.
કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.
ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી  હશે એમ માની લેવું નહીં.
ધરમાં એક સારો જોડનીકોશ વસાવો.
વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો.
ધર પોષાય એટલી કિંમતનું  લેવું.

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો

ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE