બલદેવપરી બ્લોગ: એકદમ પીળા દાંતને સફેદ, લોખંડ જેવા મજબૂત બનાવશે 12 વસ્તુઓ.

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Thursday, 26 December 2013

એકદમ પીળા દાંતને સફેદ, લોખંડ જેવા મજબૂત બનાવશે 12 વસ્તુઓ.


એવું કહેવાય છે કે કોઈના ચહેરાનું સ્મિત અનેક દુઃખોને દૂર કરી દેતું હોય છે. જેમાં દાંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પીળા અને નબળા દાંત વ્યક્તિના વ્યક્તિત્વ પર દાગ સમાન હોય છે. દાંત આપણા શરીરનું એક એવું અંગ છે જેના વગર જિંદગી જીવવી મુશ્કેલ હોય છે. દાંત નબળા થવાથી કે તેમા દર્દ થવાથી ભોજન કરવું સૌથી મુશ્કેલ લાગે છે. એટલા માટે જરૂરી છે કે

દાંતની યોગ્ય રીતે સંભાળ અને એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેનાથી દાંત મજબૂત થાય છે. આજે અમે બતાવી રહ્યા છીએ ખાવામાં કેટલીક એવી વસ્તુઓ વિશે જેનાથી તમારા દાંત સફેદ તો થશે જ પણ સાથે-સાથે લોખંડ જેવા મજબૂત પણ થઈ જશે....

આગળ વાંચો આ 12 વસ્તુઓ વિશે જેનાથી દાંત થાય છે લોખંડ જેવા મજબૂત....

કોકોઃ- કોકોને દાંત માટે એટલે સારું માનવામાં આવે છે કે તેમાં જોવા મળતા તત્વો પેઢા ફૂલવા કે સડવાથી બચાવે છે. જો તમારો આખો દિવસ સ્ટ્રેસમાં પસાર થત હોય તો સાંજે ચોકલેટનો એક નાનકડો ટુકડો ખાઈ લેશો તો પણ ખૂબ જ રિલેક્સ મહેસૂસ કરશો સાથે જ દાંતની સમસ્યાથી પણ મુક્તિ મળી જશે.

અજમોઃ- રોજ ભોજન જન્મા પછી થોડો અજમો ખાવાથી દાંત માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. અજમો દાંતને કુદરતી બ્રશ કરી દે છે અને સ્લાઈવાને પણ વધારે છે.

ચીઝઃ- ચીઝ અને પનીર દાંત માટે ખૂબ જ સારા હોય છે. ચીઝ અને પનીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે જે દાંતને મજબૂત બનાવે છે. જો તમારા દાંતમાં સડો થઈ રહ્યો હોય તો રોજ ચીઝનો એક નાનકડદો ટુકડો ખાઓ દાંતમાં થતા સડો અટકી જશે.

પાણી પીવોઃ- દરરોજ ઓછામાં ઓછું આઠથી દસસ ગ્લાસ પાણી પીવો. ભરપૂર માત્રામાં પાણી પીવાથી માત્ર શરીર જ નહીં ઝેરી તત્વો બહાર નિકળી જાય છે, સાથે જ દાંતમાં સડા જેવી સમસ્યા પણ પેદા થતી નથી.

શુગર ફ્રી ગમઃ- શુગર ફ્રી ગમ ચાવવી દાંતના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. શુગર ફ્રી ગમ પેઢાની સફાઈ કરી દે છે અને દાંતોનો વ્યાયામ થઈ જાય છે.

કિવીઃ- કિવી ફ્રૂટ વિટામિન સી નો એક ખૂબ જ સારો સ્ત્રોત છે. જો શરીરમાં સંતુલિત માત્રમાં વિટામિન સી હોય તો કોલેજનનું સ્તર યોગ્ય રીતે બની રહે છે. જેનાથી દાંત અને પેઢા મજબૂત થાય છે.

નાશપતિઃ- નાશપતિ એક રેશાદાર ફળ છે જેનાથી દાંતની સફાઈની સાથે જ તેને સફેદ અને મજબૂત બનાવવાનું પણ કામ કરે છે.

સંતરાનો જ્યૂસઃ- દરરોજ એક ગ્લાસ સંતરાનો જ્યૂસ પીવાથી શરીરને વિટામિન સી અને કેલ્શિયમ મળે ચે. જેનાથી હાંડકા અને દાંત મજબૂત બને છે સાથે જ બોડી એનર્જીથી ભરપૂર રહે છે.

દૂધઃ- રોજ બે ગ્લાસ દૂધ પીવાથી દાંતને ખૂબ જ લાભ થાય છે અને દાંત મજબૂત બને છે. દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે.

સફરજનઃ- દાંતના પેઢાને સ્વસ્થ અને દાંતને મજબૂત બનાવવા માટે રોજ એક સેવ –સફરજન ખાવાનું ખૂબ જ સારું રહે છે. સફરજન ખાવાથી દાંતની સફાઈ થઈ જાય છે. મુખમાં લાળનો વધારો થાય છે જેના લીધે દાંતમાં સડો પેદા કરતા બેક્ટેરિયા ટકી નથી શકતા.

તલઃ- તલ ચાવવાથી પણ દાંત માટે ખૂબ જ લાભદાયી રહે છે. તલથી કેલ્શિયમ મળે છે જે દાંતને મજબૂત બનાવે છે સાથ જ તેને ચાવવવાથી દાંતમાં જામેલ પ્લાક પણ સમાપ્ત થઈ જાય છે.

કાચી ડુંગળીઃ- જો તમે મુખમાં દુર્ગંધના ડરથી કાચી ડુંગળીનું સેવન કરતા ડરતા હોવ તો આ ડરને પોતાના મનમાંથી હટાવી દો કારણ કે તે દાંત માટે ખૂબ જ લાભદાયી રહે છે. કાચી ડુંગળીના સેવનથી દાંતને નુકાસાન પહોંચાડતા બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે.

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો

ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE