બલદેવપરી બ્લોગ: વૈદિક ગણિત

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Saturday, 7 December 2013

વૈદિક ગણિત

વૈદિક ગણિત

શું આપ આ દાખલા ૫ મિનીટમાં કરી શકો છો?
૧. ૧૫૧૧ X ૧૧
૨. ૧૫૦૬૨ X ૧૦૧
૩. ૮૫૬૨ X ૯૯
૪. ૫૨નો ઘડીયો
૫. ૯૯નો ઘડીયો
૬. ૫૪૩૨૧ X ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૧
૭. ૧૫૯૯૭૭ ભાગ્યા ૯
ખરેખર માથું દુખી ગયુંને! આજે ક્યાં આ ગણિત ઉપાડ્યું છે ! એમાં પણ ૩જો દાખલો તો ૨૦ મિનીટ સિવાય થાય તેમ નથી!
પણ સાવ એવું નથી. આપણા ઋષિ મુનીઓ પાસે ગણિતના એવા ૧૬ સુત્રો હતા, કે જેમની મદદથી આ ૭ દાખલા થઇ શકે છે, માત્ર મનમાં, અબેકસ (અબેકસ એક પ્રકારનું મણકાઘોડી જેવું કેલ્ક્યુલેટર હોય છે) વિના!
Picture

૧૧ વડે ગુણાકાર

Picture
અગિયાર વડે ગુણાકાર ખુબજ સરળ છે.
સ્ટેપ ૧ : જે આંકડાઓનો ગુણાકાર કરવાનો હોય, તેમને ગુણનફળમાં અલગ અલગ મૂકી દો. (એટલે કે બાજુના દાખલામાં ૧ અને ૨ને છેડે મૂકી દો.
સ્ટેપ ૨: વચ્ચે તેમનો સરવાળો મુકો.
જો આંકડાઓનો સરવાળો ૯ કરતા વધી જાય તો ડાબી બાજુ (શતક કે દશક પર) વદ્દી ચડાવો. (ઉદાહરણ નીચે છે.)

અઘરો દાખલો!

Picture
આ દાખલામાં સૌ પ્રથમ એકમના ૩ની જવાબમાં કોપી કરો.
પછી ૩+૪=૭ મુકો.
પછી ફરીથી ૩+૪=૭ મુકો.
પછી ૩+૧=૪ મુકો.
છેલ્લે ૨+૧=૩ મુકો.
અંતિમ ૨ને નીચે કોપી કરો. થઇ ગયું!!!

૧૦૧ વડે ગુણાકાર

Picture
બે આંકડા ની રકમ જેમ કે
          ૪  ૫
X    ૧  ૦  ૧
= ૪ ૫ ૪ ૫
નો ગુણાકાર સરળ છે.
ત્રણ આંકડાનો ગુણાકાર જોઈએ. 
સ્ટેપ ૧: સૌ પ્રથમ એકમ અને દશકનો અંક (અગિયારના ગુણાકારની જેમ) નીચે કોપી કરો.
સ્ટેપ ૨: સરવાળા કરો.
સ્ટેપ ૩: અંતિમ બે અંક કોપી કરો.
ઉદાહરણ: ઉપરના દાખલામાં ૩ અને ૯ કોપી કરો.
પછી ૯+૩ = ૧૨નો ૨, વદ્દી ૧ તે દશકના ૩ પર ચડાવો.
પછી ૩૩+૧(વદ્દીનો) = ૩૪ તે કોપી કરો.

૯૯ વડે ગુણાકાર

Picture
૯૯ વડે ગુણાકાર કરવા માટે સંખ્યા માંથી ૧ બાદ કરો. (૪૫ -૧ = ૪૪) તે જવાબને નીચે ડાબી તરફ લખો.
પછી ૯૯ માંથી તે જવાબ બાદ કરો. (૯૯ - ૪૪ = ૫૫)
તે જમણી તરફ લખો.
આ રીતે ગમે તેટલા આંકડા સાથે તેટલા જ નવડા નો ગુણાકાર થઇ શકે છે.
ઉદાહરણ તરીકે : ૪૫૫૫૯ X ૯૯૯૯૯,
૮૯,૪૫,૬૪,૫૬,૧૪,૨૩૧ X ૯૯,૯૯,૯૯,૯૯,૯૯,૯૯૯ વગેરે.

એકમમાં ૧ વાળી સંખ્યાનો ઘડીયો.

Picture
ચાલો ૪૧નો ઘડીયો બનાવીએ.
સૌ પ્રથમ એકમમાં ૧ થી ૯ અને છેલ્લે ૦ મુકીએ. (ઉભી લીટીમાં.)
પછી ડાબી તરફ ૪ લખો. માસ્ટર ફિગર (ચોરસમાંલખેલ આંકડો) ૪ છે, કારણ કે ૧ X ૧૦ની પહેલા વદ્દી પડતી નથી.
ડાબી તરફ ચારનો ઘડીયો લખો અથવા ઉપલામાં ૪ ઉમેરો.
૪+૪=૮, ૮+૪=૧૨, ૧૨+૪=૧૬...
થઇ ગયો ૪૧નો ઘડીયો!
ચકાસવાની રીત:
આપનો ઘડીયો જો સાચો હોય, તો છેલ્લે ૪૧ X ૧૦ = ૪૧૦ થવું જોઈએ.

એકમમાં ૯ વાળી સંખ્યાનો ઘડીયો.

Picture
ચાલો ૪૯નો ઘડીયો ઘડીએ!
સૌ પ્રથમ એકમમાં ઉંધા એકડા : ૯,૮,૭,૬,૫..,૧,૦ સુધી મુકીએ.
પછી ૯નો ઘડીયો હોવાથી માસ્ટર ફિગર ૪+૧=૫ બને છે.
૪+૫=૯, તેથી ચારની નીચે ૯ મુકો. ૯+૫=૧૪... એ રીતે છેલ્લે ૪૪+૫=૪૯ મુકો.
ઉપર મુજબ જ ચકાસવા માટે ૪૯ X ૧૦ = ૪૯૦ છે કે કેમ?
થઇ ગયો ૪૯નો ઘડીયો!

૯ વડે ભાગાકાર

Picture
ચાલો ૧૨૩૦૧ ભાગ્યા ૯ કરીએ.
સૌ પ્રથમ ૧૨૩૦૧માં ૧૦૦૦૦ના સ્થાન પરનો ૧ નીચે (ભાગફળમાં) કોપી કરો.
પછી તેને ૨ની નીચે કોપી કરો.
૨+૧=૩, ૩ને નીચે મુકો. ૩+૩=૬, ૬+૦=૬, ૬+૧=૭.
૭ ભાગ્યા ૯ થઇ શકશે નહિ. તેથી ૭ને એમ જ શેષમાં મૂકી દો.

અઘરો દાખલો!

Picture
ચાલો ૧૫૬૬૮૮ / ૯ કરીએ.
સૌ પ્રથમ નીચે ૧ કોપી કરો. તેને ૫ની નીચે મુકો.
૫+૧=૬, ૬ મુકો.
૬+૬=૧૨, ૧ની ૬ પર વદ્દી ચડાવો, ૨ એમનેમ રહેવા દો.
૧૨ ૬૬નાં ૬ની નીચે મુકો. ૧૨+૬=૧૮, ૧૮ ૮ અને વદ્દી પડી ૧.
૧૮ને ૮૮નાં ૮ની નીચે મુકો. ૧૮+૮=૨૬, ૬નાં ૬, વદ્દી ૨. (વદ્દી હમેશા ડાબી બાજુના અંકમાં ચડાવવી.)
૨૬+૮=૩૪માં ૪નાં ૪, વદ્દી ૩.
છેલ્લે ૩૪માં ૩ની વદ્દી ૬ને તેમ જ ૪ને ચડાવો.
તેથી સરવાળો કરતા... ૧નો ૧, ૬+૧=૭, ૨+૧=૩, ૮+૨=૧૦ નું ૦ અને વદ્દી ૧, ૬+૩=૯, ૪+૩=૭.
છેલ્લે ૩+૧=૪. તેથી ભાગફળ ૧૭૪૦૯ અને શેષ ૭.

આ ખરેખર સહેલું લાગે છે, કે નહિ? ગણિતના કોઈપણ ફન્કશન્સ, પછી તે ત્રિકોણમિતિ હોય કે કેલ્ક્લસ, sine હોય કે  cos કે પછી tan, બધા અંતે તો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર જ છે. તેથી આ ચાર આવડી જાય તો આખું ગણિત આવડી જાય. 

3 comments:

TUSHARKUMAR VYAS said...

આપનું કામ ખૂબ જ સરસ છે. સતત આગળ વધતા રહો તેવી શુભેચ્છા.

Tr.nilkanth gamit said...

khub sasar che sir.........hu aavtikale j jai ne mari school na std 7 na students ne sikhvadish temne pan khub maja padse........thank u and happy new year

Tr.nilkanth gamit said...

aapna dwara prakashit aa vaidik ganit khub j gamyu ane mari school na 7 th std na vidhyarthi o ne hu aavti kale j shikhvadish....thank u sir

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE