બલદેવપરી બ્લોગ: બોધ કથા 14 સ્વામી વિવેકાનન્દ શિકાગોમાં

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Wednesday 8 January 2014

બોધ કથા 14 સ્વામી વિવેકાનન્દ શિકાગોમાં

સ્વામી વિવેકાનન્દજીનું પહેલાનું નામ નરેન્દ્ર હતું. બી.એ. સુધી શિક્ષા પ્રાપ્ત કરી હતી. તે સમયે તેઓ ધાર્મિક કે આધ્યાત્મિક ન હતા. સ્વામી રામકૃષ્ણ પરમહંસના સત્સંગથી ઈશ્વર વિશ્વાસી બન્યા. એમની જ શિક્ષાથી સંન્યાસ આશ્રમમાં પ્રવિષ્ટ થયા અને વિવેકાનન્દ નામથી દેશ-વિદેશમાં વિખ્યાત થયા
.
સ્વામીજી ભારતમાં વિભિન્ન પ્રદેશોમાં યાત્રા કરતા-કરતા ધર્મ પ્રચાર કરવા લાગ્યા. તેઓ કોઈની પાસે ભિક્ષા નહીં માગતા હતા. તેઓએ નિશ્ચય કર્યો હતો કે તેઓ કાંઈ પણ થાય પણ પાછળ ફરીને નહીં જોઇ. (એટલે કે નિશ્ચયમાં અડગ રહે), અને કોઈની સામે ભોજન માટે હાથ નહીં લંબાવે. જ્યારે કોઈ સ્વયં બોલાવીને ભોજન આપશે તો જ ભોજન ગ્રહણ કરીશ. આ કઠિન વ્રતનું પરિણામ એવું પણ આવ્યું કે કેટલીક વાર તો કેટલાય દિવસો સુધી ભોજન વિના જ વિતાવવા પડતા.

એક દિવસ સાંજે સ્વામીજી એક ઘોડાના તબેલા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં સામે જ એક વ્યક્તિ ઊભો હતો. સ્વામીજી એ બે દિવસથી અન્નનો એક પણ દાણો મોંમાં મૂક્યો નહીં હતો. ચહેરા ઉપર ભૂખની રેખાઓ સ્પષ્ટ ઉભરાયેલી હતી. ત્યાં ઊભેલા વ્યક્તિએ તેમને નમસ્કાર કર્યા અને કહ્યું - "સાધુ બાબા ! આજે ભોજન નહીં મળ્યું શું?" સ્વામીજી એ સરળતાથી ઉત્તર આપ્યો - "હા ભાઇ, પાછલા બે દિવસોથી મેં કઈ નથી ખાધુ."
ત્યારે તે વ્યક્તિ સ્વામીજીને પોતાની સાથે અંદર લઈ ગયો. ત્યાં તેણે પોતાના માટે બનાવેલી સૂકી રોટલીઓ શ્રદ્ધાથી પરોસી. સાથે મરચાંની ચટણી પણ આપી. બે દિવસ ભૂખ્યાં રહેવા બાદ સૂકી રોટલીઓ પણ ઘણી સ્વાદિષ્ટ લાગી. તે વ્યક્તિએ સૂકા ભોજન અને મરચાંની જલન શાંત કરવા માટે તડબૂચ અને તેનું પાણી ભેટ કર્યું. સ્વામીજી તૃપ્ત થઈ ગયા. આજ પ્રકારે સ્વામીજી મહારાષ્ટ્ર, ગુજરાત, મૈસૂર વગેરે પ્રદેશોની યાત્રા કરતા-કરતા મદ્રાસ પહોંચ્યા.
આ દિવસોમાં અમેરિકાના શિકાગો નગરમાં "વિશ્વ ધર્મ સંમેલન" ની ઘોષણા થઈ. જે સંમેલન ઈસાઈ પાદરિઓ તરફથી પ્રયોજિત હતું. વિશ્વના મુખ્ય ધર્મોના પ્રતિનિધિઓ પોત-પોતાના ધર્મનું સ્વરૂપ બતાવવા એકત્ર થવા માંડ્યા હતા. સ્વામીજી ત્યાં હિંદુ ધર્મના સિદ્ધાંતોને પાશ્ચાત્ય જગતની સમ્મુખ રાખવા માટે તેમના શિષ્યોના આગ્રહથી જવાનું સ્વીકાર કર્યું. ૩૧ મે, ૧૮૯૩ ના દિને તેઓ અમેરિકા જવા રવાના થયા.
શિકાગો જઈને સ્વાજીએ અનેક પ્રકારની કઠિનતાઓનો સામનો કરવો પડ્યો. પરંતુ તેનાથી સ્વામીજી જરાયે વિચલિત થયા નહીં. તેમને ત્યાં કોઈનો પરિચય નહીં હતો. તો પણ તેઓ ત્યાં પહોંચ્યા, ત્યારે સંમેલન પ્રારંભ થવામાં હજી બે-ત્રણ મહિનાની વાર હતી. ત્રીજી કઠિનતા એ હતી કે સંસ્થાના પ્રતિનિધિ જ સંમેલનમાં ભાગ લઈ શકતા હતા. સ્વામીજી તો ત્યાં કોઈ સંસ્થાના પ્રતિનિધિ તરીકે નહીં ગયા હતા. વળી સ્વામીજી પોતાના ખર્ચ માટે જે રાશી લઇ ગયા હતા, તે પણ સમાપ્ત થવા આવી હતી. ખર્ચને ઓછામાં ઓછો કરવા માટે સ્વામીજીએ શિકાગો નગરની બહાર કોઈ ઉપનગરમાં રહેવાનો નિશ્ચય કર્યો.
જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ઉદ્દેશ્ય પ્રાપ્તિ માટે દૃઢ સંકલ્પ કરી લે છે, ત્યારે પ્રભુ તરફથી સહાયતાના સાધન પણ આપોઆપ મળી જાય છે. વળી સ્વામીજી તો કટ્ટર પ્રભુ ભક્ત અને હઠ નિશ્ચયી હતા. એમના ભવ્ય સ્વરૂપ અને પ્રશાંત વ્યવહારને જોઇને એક સજ્જન પ્રભાવિત થયો અને તે સ્વામીજીને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયા. તેણે સ્વામીજી સાથે હાવર્ડ વિશ્વવિદ્યાલયના એક પ્રાધ્યાપકની ભેટ કરાવી. (જે પ્રાધ્યાપક સંમેલનના પ્રમુખ અધિકારી હતા.) એ પ્રાધ્યાપકે વિશ્વાસ આપ્યો કે સંમેલનમાં હિંદુ ધર્મના પ્રતિનિધિ તરીકે તેમને ભાગ લેવા અને ભાષણ આપવાની અનુમતિ અપાવી દેશે.
હવે પ્રશ્ન અર્થ કષ્ટનો હતો. શિકાગો નગરના એક હોટલમાં તેઓ થોડા સમય માટે રોકાવા ગયા. પરંતુ ત્યાં તેમને જગા નહીં મળી અને હોટલના માલિકે તેમનો તિરસ્કાર કરી હોટલમાંથી બહાર કાઠી નાંખ્યાં. બર્ફીલી રાત હતી. રોકાવા માટે કોઈ જગા નહીં મળવાથી તેઓ રેલવે સ્ટેશન ગયા અને ત્યાં બેંચ પર જ આખી રાત પસાર કરી.
બીજા દિવસે સવારે રસ્તાના કિનારે ભૂખ્યા-પ્યાસા સ્વામીજી બેઠા હતા. વ્યાકુળ હતા, પરંતુ પોતાના નિશ્ચયમાં અડગ રહ્યા અને હિંમત નહીં હારી. ફરી પ્રભુએ કૃપા કરી. સામેના મકાનમાંથી એક મહિલાએ તેમને જોયા. તેણી સ્વામીજીની શાંત મુદ્રા અને ભવ્ય આકૃતિથી પ્રભાવિત થઈ. તેણીએ સ્વામીજીને બોલાવ્યા અને આખું વૃતાંત સાંભળ્યું. આવા શ્રેષ્ઠ કાર્યમાં સહયોગ આપવાની ભાવનાથી એ મહિલાએ સ્વામીજીના નિવાસ આદિનો પ્રબંધ કરી આપ્યો.
સંમેલન પ્રારંભ થયું. હાવર્ડ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપકના પ્રયાસથી સ્વામીજીને કેવળ પાંચ મિનિટનો સમય આપવામાં આવ્યો. ભાષણનો પ્રારંભ સ્વામીજીએ "મારા ભાઇઓ તથા બહેનો" એવાં એકદમ નવા અને અનોખા સંબોધનથી કર્યું ત્યારે આખો સભા સ્થળ તાલીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યો. "Ladies and Gentlemen" સાંભળવાવાળી અમેરિકી જનતા પ્રતિ ભાઇ-બહેનનો પવિત્ર સંબંધ પેદા કરવાવાળા આ ભારતીય સંન્યાસીની ધ્વનિ આખા દેશમાં ગાજી ઊઠી. પાંચ મિનિટની જગ્યાએ એ દિવસે જનતાના પ્રબળ આગ્રહથી એક કલાકનો સમય આપવામાં આવ્યો. હવે તો સંમેલનમાં અને સંમેલનની બહાર સ્વામીજીના વ્યાખ્યાનોની ધૂમ મચી ગઈ. હિંદુ ધર્મની આ યુક્તિયુક્ત અને સુંદર વ્યાખ્યાથી અમેરિકી જનતાનો મંચ મુગ્ધ થઈ ગયો.
સ્વામીજી બે વર્ષ સુધી અમેરિકામાં અને બે વર્ષ સુધી યુરોપના દેશોમાં હિંદુ ધર્મના સાર્વભોમ અને શાસ્ત્ર આનંદદાયક સ્વરૂપના સંદેશની ધૂમ મચાવી અને આ બધા દેશોમાં સંસ્થાઓની સ્થાપના કરી ભારત પાછા ફર્યા.
સ્વામી વિવેકાનન્દજી જ્યારે પાછા આવ્યા, ત્યારે કલકત્તામાં જનતાએ ઘણા ઉત્સાહ અને જોશથી તેમનું સ્વાગત કર્યું. સ્વામીજીએ એ સભામાં આ ચિરસ્મરણીય શબ્દો કહ્યા - "मेने मोक्ष की प्राप्ति के लिये संन्यास नहीं लिया किन्तु मानव सेवा के लिये ही इसे ग्रहण किया है।"
આ લક્ષ્યની પૂર્તિ માટે સ્વામીજી એ "રામકૃષ્ણ મિશન" ની સ્થાપના કરી

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE