શિક્ષિત સસલું ...
એક સસલો હતો. તેનું મગજ જરા તેજ હતું. આથી નાનપણથી શિક્ષણ મેળવવાની ઝંખના વધારે પડતી હતી. આથી એને સારી શાળામાં દાખલ કરવામાં આવ્યો અને એ ખૂબ મહેનત કરતો અને ખૂબ સારા પરિણામો લાવતો. આથી ભણવામાં હંમેશાં એ મોખરે રહેતો. ભણવામાં મોખરે રહેવું એ ઘણી સારી વાત ગણાય પરંતુ સસલાની તકલીફ એ હતી કે સારું ભણવાને લીધે એ અભિમાની બની ગયો. અને જ્યાં ને ત્યાં એવું જ બતાવ્યા કરે કે પોતે જ બુદ્ધિશાળી છે અને બીજા બધા મૂર્ખ અથવા અજ્ઞાની છે. જેણે શિક્ષણ નથી લીધું તેનું જીવન એળે ગયું છે વગેરે વગેરે.
જ્યારે એ ભણીને ઘેર પાછો આવતો હતો ત્યારે પોતે બધાનાથી વિશેષ છે એવો ભાવ એના મનમાં રમ્યા કરતો હતો. એવામાં સામે એક મગર મળ્યો. સસલાને થયું કે ચાલ મગર સાથે થોડી વાતો કરીને માઈન્ડ ફ્રેશ કરું. એટલે એ મગર સાથે વાતે વળગ્યો. એણે મગરને પહેલાં જ પૂછ્યું કે, ‘તું શું ભણ્યો છે ?’ મગર કહે, ‘ભાઈ એ મારું કામ નહીં. આપણે તો બસ જીવન ગુજારીએ છીએ. ભૂખ લાગે ત્યારે નદીમાં પડવાનું, શિકાર શોધવાનો અને પેટ ભરાઈ જાય એટલે નદીના કાંઠે ઝાડ નીચે પડ્યા રહેવાનું. સસલો કહે, ‘અરે યાર, આ તે કંઈ જીવન છે. જે ન ભણ્યા એની જિંદગી પાણીમાં ગઈ અને તારી જિંદગી તો આમેય પાણીમાં જ પસાર થાય છે. તમને ખબર નથી પડતી કે તમે ભણ્યા વગર કેટલું ગુમાવો છો ! ભણો તો ખબર પડે કે આ દુનિયા કેટલી મોટી છે ? તમારામાં અને કૂવામાંના દેડકામાં કશો ફરક નથી. વળી, અભણ અને આંધળો બંને સરખા. કંઈક ભણો તો બુદ્ધિનો વિકાસ થશે.’ એમ કહીને સસલાએ શિક્ષણના મહત્વ પર લાંબુ લચાક ભાષણ આપી દીધું. મગર બિચારો સસલાના શિક્ષણ પરના આંતરરાષ્ટ્રીય કક્ષાના વિચાર સાંભળીને સૂઈ ગયો.
સસલાને થયું કે, ‘આ ઘનચક્કરને મેં ક્યાં શિક્ષણની વાતો કરી. આ જાડી ચામડીવાળાને આ વાતોની જરૂર જ ક્યાં છે ?’ એમ વિચારીને સસલો આગળ ગયો તો આગળ નદી પાર કરવાની આવી. હવે સસલાને તરતા આવડે નહિ એટલે શું કરે ? એટલે તરત જ એને મગરની યાદ આવી ગઈ. એ દોડતો દોડતો મગર પાસે આવ્યો. મગરને જગાડ્યો અને મગરની પીઠ પર બેસીને નદી પાર કરી. સસલાને થયું કે આ અભણ લોકો તો આ કામ માટે જ જન્મ્યા છે.
કાંઠાની પેલે પાર જઈ રસ્તામાં સસલાને વાંદરો મળ્યો. એટલે સસલાએ વાંદરાને પૂછ્યું કે, ‘તું ભણેલો છે ?’ વાંદરો કહે કે ‘ના.’ એટલે સસલાએ વાંદરાને પણ ઊભો રાખીને શિક્ષણ વિષે લાંબુલચાક ભાષણ આપી દીધું. એવામાં વરસાદ પડવા લાગ્યો. રાત કાઢવાનો પ્રશ્ન ઊભો થયો. સસલો ગભરાઈ ગયો. વાંદરો કહે, ‘હું વ્યવસ્થા કરી આપું છું.’ અને વાંદરાએ ઝાડ પર ચઢીને થોડી ડાળીઓ અને પાંદડા તોડીને નાની એવી સુંદર જગ્યા બનાવી દીધી કે જેની અંદર સસલાની રાત સારી રીતે પસાર થાય. જાણે કે એક નાની ઝૂંપડી. સસલાએ ચૂપચાપ રાત પસાર કરી અને સવારે શાંતિથી નીકળી ગયો. તેને થયું કે વાંદરાએ ઝૂંપડી ન બનાવી આપી હોત તો મારું આવી જ બનત.
પછી તેને કાબરો મળી. સસલાએ જાણી લીધું કે કાબરો પણ ભણી નથી. એટલે એણે વળી શિક્ષણના મહત્વની કેસેટ વગાડવા માંડી. વાત કરતાં કરતાં બપોર પડી. સસલાભાઈને ખૂબ ભૂખ લાગી. આજુબાજુ ક્યાંય ઘાસ નહોતું. એટલે કાબરો ઉડીને નદી કાંઠે જઈને લીલુછમ ઘાસ સસલા ભાઈ માટે લઈ આવી કે સસલાભાઈ આટલું ભણેલા છે તો આપણે એમની સેવા કરવી જોઈએ. વળી સસલું આગળ ગયું તો વાઘ મળ્યો. સસલાએ વાઘને પણ શિક્ષણની વાતો કરી અને આગળ વધ્યું. એવામાં સામેથી બે શિકારી કૂતરા સસલા તરફ ધસી આવતા હતા. સસલાને લાગ્યું કે, ‘હવે મર્યા.’ જીવ બચાવવા તે દોડ્યો સીધો વાઘ પાસે. વાઘે સસલાને શિકારી કૂતરાના પંજામાંથી છોડાવ્યું અને સસલું આગળ વધ્યું.
હવે સસલાને ખબર પડી કે પોતે બુદ્ધિ અને દિમાગના જોર પર ભણી તો કાઢ્યું પરંતુ પોતાની પાસે માત્ર પુસ્તકીયું જ્ઞાન જ છે, વ્યવહારુ જ્ઞાન તો છે જ નહિ. જીવન જીવવા માટે વ્યવહારુ જ્ઞાન જરૂરી છે. મગરની પાણીમાં તરવાની આવડત, વાંદરાની ઝૂંપડી બનાવવાની આવડત, કાબરની ઉડવાની આવડત અને વાઘની રક્ષણ કરવાની આવડત આગળ પોતાનું પુસ્તકીયું જ્ઞાન સસલાને થોડું ઉતરતું લાગવા માંડ્યું. એને થયું કે મગજની સાથે સાથે આપણા શરીરના અન્ય અંગો પણ કામ કરવા જોઈએ. ત્યારથી સસલાએ કમ સે કમ નહીં ભણેલા પ્રાણીઓને ઉતારી પાડવાનું અને મશ્કરી કરવાનું છોડી દીધું. એને થયું કે આ દુનિયા બધાથી ચાલે છે, માત્ર ભણેલાથી નહીં...

No comments:
Post a Comment