બલદેવપરી બ્લોગ: જીપીએસસીના(GPSC) પરિક્ષા માળખામાં ફેરફાર

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Thursday, 2 January 2014

જીપીએસસીના(GPSC) પરિક્ષા માળખામાં ફેરફાર

GPSC FULL SYLLABUS

મિત્રો, ગુજરાત સરકાર આગામી વર્ષોમાં બહુ મોટાપાયા પર ભરતી કરવા જઇ રહી છે. આ માટે ગઇકાલે કેબીનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ગુજરાત સરકારના મહત્વના હોદાઓ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરવાનું કામ કરતી સંસ્થા GPSC નું પરિક્ષા માળખુ પણ સરકારશ્રીએ બદલાવેલ છે. હવે નીચે મુજબનું માળખુ આ પરિક્ષાઓ માટે નક્કી થયુ છે.

પ્રથમ તબક્કો - પ્રિલીમીનરી પરિક્ષા

આ તબક્કામાં ત્રણ પેપર હશે જે વૈકલ્પિક (MSQ) હશે. કુલ 500 માર્કસની આ પરિક્ષા હશે

.1. ગુજરાતી અને અંગ્રેજી વર્બલ સ્કીલ - 150 માર્કસ અને 90 મીનીટ

2. એપટીટ્યુડ ટેસ્ટ - 150 માર્કસઅને 90 મીનીટ
3. સામાન્ય જ્ઞાન - 200 માર્કસ અને 120 મીનીટ

બીજો તબક્કો - મુખ્ય પરિક્ષા


આ તબક્કામાં કુલ પાંચ પેપર હશે જેમાં ત્રણ પેપર વર્ણનાત્મક અને બે પેપર વૈકલ્પિક હશે. 

કુલ 900 માર્ક્સની આ પરિક્ષા હશે.

1. ગુજરાતી ભાષા - 200 માર્કસ અને 3 કલાક

2. અંગ્રેજી ભાષા - 100 માર્કસ અને 3 કલાક

3. કોઇપણ એક વિષયનું પેપર - 200 માર્કસ અને 3 કલાક ( કુલ 28 વિષયમાંથી કોઇએક વિષય પસંદ કરવાનો છે.)
4. સામાન્ય જ્ઞાન -1 ..... 200 માર્કસ અને 100 મીનીટ ( MCQ )
5. સામાન્ય જ્ઞાન - 2 ......200 માર્કસ અને 100 મીનીટ ( MCQ)


મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અગાઉ આયોગમાં પ સભ્ય હતા. હવે આયોગના અધ્યક્ષ સહિ‌ત આઠ સભ્ય રહેશે. આ સાથે જીપીએસસી દ્વારા રાજ્ય વહીવટી સેવામાં ભરતી માટે લેવામાં આવતી સંકલિત સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરી ઓબ્જેક્ટિવ (હેતુલક્ષી) પ્રકારનું પ્રશ્નપત્ર ઉમેરવામાં આવ્યું છે.


- પરીક્ષાની નવી પદ્ધતિ શી રહેશે?ગુજરાતી-અંગ્રેજી માધ્યમમાં સ્પર્ધાત્મમાર્ક), 

વૈકલ્પિક વિષય (૨૦૦ માર્ક), 
વિવરણાત્મક તથા સામાન્ય જ્ઞાન ૧
ક પરીક્ષા લેવાશે.ઉમેદવારી માટેની ઉપલી વયમર્યાદા ૩૦ વર્ષની રહેશે.પ્રારંભિક પરીક્ષા હેતુલક્ષી રહેશે, જેમાં ત્રણ વિષય હશે.મુખ્ય પરીક્ષામાં ગુજરાતી (૨૦૦ માર્ક), 
અંગ્રેજી (૧૦૦ 
અને ૨ હેતુલક્ષી પ્રકારના ૨૦૦-૨૦૦ માર્કના પ્રશ્નપત્રો રહેશે.
સામાન્ય જ્ઞાન ૧ના પ્રશ્નપત્રમાં ગુજરાતનો ઇતિહાસઅને સંસ્કૃતિ, સામાન્ય આર્થિ‌k  બાબતો, જાહેર વહીવટ અને રાજ્ય સરકારની સેવાઓ વિષયને આવરી લેવાશે.


પરીક્ષામાં ગુજરાતી ભાષા વધુ હશે 
પ્રથમ વખત અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા યોજવામાં આવશે, પરંતુ તેમાં પણ ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર ફરજિયાત રહેશે. લેખિત પરીક્ષામાં ગુજરાતીનો વ્યાપ વધારાયો હોવાનું પણ નીતિનપટેલે જણાવ્યું છે.
રાજ્યમાં ૧૦ વર્ષમાં ૨.૫૩ લાખ નોકરીઓ

-->ભાજપ સરકારે લોકસભાની ચૂંટણીને દ્યાને રાખીને યુવાનોને આકર્ષવા નવા વર્ષના આરંભે 'સરકારી નોકરીઓનુ પેકેજ' જાહેર કર્યું છે. 

આગામી ૧૦ વર્ષમાં રાજ્ય સરકારના ૨૬થી વધૂ વિભાગો તેમજ ૫૩થી વધારે બોર્ડ, નિગમ અને કોર્પોરેશન, ગ્રાન્ટેડ સંસ્થાનો, એકમોમાં ૨.૫૩ લાખ જગ્યા ભરશે. દરવર્ષે તબક્કાવાર ૧.૫૩ લાખ સરકારી અને૧ લાખ બોર્ડ- કોર્પોરેશન જેવા સરકારી ગ્રાન્ટ આધારિત એકમોમાં ખાલી પડનારી જગ્યાઓ માટે ભરતી કરશે.

સરકારનું ચૂંટણીલક્ષી 'નોકરી પેકેજ',
-->આ વર્ષે ૩૪,૦૦૦ નોકરીઓ.
વર્ષ ૨૦૨૪ સુધી ૧.૫૩ લાખને સરકારી અને ૧ લાખ બોર્ડ- કોર્પોરેશનમાં નોકરીઓ મળશ.

ેએક દાયદા સુધી બાંધ્યા વેતનને સરકારી નોકરી માટે સમયાનુસાર કેટલીક જૂની કેડરો રદ થશે. નવી ટેકનોલોજી, વહીવટી સુધાર હેઠળ નવી કેડર ઊમેરાશે. આમ કુલ ૨૯૮ કેડરમાં વર્ગ-૧ થી લઈને વર્ગ- ૩ના અધિકારી, કર્મચારીઓની ભરતી થશે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને બુધવારે મળેલી મંત્રી પરિષદની બેઠકમાં આગામી૧૦ વર્ષમાં સરકારી સેવામાં માનવબળની જરૂરિયાતને પૂર્ણ કરતા ''ગવર્નમેન્ટ રિક્રુટમેન્ટ કેલેન્ડર''ને મંજૂરી આપવામાં આવી હતી. તેની જાહેરાત કરતા પ્રવક્તામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે,બદલાતા સમયના પરિપેક્ષ્યમાં ટેકનોક્રેટ માનવબળ સરકારને ઉપલબ્ધ બને તે માટે ગુજરાત જાહેર સેવા આયોગનું પુનઃગઠન કરાયું છે.સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ અને તેની વ્યવસ્થા પણ બદલાઈ છે. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જાહેર સેવાઓની પબ્લીક ડિલીવરી સિસ્ટમમાં ગુણાત્મક બદલાવ અને કૌશલ્યવાન યુવાનોનેઅવસર આપવા પ્રતિબધ્ધ છે. તેની અનુભૂતિ આ ગવર્નમેન્ટ રિક્રુટમેન્ટ કેલેન્ડરમાં થશે. આગામી ટૂંક જ સમયમાં સરકાર વિવિધ સેવા ભરતી માટેનુ રિક્વિઝિશન પ્લેસિંગ કરશે.
૨૦૧૪માં ૩૬,૦૦૦ અને '૧૫માં ૨૦,૪૦૦ નોકરી
પ્રવક્તા મંત્રી નીતિન પટેલે ઉમેર્યું હતું કે, આ વર્ષે ૨૦૧૪ના અંત સુધીમાં રાજ્યમાં ૩૬,૦૦૦ જેટલી સરકારી નોકરીઓ મળશે. તેમાંથી ૧૬,૦૦૦ નોકરીઓ માટેનું પ્લાનિંગ થઈ ચૂક્યું છે. 

તેમાંથી ૪૭૦ જગ્યાઓ વર્ગ-૧ની રહેશે. જીએએસ ઉપરાંત વર્ગ-૨ની ૩૦૬૮ જગ્યા અને વર્ગ ૩ના ૧૧,૬૦૦ ખાલી પદો ભરવામાં આવશે. ત્યારપછીના વર્ષ એટલે કે૨૦૧૫માં ૨૦,૪૦૦ જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં ડેપ્યુટી કલેક્ટરથી લઈને તલાટી અને ડીવાયએસપીથી લઈને સબ ઈન્સપેક્ટર સુધીનો સમાવેશ થાય છે.ઊપલી વયમાં વધારો નહીં.

લગભગ ૭ વર્ષ પછી ક્લાસ વન ઓફિસરોની ભરતી કરવા જઈ રહેલી સરકાર છેલ્લા ૮-૧૦ વર્ષથી નોકરી માટેની તકની રાહ જોઈ રહેલા ૩૫ વર્ષથી વધૂની વય વટાવનાર યુવાનોને તક આપવા માગતી નથી. ઉમેદવારી માટે ઉપલીવય મર્યાદા ૩૦ વર્ષ સુધીની જ રહેશે. અનામતનો ક્વોટા યથાવત રાખવામાં આવ્યો છે.એક જ વર્ષમાં પરીક્ષા, ઈન્ટરવ્યૂ ને નિમણૂકબુધવારની કેબિનેટ બેઠકમાં જાહેર થયેલા ગવર્નમેન્ટ રિક્રુટમેન્ટ કેલેન્ડર અનુસાર એક જ વર્ષમાં ખાલી પડનારી જગ્યાની જાહેરાત, પરિક્ષા અને ચયન પ્રક્રિયા પૂર્ણ કરી પસંદ થયેલાને નિમણૂકપત્રો આપી દેવાશે.તગડા પગારદારો રિટાયર્ડ થશે, સરકારી પૈસા બચશેગુજરાત સરકાર ફિક્સ વેતન અંગે પ્રર્વતમાન નીતિ છે તેના હેઠળ જ નવી ભરતી કરવાની છે. જેથી છઠ્ઠા પગારપંચ અને ભવિષ્યમાં આવનારા સાતમાં પગારપંચ હેઠળ જૂના અધિકારી, કર્મચારીઓને ચૂકવાતા તગડા પગારો રિટાયર્ડ થશે. તેમની અવેજમાં ફિક્સવેતનથી ભરતી કરશે તો સરકારને વર્ષે દાહડે કરોડોની બચત થશે.
૨૦૨૦ સુધી ખાલી પડનારી જગ્યાઓ

વર્ષ         જગ્યા

૧૩-૧૪  -  ૧૮,૩૪૪

૧૪-૧૫  -  ૧૮,૬૩૬
૧૫-૧૬   - ૧૮,૮૮૪
૧૬-૧૭   - ૧૮,૬૩૩
૧૭-૧૮  -  ૧૮,૪૨૯
૧૮-૧૯  -  ૨૦,૨૩૦
૧૯-૨૦   - ૧૯,૭૬૪

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો

ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE