આયુર્વેદનો ખજાનો
હળદરનો આયુર્વેદિક ઉપયોગ,ફેસિયલને પણ ભુલી જશો..................
હળદર મસાલા સાથે એક આયુર્વેદિક ઔષધી પણ છે.તેની અંદર અનેર અનમોલ ઔષધીય ગુણ છુપાયેલા છે.હળદરના આ ગુણોને કારણે તેનો પ્રયોગ અનેક બીમારીઓનો ઈલાજ પણ કરે છે.ભારતમાં સદીઓથી હળદરનો પ્રયોગ ઔષધીના અને મસાલાના રૂપમાં કરવામાં આવે છે.વર હોય કે વધુ બંને માટે રંગ નિખારવા માટે હળદરનુ મિશ્રણ લગાવવાની પરંપરા છે.માનવામાં આવે છે કે હળદરનુ ઉબટન લગાવવાથી ન માત્ર રંગ નિખારે છે પણ ત્વચાને નિરોગી બનાવે છે.
આચાર્ય સુશ્રુતે હળદરને શ્વાસના રોગ,ખાંસી અને આંખોની બીમારી દુર કરવામાં કારગર માનવામાં આવે છે.આ ઉપરાંત પાચન,કુષ્ટ અને ડાયાબિટીસ જેવા રોગમાં પ્રભાવકારી અને સૌર્દંય માટે પણ લાભકારી છે.આ જ કરાણે જુના સમયમાં વર વધુના રૂપના સૌદર્ય માટે હળદરનુ ઉબટન લગાવવામાં આવે છે.જેને આપણે પીઠી કહીએ છીએ.
આગળ જાણો હળદરના પ્રાચીન ઉપયોગ વિશે...
હળદરને થોડી માત્રામાં લઈ તેમાં માખણ સારી રીતે મિકસ કરો.આ તૈયાર કરેલા મિશ્રણને ત્વચા પર સારી રીતે લગાવી દો.અડધો કલાક બાદ સ્નાન કરી લો.થોડા દિવસનો આ પ્રયોગ ત્વચા ચમકાવવા લાગશે અને તમારુ રૂપ કલપના બહાર નિખરશે.જે તમને ફેસિયલ જેવો ગ્લો આપશે.
///////////////////////////////////////
Try this - આટલુ અજમાવી જુઓ
કંટ્રોલ રહેશે વજન - બધા પ્રકારના ખાટા ફળો જેવા કે મોસંબી, સંતરા અને લીંબૂ વગેરેનુ સેવન કરવુ જોઈએ. તેનાથી શરીરનું વજન નિયંત્રણમાં રહે છે
ચહેરા પર ગ્લો માટે - બેસન અને હળદરમાં સરસિયાનું તેલ મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ બનાવી લો. અઠવાડિયામાં બે વાર આ પેસ્ટને ચહેરા પર લગાવીને ઘસો. તમારો ચેહરો એક મહિનામાં જ ગ્લો કરતો જોવા મળશે.
ગઠિયાના રોગમાં કારગર ઉપાય - ઓછા ફેટવાળા ડેયરી પ્રોડ્ક્ટ્સ જેવા કે દૂધ, દહીનુ સેવન કરવાથી યૂરિક એસિડ ઓછુ થાય છે જે ગઠિયાના રોગીઓ
માસિક ધર્મની પીડા ઓછી કરવા માટે - દહીંમાં કાકડી છીણીને તેમા ફુદીના, સંચળ, કાળા મરી અને જીરા પાવડર નાખો. આનુ સેવન કરવાથી માસિક ધર્મની પીડા ઓછી થશે
કરચલીઓથી બચવા માટે - ઈંડાના સફેદ ભાગને નિયમિત રૂપે ચેહરા પર લગાવો અને સૂકાયા પછી ચેહરાને ધોઈ લો. આનાથી ત્વચા ટાઈટ પણ થશે.
લાભકારી તરબૂચ - તરબૂચ ફ્લોરિક એસિડનુ સારુ સ્ત્રોત છે. જે વાળને સ્વસ્થ રાખવા માટે ખૂબ જરૂરી છે. તેથી તરબૂચ પુષ્કળ પ્રમાણમાં ખાવુ જોઈએ.અપનાવો નેચરલ ઉપાય - સફેદવાળ દેખાય નહી એ માટે ઘણા લોકો હેયરડાયનો ઉપયોગ કરે છે તેના બદલે મહેંદીનો ઉપયોગ કરવો જોઈએ.
એનિમિયાનો અક્સીર ઈલાજ - મૂળીનો રસ અને દાડમનો રસ સમાન માત્રામાં મિક્સ કરીને એનિમિકે સેવન કરવુ જોઈએ. આનાથી શરીરમાં લોહીની કમી દૂર થાય છે.
ચહેરો ક્લીન કરવા માટે - લીંબુ નેચરલ બ્લીચ છે. તેનો રસ ચેહરા અને ગરદન પર લગાડવાથી કાળાપણું દૂર થાય છે. તમે આમા ચાહો તો મધ પણ મિક્સ કરી શકો છો.
શુગર કંટ્રોલ કરવા માટે - કાકડી(ખીરા)નું નિયમિત સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તેથી ડાયાબિટિકે આનુ સેવન વિશેષ રૂપે કરવુ જોઈએ.
બ્લેક હેડ્સ સાફ્ કરવા માટે - બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને તેને નાક અને દાઢી પર ઘસો. ત્યારબાદ ચેહરો સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. બ્લેકહેડ્સ દૂર થઈ જશે.
No comments:
Post a Comment