ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર
તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર
હેઠા મૂકાશે હાથ ને ભેગા થશે પછી જ
કોશિશ જ્યાં પતે, ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.
જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યાં છે ભૂલકાં
લાગે છે તને દૂરના ચશ્મા ય ઈશ્વર
કહે છે તું મંદિરે છે કેવો હાજરાહજૂર
તું પણ શું ચકાચૌંધથી અંજાય છે ઈશ્વર?
થોડાં જગતના આંસુઓ ને થોડા મરીઝના શેર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર?

સૌમ્ય જોશીની કવિતાની અહીં પસંદીદા પંક્તિઓ યાદ આવી. અને સાથે યાદ આવ્યો આ ટૂચકો. એક બહેનજી શરદીની ફરિયાદ કરતાં ડૉકટર પાસે દવા લેવા ગયા. ડૉકટરે કહ્યું પાણીના ટબમાં બરફ નાખી, એમાં એક કલાક પડ્યા રહેવું, અને એસી લોએસ્ટ ટેમ્પરેચર પર ચાલુ રાખવું. બહેન મૂંઝાઇ ગયા. પૂછ્યું ‘સાહેબ, આવું કરવાથી કંઇ શરદી મટી જાય?’ ડૉકટરે ફીના પૈસા ગણતા ગણતા જવાબ આપ્યો. ‘ના, પણ તમને ન્યુમોનિયા થઇ જશે અને એની મોંઘી દવાઓનો હું શ્યાલિસ્ટ છું, એ ત્યારે લખી શકીશ!’
આપણા મોટા ભાગના ધાર્મિકતાના (ધર્મ તો બહુ દૂરની વાત છે, અને અઘ્યાત્મ
તો અનંત કોટિ બ્રહ્માંડ દૂર છે!) ધંધાર્થીઓ આ ડૉકટર જેવા હોય છે! જરાક
દુખથી પીડાતો દર્દી પહોંચે, એટલે એમને નવા - નવા દરદો વળગાડીને જૂનું
મટાડવાના નામે ગભરાવીને મોટી બીમારીનો કાયમી રોગી બનાવી, પોતે ભોગી બનીને
યોગી હોવાનો તમાશો કર્યા કરે!
ધર્મપ્રચાર કરતાં શિક્ષણવિચારને વઘુ મહત્વ આપતા દેશવિદેશ ફરેલા એક સાહિત્યપ્રેમી સ્વસ્થ સંત સ્વામીનારાયણ સંપ્રદાયના શ્રી માધવપ્રિયદાસજીએ એક જાહેર વ્યાખ્યાનમાં અદ્ભુત પારદર્શકતા સાથે ભાવકોને કહેલું કે ‘‘અમારા ક્ષેત્રમાં પણ ભિક્ષુકો વધી ગયા છે. આશીર્વાદથી ઉદ્ઘાટન સુધી અમે (ભારતના અઢળક ધર્માચાર્યો- એમની સિમ્પલ જનરલ કોમેન્ટમાં અર્થનો અનર્થ કરવો નહિ) સતત સમાજ પાસે જઇને કોઇ પ્રવૃત્તિ, પ્રસિદ્ધિ કે પૂજાપાઠ માટે ફંડ જ ઉઘરાવતા ફરીએ હાથ લંબાવીને, આમાં સંતત્વનું સત્વ કે અઘ્યાત્મમાંથી જાગતી અવિચળ અસ્મિતા ક્યાં આવી?’’
સદ્નસીબે આપણી પાસે હજુ આવા સમજદાર સાઘુઓ થોડાક ઘણી જગ્યાએ છે. પણ આપણે વાત કરીએ છીએ તકલાદી અને તમાશાપ્રેમી ‘તકસાઘુ’ઓની! જે સમાજની ગુણવત્તા પર નહિ, પણ કાયરતા પર જીવે છે!
* * *

ભારતમાં વઘુ મંદિરો જોવા મળે. બાકી આમ તો તમામ પ્રકારના ધર્મસ્થાનકો અને
આશ્રમો, મઠો જેવા એની સાથે જોડાયેલા સંસ્થાનોમાં પથ્થર જોવા મળે છે. અલગ -
અલગ ઘાટ અને આકારના પથ્થર. લિસ્સા અને ખરબચડા, શ્વેત અને શ્યામ પથ્થર.
રત્નજડિત અને સુવર્ણઆભૂષણમંડિત પથ્થર. ગોળ, ચોરસ પથ્થર. જેમને મનગમતા
આકારોમાં ઢાળવામાં આવે છે. અને પછી એમની એજન્સી લઇને પથરા જેવા
શ્રદ્ધાળુઓના ટોળાને ઉસ્તાદ ‘કલાકાર-કસબી’ઓ પોતાને મનગમતા આકારમાં ઢાળે છે.
માનસિક રીતે એમને પોતાના જેવા, સોરી પથ્થર જેવા જડ બનાવી દે છે.
મંદિરો-મસ્જીદો બહાર આપણે ત્યાં સૌથી વઘુ ભિખારીઓ લટાર લગાવતા હોય છે.
મફતિયાવૃત્તિથી જ ત્યાં અડ્ડો જમાવી બેસે છે. ચપ્પલ ચોરાવાથી લઇને દર્શન
કરાવવા સુધીની ઉઘાડી છેતરપીંડી પણ ત્યાં જ ચાલે છે.
અને આ ભિખારીઓની કતાર વળોટી મંદિરમાં દાખલ થાવ, ત્યાં પણ સોફિસ્ટિકેટેડ બૅગર્સ જ જોવા મળે છે. મોટી ચરબીવાળું દાન નોંધાવો, તો વજનદાર ટ્રીટમેન્ટ મળે. ભગવાન જાણે એમની ‘ડિસ્કવરી’ નહિ, પણ ‘લેબોરેટરી ઈન્વેન્શન’ હોય એમ એમની સૉલ સેલંિગ પૅટન્ટ પર કબજો કરેલા આ બૅગર્સ હોય છે. એમાંના કેટલાક બીજાઓને સંબંધોમાં પ્રેમની વાત કરતા પોતાના ઘરસંસારને સાચવી શકતા નથી. કેટલાક સંસારત્યાગીઓ સમાજને સંપ અને સંયમની વાતો કરતા કરતા પોતે પોતાના જેવા જ ધંધાકીય હરીફ સામે લીલું ઝેર ઓકવા લાગે છે. અંદરોઅંદર મારામારી કરીને કોર્ટે ચડે છે! બાકીના કેટલાક એરણની ચોરી કરી, સોયનું દાન કરે છે. અગાઉ પણ લખેલું - ભારતભરમાં કોઇપણ ધર્મનું એવું ધર્મસ્થળ બતાવો, જ્યાં સમાજમાં સફેદી ફેરવવાવાળાઓ એવું પાટિયું લગાડીને બેઠાં હોય કે ‘‘અહીં કાળા નાણાનું દાન સ્વીકારવામાં આવતું નથી!’’ ક્યાંય નીતિમત્તાના ન્યાયાધીશો આ નિયમ પાળી શકે તેમ નથી. એમને એમનો પથારો ચલાવવો હોય છે.

અને ત્રીજા પ્રકારના ભિખારીઓ આ બધા મંદિર - મઠ - ગિરિજાથર - ગુરૂદ્વારા
વિગેરેની અંદર હોય છે જે પોતાની માંગણીઓનું લાંબુલચ લિસ્ટ લઇને હાજર થઇ
જતાં હોય છે. સંતાનમાં દીકરો આપજો, દીકરીનું સગપણ કરાવજો, પરીક્ષામાં પાસ
કરજો, રોગ દૂર કરજો, સ્વર્ગ આપજો, મોક્ષ આપજો. દે દે, ભગવાન, અલ્લાહ, વાહે
ગુરૂ, ગોડ દે દે. બીજા કરતાં ઝાઝું દે. અબઘડી ને અત્યારે જ દે. હું જ
સ્પેશ્યલ બૅગર છું. પહેલા મારી બૅગ ભરી જ દે.
ધર્મસ્થાનકોમાં દિવ્ય, પવિત્ર વાયબ્રેશન્સ હોય છે, એવું કહેવાય છે. પણ અહીં તો જ્યાં જુઓ ત્યાં કાનના પડદા ઘુ્રજાવતા ઘોંઘાટના વાયબ્રેશન્સ હોય છે. આસ્થા એક ગૃહ-ઉદ્યોગ છે. વ્યસનમુક્તિની અપીલ કરતા ધર્મના સ્થાનક સામે એના જ નામનો પાનનો ગલ્લો હોય, એ જોઇને કોઇની લાગણી નથી દુભાતી. જીવજંતુઓની હંિસાને પાપ સમજતાં જ્યારે માણસો મરાવી નાખે છે, ત્યારે કોઇના પેટનું ગંગાજળ કે આબેઝમઝમ હલતું નથી. અભક્ષ ખોરાક વર્જ્ય ગણનારા શુઘ્ધાત્માઓ જમીનો બબ્બે કટકે ‘ખાઇ’ જાય છે. પ્રેમચંદની વાર્તા ‘ગાંઠ’ પરથી સત્યજીત રાયે ફિલ્મ બનાવી હતી ઃ સદ્ગતિ. જેમાં પંડિતજીના ઘેર લાકડા ફાડવા જનાર અસ્પૃશ્ય ચમાર ભૂખ્યો જ મરી જાય છે, જેની લાશને અંધારામાં પંડિત ગાળિયો નાખી ઢસડીને લઇ જાય, ત્યારે માણિકદા (સત્યજીતબાબુ) કેમેરા એમની જનોઇ તરફ ફોકસ કરે છે. સિમ્બોલિક ગાળિયો છે, આ કર્મકાંડોના બંધનના દંભનો. રિચ્યુઅલ વઘ્યા છે, સ્પિરિચ્યુઅલનું શું?
એવો કશો ખટકો આપણે ત્યાં કોઇને થતો નથી. ધર્મસ્થળો પાસેની ભીડ મનને સ્વચ્છ તો કરતાં કરશે, પણ પહેલા તો ભયંકર ગંદકી કરે છે. કોઇકનું બૂરૂં કરવા માટે ભગવાનને સારીસારી ભેટો ચડાવે છે. સ્થિતપ્રજ્ઞતાની વાતો કરતા કરતા પશ્ચિમ સામે (મૂળ તો દરેક મોરચે પરાજયના ફ્રસ્ટ્રેશનથી) યાદ કરી કરીને દ્વેષ ઓકે છે. સેક્સની ટીકા કરવામાં જ એટલો રસ પડે, કે સેક્સને બદલે એની એલર્જી જ વિકૃતિ થઇ જાય! નાતજાતના, શિષ્યોના-ગુરૂઓના, પંથો-મતોના, સૂર્ય-ચંદ્રના વાડા, કોર્પોરેટ કંપનીઓ જેવી બ્રાન્ચીઝ. એમના પી.આર. મેનેજર. એની પેઇડ સેલ્સફોર્સ. સમર્પણની ભક્તિમાં કોની શક્તિ વઘુ, એના અભિમાનની હુંસાતૂંસી.

ધર્મ ભારતની સૌથી મોટી મલ્ટીનેશનલ કંપની છે. એમાં સેંકડો હ્યુમન બ્રાન્ડ
છે, જેમાંની કેટલીયે પ્રોડક્ટ અંદરથી પોલી અને બોદી છે, પણ કસ્ટમર કષ્ટ
ઉઠાવીને મરી મરીને, મારી મારીને કંપનીઓ અને એના શાહસોદાગરોને જીવતા રાખે
છે. કારણ કે, એનો ડર આ બિઝનેસ ચલાવે છે. ભલભલા કહી ગયા છે, ધાર્મિકતા
ભારતની સઘળી સમસ્યાઓનું મૂળ છે. સ્વામી વિવેકાનંદથી સ્વામી સચ્ચિદાનંદ આવશે
ને જશે, પણ ફોલ્ટલાઇન સંધાશે નહિ, ત્યાં સુધી ભૂકંપના આંચકા આવતા રહેશે
એટલે પ્રજા સુધરશે નહિ. દુનિયામાં સૌથી વધારે અવતારો અહીં આવીને થાકી ગયા
છે.
યુરોપમાં આવા અંધકાર સામે નવજાગરણ (રેનેસાં) થયું. ભારતમાં થોડાંક ટમટમિયાંઓ અંધારાની ફૂંકથી ઓલવાઇ ગયા. કારણ કે, અહીં પબ્લિક નથી. બીકણ ઘેટંાનું ટોળું છે. પાછું લુચ્ચું અને લાલચુ ટોળું. જેને કર્મની સિદ્ધિમાં રસ નથી. જ્ઞાની બુદ્ધિમાં રસ નથી. ભક્તિની શુદ્ધિમાં રસ નથી. રસ છે, તો બસ કેવળ રિદ્ધિ (ધન) અને પ્રસિદ્ધિ (કીર્તિ) કમાવતી વિધિઓમાં! આવી ઈગોઇસ્ટિક નેરોમાઇન્ડેડ સોસાયટી સામે કોઇ વિદ્વાનો કે આગેવાનો રેનેસાં નથી લઇ આવતા, ત્યારે એ કોશિશ આપણી ફિલ્મો, કેટલાક સમજુ કળા-સાહિત્યના મરમી કસબીઓ કરે છે, કુંભકર્ણના કાનમાં નગારે દાંડી પીટવાની. શેખચલ્લીને બાવડું પકડીને બેઠો કરવાની. અને આ ફીઅરલેસ ફિલ્મ પૂરી થયા પછી થિએટરમાં ઊભા થઇને તાળી પાડવાનું મન થાય એવી એક ફિલ્મ આવી જ શાંત ક્રાંતિની ઝળહળ મશાલ થઇને આવી છે. ઓએમજી ઉર્ફે ઓહ માય ગોડ! આનંદની વાત એ છે કે એની ટીમ ગુજરાતી છે. કો-પ્રોડ્યુસર પરેશ રાવલ, ડાયરેકટર ઉમેશ શુકલ, સહલેખક ભાવેશ માંડલિયા, સંગીતકાર હિમેશ રેશમિયા. એ મૂળ સુખ્યાત ગુજરાતી નાટક ‘કાનજી વિરૂદ્ધ કાનજી’નું બેહતર ફિલ્મી રૂપાંતર છે જે ઓસ્ટ્રેલિયન ફિલ્મ ‘મેન હુ સ્યૂડ ધ ગોડ’ પરથી પ્રેરિત છે. પણ ફક્ત ભગવાન પર કેસનો કોનસેપ્ટ જ. બાકી જોતાવેંત ખબર પડે કે ફિલ્મની ગૂંથણી સ્વદેશી પીડાથી કેવી લથબથ ઓરિજીનલ છે! અને છતાં ય ફિલ્મની ક્રેડિટમાં પ્રાામાણિક ઉલ્લેખ પણ છે. ગણપતિ-નવરાત્રિના મંડળોમાં કે આશ્રમોમાં સીધી જ ફિલ્મી ઘૂનો પર ચોરી કરીને ભજનનો ઢાળ બેસાડવો (પછી પાછા ‘પાપી’ ફિલ્મવાળાઓને વખોડવા) જેવો ધાર્મિક દંભ અહીં નથી! ઓહ માય ગોડ સિનેમા નથી. આત્માના અભયની સાધના છે.

રીડરબિરાદર, આ લખવૈયાએ અગાઉ કહેલું કે આખા ભારતે વેન્સ્ડે ફિલ્મ જોવી, લગે રહો મુન્નાભાઇ સહુએ ફરજીયાત જોવી, એમ ઘરનું ગાડીભાડું અને ટિકિટના પૈસા ખર્ચીને જોઇને આ લેખકડો આપને હાથ જોડીને, પગે પડીને, પ્લીઇઇઝ કહીને વીનવે છે કે આ દેશનું, આપણા સહુનું ભલું ઈચ્છતા હો તો આ ‘ઓહ માય ગોડ’ સપરિવાર જોવા જાવ. બીજાને ય બતાવો. ટિકિટ ના પોસાય તો ઉપવાસ માની એક ટંક ખાઇને પણ જાવ. આપણે આવા અવાજમાં પડઘો પૂરીને આ ક્રાંતિનો ગરબો ઝીલીશું નહીં, ને ઘેર બેઠાં ચોરાઉ ડીવીડીમાં જોઇ લેશું તો બીજી વાર હંિમત કરીને કોણ આવી ફિલ્મો બનાવશે? પૈસા મફત નથી આવતા, એ પરસેવાની કમાણીની ટિકિટ ખર્ચી ફિલ્મો જોઇ છે, એટલે ખબર છે. અને એટલે જ કોઇ ધર્મસ્થાનકની પેટી કરતા આ ફિલ્મની ટિકિટબારીએ પૈસા સન્માર્ગે ખર્ચાશે, તો ઉપરવાળો વઘુ રાજી થશે, એવું ‘કાન’માં કહી ગયો છે, કોઇ ‘ઘ્યાન’ વગર! ભગવાન એમ તો આપણો ભેરૂ ખરોને, એ થોડો ભયમાં છે? એ તો ભાવમાં છે! રામકૃષ્ણ કહેતા એમ બીજાના તારના તાંતણે કરોળિયો ઉપર ન ચડે. એમના શિષ્યો ય આ વાત સાંભળી નહિ. આસ્થા એકલયાત્રા છે. એમાં માર્ગદર્શક હોય, મિડલમેન નહિ!
‘ઓહ માય ગોડ’ કોઇ કળાત્મક ફિલ્મ (શક્યતા હોવા છતાં) બનાવાઇ નથી, અને
નેરેટિવ લાઉડ, ક્લીઅર, ટુ ધ પોઈન્ટ અને છેલ્લે એક સાહિત્યિક સ્પર્શ છતાં
સાવ સિમ્પલ રખાયું છે, એ બરાબર છે. કારણ કે, આ ફિલ્મ ક્રિટિક્સ કે એવોર્ડસ
સુધી નહિ, ભારતની આમજનતાના અંધશ્રઘ્ધાળુ દિમાગ સુધી આસાનીથી પહોંચે એ જરૂરી
છે. એ પ્રોફેસર અને ઓફિસરની ચાલશે, પણ બૂટપોલિશ અને સાયકલપંચરવાળાઓને ય
સમજાય એ જરૂરી છે. આપણી ભક્તાણી મમ્મીઓની આંખે દેવદર્શન સિવાય આ
ફિલ્મદર્શનના ચશ્મા ચડે એ આવશ્યક છે. અને માઇન્ડ વેલ, એક નાસ્તિક નાયક હોવા
છતાં આ ઈશ્વરવિરોધી ફિલ્મ નથી. ઉલટું, ખુદ ઈશ્વર જેના પ્રેમમાં પડે એવી,
નરસંિહ મહેતાની ભાષામાં ‘એ સહુ પ્રપંચ પેટ ભરવા તણા’ કરનારાઓની સામે જેનો
આત્મા તત્વ ચીન્યો છે, એવી સાચી શ્રદ્ધાનો મહિમા કરતી ફિલ્મ છે.
એન્ટરટેઇનમેન્ટના નામે સડેલી શેરડીના સુકાયેલા સાંઠા જેવી કે વાસી શેકેલા મકાઇ ડોડાના બળેલા છોતરાં જેવી રદ્દી ફિલ્મો આપણા મગજના કોષોને ઉપયોગ વિના પૂંછડીની માફક ઘસી નાખે તેમ છે, ત્યારે આ એક બ્રેવ ફિલ્મ છે, જે વિચારવા મજબૂર કરે છે. સાચા ધર્મ સામે નહિ, પણ ધરમના બેશરમ દલાલો સામે દિલ ખોલીને મજબૂત દલીલો કરે છે. અહીં પરાણે ધૂસાડેલો રોમેન્ટિક ટ્રેક નથી. પણ ગાડી પહેલા જ સીનથી ટ્રેક પર ઉતરે નહિ એવી જડબેસલાક નોન-ટિપિકલ સ્ટોરી છે. જરાક, પરેશ રાવલે જીવ રેડીને પ્રસ્તુત કરેલા ફિલ્મના પિનાક ત્રિશૂળની ધાર અને પાંચજન્ય શંખની ગૂંજ ધરાવતા સંવાદોનું સેમ્પલ જુઓ. ‘યે મુજે ક્યા ગીતા સીખાયેંગે, ઈન કા આઇક્યૂ તો રૂમ ટેમ્પરેચર સે ભી કમ હૈ!.... રિસેશનમેં તો ઉનકા ધંધા ડબલ હો જાતા હૈ... ધર્મ માણસને શું બનાવે છે, એનો કાનજીભાઇનો મનને ક્ષુબ્ધ કરી નાખતો જવાબ - યા તો બેબસ બનાતા હૈ, યા ફિર આતંકવાદી! ચેનલો પર છવાતા ફટીચર ફિલોસોફર બાબા-બેબીઓની ‘એક્સચેન્જ ઓફર’ સામે એમના દેખાવ પૂરતા થતા સામાજીક કાર્યોની નોંધ વખતે પરેશ રાવલ કહે છે ઃ આ તો ગુટકા વેંચવાવાળાઓ કમાણીનો થોડો ભાગ કેન્સર હોસ્પિટલમાં નાખે એવું છે! અને સૌથી મહત્વનો આપણે વારંવાર અનુભવેલો બ્રહ્માસ્ત્ર સરીખો મુદ્દો... લોકો પાસેથી ધર્મ નામનું રમકડું છીનવાઇ જાય, તો એનો ય લોકો ધર્મ બનાવી લે!
એ જ માર્કસ સાથે થયું, અને ચર્ચના જીસસ કરતાં સામ્યવાદીઓએ માર્કસની આંધળી ભક્તિ કરી. એ જ ખલીલ જીબ્રાન જેવા સૂફી સંદેશવાહકનું થયું. એ જ ‘સત્યના પ્રયોગો’માં ‘‘મારો જન્મ વૈષ્ણવ સંપ્રદાયમાં એટલે હવેલીએ જવાનું વખતોવખત બને- હવેલીનો વૈભવ મને ન ગમ્યો... અનીતિની વાતો સાંભળતો, તેથી તેમના વિશે મન ઉદાસ થઇ ગયું. ત્યાંથી મને કંઇ જ ન મળ્યું’’ જેવી રોકડી કબૂલાતનું સાહસ કરતા અને સત્યને જ ઈશ્વર માનતા ગાંધી કે નાના પાયે આંબેડકર સાથે થયું. એ જ બુદ્ધ - મહાવીર સાથે પણ બન્યું. ઈશ્વરની નહિ તો તીર્થંકરની પૂછા, આત્મ દીપો ભવ નહિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ. એ જ ગાલિબ કે રૂમી સાથે થયું. એ જ ‘‘તમે નિયમોના દંભી શિક્ષકો, તમે તો સફેદ કબર જેવા છો, જે બહારથી સુંદર દેખાય છે પણ અંદર મડદાંના હાડકા ને ગંદકી લઇને બેઠી છે’’ (બાઇબલ, ગોસ્પેલ ઓફ મેથ્યુ, પ્રકરણ ૨૩, પેરા ૨૭) કહેનારા ક્રાંતિકારી ઈસુને ક્રોસ પર ચડાવી દેવાયા, પછી એની સાથે પણ થયું એ જ તેજસ્વી મેધાવી રજનીશ સાથે થયું! એ જ લાઇફને લવ, એન્ડ લાફટર, બ્રેઇન એન્ડ બ્રેવરીથી જીવવાનું કહેતા કૃષ્ણ સાથે ય થયું! ઉંડો કૂવો ને ફાટી બોખ, શીખ્યું - સાંભળ્યું સર્વે ફોક!

આપણે વચેટિયાઓ પાસેથી ગીતા, કુરાન, બાઇબલ વગેરેની વાતો બહુ સાંભળીએ છીએ,
પણ જાતે એ વાંચી આપણી અંદરના પ્રભુ સાથે સંવાદ કરી આજના સંદર્ભે એને ગાળી
ચાળી, ભગવાને જ લાવેલા પરિવર્તન સાથે અપડેટ કરીને એ મુજબ જીવતા નથી. કોઇ
‘ખુદા કે લિયે’, ‘દા વિચી કોડ’ કે ‘ઓહ માય ગોડ’ ચીંટિયો ભરી આપણી અંદર આપણી
આસપાસ દેખાતા ઈશ્વરનો સાચો અહેસાસ કરાવે ત્યારે જાગીએ છીએ! ક્રેમેટિક
ટોળાઓને ધર્મનું આવું શુદ્ધિકરણ તાલિબાની ફેનેટિઝમના નકલમાં કઠે છે! સોરી
ભારતીય હિન્દુ ધર્મની એ જ તો વિશેષતા છે કે એ કટ્ટરવાદી નથી, સુધારાવાદી
છે. કોઇ ધર્મગ્રંથ એમાં આખરી નથી, તે જેટલા છે એ ય ક્વેશ્ચન - એન્સર,
ડિબેટના ફોર્મેટમાં છે. અર્જુન પ્રશ્નો પૂછતા ખચકાતો નથી, એટલે જ અનેક
પત્ની કે યોદ્ધા હોવા છતાં (સંસારભાગેડુ ન હોવા છતાં) ગીતા સાંભળવાનો
અધિકારી ભક્ત સખો છે! સવાલો પૂછવાની અહીં સત્તા છે, ડાર્વિન - ગેલેલિયો
જેવી સજા નથી! અલબત્ત, ફિલ્મમાં દરેક ધર્મના ઢોંગ-ઘૂતારા સામે પડકાર અને
તમામ પાખંડનો માનવતાના નાતે પર્દાફાશ છે.
પરેશ રાવલનું વન મેન આર્મી જેવું પરફોર્મન્સ જોઇને થાય કે ઈશ્વર આપણામાં હોય જ, નહિ તો આવો ટકાટક અભિનય માણસથી કેમ થાય? અક્ષય તે ગાંઠનાપૈસા રોકીને ખરા અર્થમાં ફિલ્મનો સારથી કનૈયો બન્યો છે. એન્ડ સરપ્રાઇઝ પેેકેટ તો માસ્ટર મિથુનદા છે, જેનું ધમાકેદાર પરફોર્મન્સ જોયા પછી ધરમના ધંધામાં આખી જંદગી ઈન્વેસ્ટ કરનાર પ્રજા માટે અફસોસ ને આક્રોશ જાગે! આ ધર્મમાં પૈસા વેડફવામાં ધનિક દેશ, વિચાર અને સામાજીક ક્રાંતિમાં કેવો ‘ગરીબ’ છે!
ઓહ માય ગોડ જોવા જ નહિ, જીવવા જેવી ફિલ્મ છે! બચ્ચનની ‘મઘુશાળા’ પીને આવી ફિલ્મનો નશો ચડાવનાર ફિલ્મની ટીમને પરેશ પારેખના શબ્દોમાં કહેવાનું – ફુટવાની બીકના ભમ્મરિયા ગામમાં, કાચના મકાન, તને ખમ્મા... મારા કાચના મકાન તને ખમ્મા...

No comments:
Post a Comment