Columnist | Friday, November 18, 2011 | ||||
આંદામાન-નિકોબારઃ પ્રવાસનું રળિયામણું સ્થળ | |||||
|
ગુજરાતનું સુંદર હિલ સ્ટેશન |
સાપુતારા એક હિલ સ્ટેશન છે જે ગુજરાતની અંદર ડાંગ જીલ્લાની સહ્યાદ્રી પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે.તેનો વિસ્તાર 1,725 ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલો છે. ત્યાંનું હવામાન એકદમ ખુશનુમા છે વળી આખા વર્ષ દરમિયાન ત્યાંનું હવામાન ખુબ જ સુંદર રહે છે અને વળી ગરમીમાં પણ 28 ડીગ્રીથી વધુ તાપમાન ત્યાં નથી હોતુ. તેથી તો ઉનાળામાં તે રજાઓ ગાળવા માટેનું સુંદર સ્થળ છે. ત્યાં જવામાટેનો ઉત્તમ સમય માર્ચ અને નવેમ્બર વચ્ચેનો છે છતાં પણ તમે વર્ષ દરમિયાન ગમે ત્યારે ત્યાં જઇ શકો છો. સાપુતારાનો નકશો ખુબ જ સુંદર છે. સાપુતારાના રસ્તાઓ સર્પ આકારાના છે તેથી તેનું નામ સાપુતારા પડ્યું છે. સપુતારામાં હોટલો,મ્યુઝીયમ, તળાવો, બગીચાઓ વગેરેને જાણે કે ખુબ જ સુંદર રીતે ગોઠવણ કરીને બનાવ્યાં હોય તેવું લાગે છે. વળી ત્યાં બધા જ પ્રકારની ફેસેલીટી પણ મળી રહે છે. ડાંગ જીલ્લો ખાસ કરીને વાંસના જંગલો માટે વધું પ્રખ્યાત છે. તેથી ત્યાં વાંસની વસ્તુઓ ખુબ જ સુંદર મળે છે. સાપુતારામાં સાપ ખુબ જ જોવા મળે છે. ત્યાંનાં ગામડાનાં રહેવાસીઓ આ સર્પની પ્રસંગોપાત પુજા કરે છે અને ખાસ કરીનેહોળીના સમયે. ત્યાંના લોકોનું નૃત્ય પણ ખુબ જ સુંદર અને જોવાલાયક હોય છે. ડાંગ જીલ્લામાં ખાસ કરીને આદીવાસીઓની વસ્તી વધું જોવા મળે છે. તેઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. સાપુતારામાં સુર્યોદય અને સુર્યાસ્ત એટલો સુંદર દેખાય છે જાણે કે સુરજ આપણી એકદમ નજીક હોય તેવું લાગે છે. તે સમયે જાણે કે આપણે કોઇ અલૌકિક નજરાણું જોતા હોઇએ તેવો અદભુત અનુભવ થાય છે. અહીંયા તળાવો પણ ખુબ જ સુંદર છે. તળાવોની આજુબાજુ ઉંચા પર્વતો અને હરીયાળી એટલી બધી છે કે ત્યાંની બોટીંગની મજા કઇક અનોખી જ લાગે છે. સાપુતારામાં આવ્યાં બાદ આપણને એવો અનુભવ થાય છે કે જાણે આપણે કુદરતના ખોળામાં આવી ગયાં હોય. વળી ત્યાં સુંદર બગીચાઓ પણ છે તેમાંય વળી ગુલાબના બગીચાઓ તેની શોભામાં વધારો કરે છે. તેથી આ સ્થળ રજાઓ ગાળવા માટે ઉત્તમ છે.
૮ શેત્રુંજય પર્વત પરનું તીર્થસ્થળ - પાલિતાણાએક એવો પર્વત કે જેના બન્ને શીખરો પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેના દર્શન ભવ્ય અને અલૌકિક અનુભુતી કરાવતા હોય તથા જેની યાત્રા કરવાની દરેક ભાવિકોને ઇચ્છા થતી હોય તેવું પવિત્ર નામ એટલે ભાવનગર જિલ્લાનુંશેત્રુંજય પર્વતની ટોચ પરનું પાલિતાણાનું જૈન તીર્થ સ્થળ. પાલિતાણાના જૈન મંદિર ઉત્તર ભારતીય વાસ્તુશિલ્પને અનુસાર બનાવવામાં આવ્યાં છે. શેત્રુજ્ય પર્વતની ટૉચો પર 900 કરતાં પણ વધારે મંદિર આવેલા છે. જૈન મંદિર 24 તીર્થકર ભગવાનને સમર્પિત છે. મંદિરને ખુબ જ ઝીણવટ પુર્વક અને સુંદર રીતે નિર્મિત કરવામાં આવ્યું છે. પર્વતની તળેટીમાં આવેલી એક નાનકડી દેરીથી લઇને મંદિરોની શરૂઆત થાય છે. છેક ટોચ પર પહોંચવા માટે 3745 પગથિયાં ચઢવા પડે અને લગભગ દર પાંચ-સાત પગથિયે એક મંદિર તો આવી જ જાય. શેત્રુજ્ય પર આવેલ જૈન મંદિર પહેલા તીર્થકર ઋષભદેવ જેમને આદિનાથ પણ કહે છે તેમને અર્પિત છે. પૌરાણિક વાતો પ્રમાણે શૈત્રુંજય પર્વત પર જ નેમિનાથ ભગવાન સિવાયનાં તમામ તિર્થંકરો નિર્વાણ પામ્યા હતા. નિર્વાણ પ્રાપ્ત કર્યા બાદ તેમને સિદ્ધાક્ષેત્ર કહેવામાં આવતા હતાં. 11 મી અને 12 મી સદીમાં બનેલા આ મંદિરોને બે ભાગમાં બનાવવામાં આવ્યાં છે. પાલિતાણાના મંદિરોને ટક્સ કહેવામાં આવે છે. મુગલોના શાસન દરમિયાન પાલિતાણાના રાજા ઉનાદજીએ સીહોર પર આક્રમાણ કર્યું તેના વિરોધમાં ભાવનગરના રાજા ગોહિલ વાખટસિંહજીએ પાલિતાણા પર આક્રમણ કર્યું. પરંતુ રાજા ઉનાદજીએદ્રઢતા અને સાહસ સાથે ભાવનગરના રાજાને પરાજીત કરી દિધા હતાં. આ પવિત્ર યાત્રામાં સ્વચ્છતાને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે,એટલે સમગ્ર યાત્રા દરમિયાન કોઇ પણ પ્રકારની ખાદ્ય-સામગ્રી સાથે રાખવામાં આવતી નથી. ચઢાણ દરમ્યાન દરેક સ્થળે શુધ્ધ પાણી મળી રહે તે માટે પાણીના નળ મૂકવામાં આવેલા છે. શેત્રુંજય પર્વતની યાત્રાથી મોક્ષની પ્રાપ્તી થાય છે એમ માનવામાં આવે છે. જો યાત્રાળુઓ પગપાળા ન ચઢી શકે તેમ હોય તો તેમના માટે પાલખીની સુવિધા પણ ઉપલબ્ધ છે. દેરાસરો અને મંદિરો ખૂબ કલાત્મક રીતે બનાવવામાં આવ્યા છે. દરેક દેરાસરોમાં તીર્થકરોની મૂર્તિઓને રત્નજડીત આંખોથી શણગારવામાં આવી છે. અહીંયા આવેલા ઘણા મંદિરો વર્ષો જુના અને નવિનીકરણ પામેલા છે. તીર્થકરોની સાથે સાથે અહીંયા હિન્દુ દેવ દેવીઓના પણ મંદિરો આવેલા છે. આ ઉપરાંત એક દેરી મુસ્લિમ સંત અંગાર પીરની પણ આવેલી છે, જ્યાં સંતાન ઇચ્છતી વ્યક્તિઓ માનતા માને છે. વર્ષ દરમ્યાન ચાર્તુમાસમાં અનેક સંઘો અહીંયા યાત્રા માટે આવે છે. આ ઉપરાંત દેશ-વિદેશથી અનેક વ્યક્તિઓ અને સંઘોની અવર-જવર પણ ચાલુ જ રહે છે. શૈત્રુંજયની યાત્રાએ આવનારા યાત્રીઓને અનેક દાનવીરો વિવિધ પ્રભાવનાઓ પણ આપે છે. યાત્રિકો પવિત્ર યાત્રાની છબીને જીવન પર્યંત હૃદયમાં ધારણ કરીને પોતાને કૃતાર્થી માને છે. કેવી રીતે પહોચવું :પાલિતાણા પહોંચવા માટે હવાઇ માર્ગે સૌથી નજીકનું હવાઇ મથક ભાવનગર છે. બસ માર્ગે અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી પાલિતાણા આવી શકાય છે. રેલવે માર્ગે પણ પાલિતાણા પહોંચી શકાય છે. ૯ ગુજરાતની નદીઓ ગુજરાતમાં નાની મોટી કુલ મળીને 185 નદીઓ છે અને તેને ત્રણ વિભાગમાં વહેંચી શકાય છે. 1) અરવલ્લી પર્વતમાળાની નદીઓ 2) સાબરમતી અને મહી નદીઓ 3) દક્ષિણમાં તાપી અને નર્મદા નદીઓ (1) અરવલ્લીની પર્વતમાળાની નદીઓ : બનાસ, સરસ્વતી અને રૂપેણ આ ત્રણેય કુવારીકાઓ છે જે કચ્છના નાના રણમાં જઈને સમાઈ જાય છે. રૂપેણ નદી ટૂંગા પર્વતમાંથી નીકળીને સાબરકાંઠા અને મહેસાણા જીલ્લામાં વહે છે. સરસ્વતી મહીકાંઠાની ટેકરીઓમાંથી નીકળે છે. તે બનાસકાંઠા અને મહેસાણામાં થઈને વહે છે. આ નદીની લંબાઈ 150 કિ.મી. છે. બનાસ નદીઉદેપુરની ટેકરીઓમાંથી નીકળે છે. તેની લંબાઈ 270 કિ.મી. છે. (2) સાબરમતી અને મહી નદીઓ : સાબરમતી અરવલ્લીની ટેકરીઓમાંથી નીકળે છે. તે સાબરકાંઠા અને ખેડા જીલ્લામાં થઈને વહે છે. તે 300 કિ.મી. લાંબી છે. સાબરમતી નદીને ખારી, ભોગાવો, શેઢી, માઝમ, ચાંધેરી, મેશ્વો, વાત્રક મળે છે. વેકેરીયા પાસેથી તેને હાથમતી મળે છે અને તે પણ સાબરમતી તરીકે ઓળખાય છે. મહી નદી મધ્ય ગુજરાતની નર્મદા અને તાપી બાદ ત્રીજા નંબરની મોટી નદી છે. આ નદી વિંધ્યના પર્વતમાં મેહદ સરોવરમાંથી અંઝેરા નજીકથી નીકળે છે. આ નદી 500 કિ.મી. જેટલી લાંબી છે. (3) દક્ષિણમાં તાપી અને નર્મદા નદીઓ: મધ્યપ્રદેશના બિલાસપુર જીલ્લામાંના વિધ્યં પર્વતમાંથી અમર કંટક નામના ડુંગરમાંથી નીકળે છે. ગુજરાતની સૌથી મોટી નર્મદાની લંબાઈ 1280 છે. આ હાફેશ્વર પાસે ગુજરાતમાં પ્રવેશ કરે છે. આ મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં થઈને વહેતી હોવાથી સહિયારી નદી છે. ગુજરાતની અંદર આનો પટ 150 કિ.મી. જેટલો છે. નર્મદા નદી પર નવાગામ પાસે નર્મદા યોજના વિકસાવવામાં આવેલ છે. આ દેશની સૌથી મોટી બહુહેતુક યોજના છે. નર્મદા નદીને કિનારેકબીરવડ જેવા બેટ અને શુક્લતીર્થ જેવા ધાર્મિક સ્થળો પણ વિકસેલા છે. નર્મદા બાદ તાપી ગુજરાતની બીજી સૌથી મોટી નદી છે. તે પણ મધ્યપ્રદેશમાંથી નીકળે છે. તેની કુલ લંબાઈ 752 કિ.મી. છે. તાપી હરણફાણ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે. આ નદીપરકાંકરાપાર અને ઉકાઈ પાસે બંધ બાંધીને સિંચાઈ કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતની અન્ય નદીઓમાં ઢાંઢર, વિશ્વામિત્રી, કીમ, પૂર્ણા,અંબિકા, બંકી, ઔરંગા, પાર, કોલક, મીંઢોળા અને દમણગંગાને ગણાવી શકાય છે. દમણગંગા ગુજરાતની દક્ષિણમાં આવેલી સૌથી મોટી નદી છે. ૧૦ ચોટીલા વાળી ચંડી -ચામુંડા માતાજી પવિત્ર યાત્રાધામ ચોટીલા મંદિર પાછળની આ દંતકથા જાણો ચામુંડા માતાજીના ડુંગરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. વર્ષો પહેલાં ડુંગર ઉપર ચામુંડા માતાજીની રાતદિન ભક્તિ-પૂજા કરતાં મહંત ગોસાઇ પરિવારના વડવા સ્વ.ધનબાઇ માતા એક વખત વહેલી પરોઢે ડુંગર ઉપર ચામુંડા માતાજીની ભક્તિમાં લીન હતાં ત્યારે અચાનક જ એક ઋષિમુનિ જેવા દેખાતા સાધુપુરુષે ધનબાઇ માતાને‘અહીં એક મોટો કુંડ હતો તેનું શું થયું’ તેમ પૂછીને આ સાધુપુરુષ અદ્રશ્ય થઇ ગયા હતા... જ્યારે લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુઋષિનો આશ્રમ હતો. તેવી જ રીતે ચોટીલાના પવિત્ર પુરુષ મનાતા કાઠી દરબાર સ્વ.સોમલાબાપુ ખાચર પણ ચામુંડા માતાજીના અનન્ય ભક્ત હતા. સોમલાબાપુ ખાચર ઘોડા પર બેસીને બહારગામ જાય ત્યારે તેમની સાથે રાખેલા ભાલા પર માતા ચામુંડા ચકલીનું સ્વરૂપ ધારણ કરીને તેમની રક્ષા કરવા બેસતાં હતાં. ચામુંડા માતાની ડુંગર તળેટીમાં તથા હાઇવે પર દુકાનોમાં ધાર્મિક કેસેટો-પ્રસાદ-ચૂંદડી-માતાજીના છત્ર-માનતા માટેનાં પારણાં- સ્ત્રી શણગાર- રમકડાં સહિત સેંકડો વસ્તુઓ વેચાય છે. ચોટીલા ડુંગરની તળેટીમાં ધર્મશાળામાં રોજ દર્શનાર્થીઓની સંખ્યા વધતી જ જાય છે ચોટીલા સૌરાષ્ટ્રનું મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે. પાંચાળ પ્રદેશના રાજવીની પુત્રી પાંચાળી એટલે કે દ્રૌપદીનું પિયર મનાતા ‘પાંચાળ’વિસ્તારનો મુખ્ય પ્રદેશ ચોટીલા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલ તે વિખ્યાત કવિ ઝવેરચંદ મેઘાણીનો જન્મ પણ ચોટીલામાં જ થયો હતો, તેવી જ રીતે લાખો ભાવિકો માટે શ્રદ્ધાના પ્રતીક સમાન ચોટીલાના ડુંગર પર માતા ચામુંડા હાજરાહજૂર બિરાજમાન છે. પાંચાળ વિસ્તારના ચોટીલા પંથકની ભૂમિનો સોનેરી અને ભવ્ય ઇતિહાસ પંથકની પ્રજાના વાણી વિચાર, મહેમાનગતિ, નીતિરીતિ,દિલેરી, બહાદુરી, સંત, સતી અને શૂરા તથા ભક્તોની ભવ્ય રૂડી ગાથા સાથે આ ભૂમિના કાંકરે કાંકરે કંડારાયેલો છે. આવા આ રૂડા પાંચાળ પંથકના ચોટીલામાં પ્રજાના છત્ર સમાન ચોટીલાના ડુંગર પર ચામુંડા માતાજીના સ્થાનકે દેશ-વિદેશથી લાખો માઇભક્તો પૂર્ણ શ્રદ્ધા સાથે માડી સમક્ષ શિશ ઝુકાવવા આવે છે. ડુંગર પર ચામુંડા માતાજીની સેવા-પૂજા ૧૪૦ વર્ષથી ગોસાઇના પરિવારના સભ્યો કરી રહ્યા છે. વર્ષની ત્રણ મુખ્ય નવરાત્રિ મહા, ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઇવે પર જાણે કે ધાર્મિક મિની કુંભમેળો ભરાયો હોય તેવાં રૂડાં ધાર્મિકસભર દ્રશ્યો જોવાં મળે છે. ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચઢી જાય છે. જ્યારે અસંખ્ય માઇભક્તો આળોટતાં આળોટતાં કે દંડવત્ પ્રમાણ કરતાં ડુંગરનાં ૬૨૫ પગથિયાં સડસડાટ ચઢી જાય તે દ્રશ્ય જોઇનેભલભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે. ડુંગર તળેટીમાં પગથિયાં પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં દરરોજ બપોરે માઇભક્તોને લાપસી-દાળભાત-શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે. ૧૧ સરદાર સરોવરનું આમ તો નામ સાંભળીને એમ થાય છે કે કેવું હશે તે? કેમકે જે યોજનાની પાછળ આટલો બધો ખર્ચ થયો અને આટલા બધા વિવાદો ઉભા થયાં તે સાંભળ્યાં પછી તો ભલભલાને એમ થાય કે શું સરદાર સરોવર જોવું જોઈએ? વળી જેના લીધે ગુજરાતના તાત સમાન ખેડુતોના ચેહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ તેને તો અવશ્ય જોવું જોઈએ. તો આવો તેના વિશે થોડીક માહિતી જાણીએ- સરદાર સરોવર બંધ ભરૂચની પાસે આવેલ કેવડિયા કોલોનીની નજીક બંધવામાં આવ્યો છે. 130 મીટર ઉંચા આ બંધને નર્મદાનું પાણી મળે છે. આ યોજનાનું કાર્ય પૂર્ણ થતાની સાથે જ ગુજરાતના કરોડો લોકોના ચહેરાઓ પર ખુશી આવી ગઈ હતી. કેમકે આ બંધનું પાણી આખા ગુજરાતના લોકોને મળે છે એટલું જ નહિ વળી ગુજરાત સિવાય મહારાષ્ટ્ર,રાજસ્થાન અને છત્તીસગઢને પણ આનો લાભો મળી રહ્યો છે. આ સ્થળ રજાઓ ગાળવા માટેનું અને પીકનીક માટે ઉત્તમ છે.અહીંના જંગલો,ઝરણાઓ, ટેકરીઓ વગેરે જોવાલાયક છે. બંધની નજીક આવેલ થોડોક જમીન વિસ્તાર સરદાર સરોવર નર્મદા નિગમની માલીકીની જમીન છે. જ્યાં પ્રવાસીયો માટે પ્રાથમિક પ્રવાસન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. બગીચાઓ, રેસ્ટોરંટ અને વિશ્રામ કુટીર પણ છે. અહીંયા પ્રવાસનના વિકાસના હેતુથીખાણી-પીણીના સ્ટોલ, હોટલ, સાહસી રમતોની સુવિધાનું આયોજન પણ કરાયેલ છે. વળીપાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે. આ સ્થળ બરોડાથી 55 કિલોમીટરની દૂરી પર આવેલ છે. ત્યાં જવા માટેનો રસ્તો પણ સરળ હોવાથી કોઈ પ્રકારની મુશ્કેલી પડતી નથી. |
No comments:
Post a Comment