બલદેવપરી બ્લોગ: રામાયણની આ ન કહેલી વાત સમજી લો, તમારી પર કોઈ વિપત્તિ નહીં આવે........ભાવનાઓને સામાન્ય થવાની રાહ

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Monday, 3 March 2014

રામાયણની આ ન કહેલી વાત સમજી લો, તમારી પર કોઈ વિપત્તિ નહીં આવે........ભાવનાઓને સામાન્ય થવાની રાહ

રામાયણની આ ન કહેલી વાત સમજી લો, તમારી પર કોઈ વિપત્તિ નહીં આવે...................!

ધર્મગ્રંથની અનકહી શીખઃ-આ કોલમ કોઈ ધર્મગ્રંથની સમીક્ષા કે તેની ખામીઓ કાઢવાનો પ્રયાસ નથી. કોઈ ધર્મ વિશેષને પ્રોત્સાહન આપવાનો પણ પ્રયાસ નથી. આ તો અસ્પષ્ટ શીખને સ્પષ્ટ કરવાની ઈમાનદાર કોશિષ માત્ર છે. વણ કહેલું કહેવાનો પ્રયત્ન છે. બધા ધર્મોની વચ્ચે સૌહાર્દ વધારવા માટેનો સાચું આધ્યાત્મિક મૂલ્યાંકન છે.

રામાયણઃ- એકવાર જ્યારે રાજા દશરથ શત્રુઓ સાથે યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે તેમના રથના પૈડામાંથી એક ખીલો નિકળી ગયો હતો અને પૈડું બહાર નિકળવા લાગી રહ્યું હતું ત્યારે રાણી કૈકેયીએ પોતાની આંગળી ફસાવીને એમ થતાં રોક્યું હતું. આ વાતથી અજાણ દશરથ યુદ્ધ કરતા રહ્યા, અચાનક તેમને કૈકેયીનો લોહીલુહાણ હાથ જોયો. તેઓ પ્રેમથી અભિભૂત થઈ ઊઠ્યા. રાજા ખૂબ જ ભાવુક થઈ ચૂક્યા હતા અને તેમને રાણીને બે વરદાન આપવાનું વચન આપ્યું. પરંતુ ......

જો તેમને ભાવનાઓને સામાન્ય થવાની રાહ જોઈ હોત તો.....

કૈકેયીની મંથરા નામની વફાદાર દાસી હતી, કુબડી મંથરા રાણીને હંમેશા ભડકાવતી. સાચી-જૂઠી અને કાલ્પનિક વાર્તાઓ સાંભલીને કાન ભંભેરણી કરતી. કહ્યા કરતી- જો રામ અયોધ્યાના રાજા બનશે તો તેમની માતા(કૌશલ્યા) તમારાથી વધુ શક્તિશાળી થઈ જશે. ધીરે-ધીરે કૈકેયીને ઈર્ષા થવા લાગી. એક દિવસ તે ખૂબ જ ભાવુંક થઈ ગઈ અને રાજા દશરથ પાસેથી બંને વરદાન માગ્યા....પરંતુ જો તેને પોતાની ભાવનાઓને સામાન્ય થવાની રાહ જોઈ હોત તો....

વાસ્તવમાં રામાયણના મોટાભાગના પાત્ર(કેટલાક અપવાદ છોડી દઈએ તો) પોતાના જ કર્મો અને નિર્ણયોથી વિપત્તિઓના શિકાર થયા. જો તમે આ વાતોથી શીખ લેશો તો પરેશાનીઓથી બચીને રહેશો.....

મહાયાત્ર!

મહાયાત્ર! આધ્યાત્મિક ગુરુ છે. તેઓ દેશ-વિદેશમાં પોતાના આધ્યાત્મિક વ્યાખ્યાનોના માધ્યમો દ્વારા લોકોને સેલ્ફ રિઅલાઈજેશન માટે માર્ગદર્શિત કરે છે. તેઓ પ્રભાવી સંદેશ વ્યક્તિની નકારાત્મક ઊર્જાને સકારાત્મક ઊર્જામાં પરિવર્તિત કરી જીવનને નવી દિશામાં બદલે છે. તેમના વ્યાખ્યાનો સાંભળીને અનેક જાણીતી હસ્તિઓ, બિઝનેસમેન, સ્પોર્ટ્સમેન અને વિદ્યાર્થીઓએ પોતાની આંતરિક ઊર્જાની મદદથી ઊંચાઈઓ પ્રાપ્ત કરી ચૂક્યા છે. મહાત્રયા રા જીવન જીવવાનો એક રસ્તો બતાવે છે- ઈન્ફીનીઓથીઝ્મ જેના માધ્યમથી પોતાની અસીમ ક્ષમતાઓનો અહેસાસ થઈ શકે છે.

એકવાર રાક્ષસી સૂપર્ણખા રામની સુંદરતા ઉપર મોહિત થઈ ગઈ. તેણે રામને પોતાની જાળમાં ફસાવવા પ્રયાસ કર્યો, પણ રામે ચાલાકી વાપરીને તેને લક્ષ્મણની પાસે મોકલી દીધી. લક્ષ્મણને પણ ના પાડી દેતા સૂપર્ણખાએ તેને જાળમાં ફસાવવા અને સમ્મોહિત કરવાનો પ્રયાસ કર્યો. તેનાથી ક્રોધિત થઈને લક્ષ્મણને ભાવાવેશમાં સૂપર્ણખાનું નામ કાપી નાખ્યું....પરંતુ જો તેમને પોતાની ભાવનાઓને સામાન્ય થવાની રાહ જોઈ હોત તો.....

આહત થયેલી સૂપર્ણખા રાણ પાસે પહોંચી ગઈ અને આખી વાત જણાવી...પરંતુ તેન ઉપર એક તરફી વાત સાંભળવાને બદલે જો રાવણ પોતાની ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખતો તો....જો સીતા બહુરૂપી મરીચની ચીખ સાંભળીને ભાવુક ન થતી તો, જેને રામે જેવા અવાજમાં આહ લક્ષ્મણ કહીને બોલાવ્યો હતો. જો લક્ષ્મણ ભાવુક ન થતા તો સીતાના મેણા સમક્ષ ન ઝૂક્યા હોત અને રામના પાછા ફરવાની રાહ જોતા તો....જો રામ ધોબીની વાત સાંભળવા છતાં પોતાની ભાવનાઓ ઉપર કાબૂ રાખી શકતા, જે સીતાની પવિત્રતા ઉપર સવાલ ઊઠાવી રહ્યા હતા......તો....

રામાયણ....દશરથનું દુર્ભાગ્યપૂર્ણ રીતે કસમયે મોત થઈ ગયું. કૈકેયીને વિધવા જીવન જીવવું પડ્યું. દશેય દિશાઓને જીતનાર રાવણ બેદર્દીથી માર્યો ગયો. રામ અનેસીતા અલગ ન થતા તો ખુશી-ખુશી હંમેશા સાથે રહેતા....વાસ્તવમાં રામાયણના મોટાભાગના પાત્ર(કેટલાક અપવાદ છોડી દઈએ તો) પોતાના કર્મો અને નિર્ણયોથી વિપત્તિઓના શિકાર થયા. એક વાત અને બધા નિર્ણય ભાવાવેશમાં લેવામાં આવ્યા. જો આ બધા નિર્ણય લેતા પહેલા યોગ્ય સમયની રાહ જોવામાં આવી હોત તો કે કમ સે કમ ભાવુકતા ઉપર નિયંત્રણ રાખવામાં આવ્યું હોત તો....તો કદાચ રામાયણ શોકનું મહાકાવ્ય ન હોતું.

વણકહેલો સંદેશઃ- ભાવાવેશમાં લેવામા આવેલ નિર્ણય અને કરવામાં આવેલ કામ તમારી જિંદગીના શોકનું મહાકાવ્ય બનાવી દેશે. યાદ રાખજો ભાવુકતાની સ્થિતિમાં બુદ્ધિ કામ નથી કરતી....એટલા માટે જ્યારે પણ તમે પોતાને કે બીજાને અતિ ભાવુકની સ્થિતિમાં જુઓ...કોઈ પણ મોટું કામ કરતા પહેલા રોકો, મોટો નિર્ણય લેતા પહેલા રોકો. એમ કરતા પહેલા યોગ્ય સમયની રાહ જુઓ.....

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE