ચહેરો જોઈ વ્યક્તિને પારખવાની કળા શીખવી છે......................?
સ્ત્રી હોય કે પુરૂષ ફેસરીડિંગ કરીને જાણી શકાય છે અજાણી વાતો
કોઈપણ વ્યક્તિનો ચહેરો અને શરીરના લક્ષણો જોઈને તેને શું બિમારી
છે તે જાણી શકાય છે. આ વાતને એલોપેથી અને આયુર્વેદ બન્નેમાં
માનવામાં આવે છે. આ જ રીતે કોઈ વ્યક્તિનો ચહેરો જોઈ તેના
સ્વભાવ વિશે પણ જણાવી શકાય છે. જેને ફેસરીડિંગ કહેવામાં આવે
છે. ફેસરીડિંગને એક જાતનું જ્યોતિષ જ માનવામાં આવે છે પરંતુ
આપણા આયુર્વેદના ગ્રંથોમાં પણ આ સંબંધી કેટલાક વાતો જા ણવા
મળી છે. જેથી આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે આવી જ
કેટલીક રોચક વાતો.
આગળ જાણો ફેસરીડિંગ સંબંધી અનેક રસપ્રદ વાતો...........
કપાળ (ફોરહેડ)-
ગોળાકાર કપાળ- ફોરહેડ ગોળાકાર હોય તો આવા લોકો રચનાત્મક
અને કળાત્મક હોય છે. સ્વભાવથી સંવેદનશીલ અને તર્કશાસ્ત્રી પણ
હોય છે.
વાંકુ કપાળ- જો કપાળ થોડું વાંકુ હોય તો આવા લોકો પ્રોફેશનલ અને
પરિણામ ઈચ્છનારા હોય છે. કોઈને પણ પોતાની અંગત લાઈફ વિશે
કરવી પસંદ કરતા નથી.
સપાટ કપાળ- આવા લોકો કોઈપણ નિર્ણય લેતા પહેલા બહુ વિચારે છે.
આગળ જાણો શું કહે છે આઈબ્રો વ્યક્તિ વિશે.....
આઈબ્રો-
ભરાવદાર આઈબ્રો- આવા લોકો પ્રભાવશાળી અને આત્મવિશ્વાસી હોય છે.
પાતળી આઈબ્રો- આવી આઈબ્રોવાળા લોકોમાં આત્મવિશ્વાસની કમી હોય છે.
ધનુષાકાર આઈબ્રો- આવી આઈબ્રોવાળા લોકો ભાવુક અને સંવેદનશીલ હોય છે.
આગળ જાણો કેવી આંખોવાળા વ્યક્તિ કેવા હોય છે.....
આંખો-
મોટી અને સુંદર આંખો- આવી આંખોવાળા લોકો બહિર્મુખી હોય છે.
લોકો બહુ જલ્દી લોકોથી મિત્રતા કરી લે છે અને અન્યોથી પણ આ જ
અપેક્ષા રાખે છે.
નાની આંખો- નાની આંખોવાળા લોકો અંતર્મુખી અને ખુશમિજાજ હોય
. આવા લોકોને પ્રભાવિત કરવા મુશ્કેલ હોય છે.
પાસે-પાસે આંખો હોવી- જે લોકોની આંખો સામાન્ય કરતા વધુ પાસ
છે તે લોકો શરતો મુજબ કામ કરાવવામાં માહેર હોય છે. આવા લોકો
અને લોકોને બહુ જલ્દી પોતાના અનૂકુળ બનાવી લેતા હોય છે.
દૂર-દૂર આંખો- જે લોકોની આંખો સામાન્ય કરતાં વધુ દૂર હોય આવા લોકો દૂરદર્શી અને શાંત સ્વભાવના હોય છે.
આગળ જાણો વ્યક્તિની નાક જોઈ કઈ રીતે જાણી શકાય તેના વિશે.....
નાક-
પાતળી અને સુડોળ નાક- આવા લોકો કામને વિશ્વાસ અને મહેનત
સાથે કરે છે.
નાની નાક- આવા લોકો મહેનતની સાથે સ્માર્ટ વર્ક કરવું પસંદ કરે છે.
આવા લોકો પોતાના કામમાં કુશળ હોય છે પરંતુ પરફેક્ટ હોતા નથી.
મોટી નાક- આવા લોકો લાગણીશીલ અને ઉદાર સ્વભાવના હોય છે.
આ લોકો પરિવાર અને મિત્રોની મદદ કરવા હમેશા તૈયાર રહે છે.
આગળ જાણો વ્યક્તિના હોઠ શું કહે છે.....
હોઠ-
ભરાવદાર હોઠ- જે લોકોના હોઠ ભરાવદાર હોય છે તે લોકોમાં સંબંધો
મહત્વ રાખે છે.
પાતળા હોઠ- જે લોકોના હોઠ પાતળા હોય છે તો લોકો બહુ સમજી-
વિચારીને નિર્ણય લે છે. અંતર્મુખી સ્વભાવના હોય છે. પોતાની અંગત
કોઈની સાથે કરવી પસંદ હોતી નથી.
નીચેનું હોઠ મોટું હોવું- આવા લોકો જીવનમાં બધા જ સુખ ઈચ્છે છે.
જીવનથી પ્રેમ કરે છે અને ભરપૂર જીવન જીવવામાં માને છે.
વ્યક્તિના દાંત અને હડપચીથી જાણો વ્યક્તિ વિશે.....
દાંત-
દાંતો વચ્ચે જગ્યા રહેવી- આવા લોકો ગુસ્સો બહુ જલ્દી આવે છે.
આવા
ઉતાવળથી નિર્ણય લે છે અને કેટલીકવાર તેમને આ કારણે ફાયદો પણ થાય છે.
ઊંચા દાંત આવા લોકો હઠીલા સ્વભાવના હોય છે અને પોતાનો નિર્ણય પોતે જ લે છે.
હડપચી-
નાની હડપચી- આવા લોકોમાં આત્મવિશ્વાસની કમી હોય છે. આ લોકો
મુશ્કેલ સમયમાં પોતાના નિર્ણય પર અડગ રહી શકતા નથી.
મજબૂત હડપચી- આવા લોકો આત્મવિશ્વાસી અને હઠીલા હોય છે.
No comments:
Post a Comment