બલદેવપરી બ્લોગ: ૧૦૮ અંકનું ધાર્મિક મહત્વ

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Saturday, 19 April 2014

૧૦૮ અંકનું ધાર્મિક મહત્વ

*૧૦૮ અંકનું ધાર્મિક મહત્વ *

*માળાની અંદર 108 મણકા હોય છે.

ઉપનિષદોની સંખ્યા પણ 108 છે.

**બ્રહ્માના 9 અને આદિત્યના 12 આ રીતે

તેમનો ગુણાકાર 108 થાય છે.

**જૈન મતાનુસાર અક્ષ માળામાં 108

મણકા રાખવાનું વિધાન છે. આ વિધાન
ગુણો પર આધારિત છે.

**આપણા ધર્મની અંદર 108ની સંખ્યાને

મહત્વપુર્ણ માનવામાં આવે છે.
ઈશ્વરના નામનો જપ, મંત્ર જપ, પૂજા સ્થળ કે આરાધ્યની પરિક્રમા, દાન વગેરેમાં આ ગણનાને મહત્વ આપવામાં આવે છે. જપમાળામાં એટલા માટે 108 મણકાઓ
હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે.
વિશિષ્ટ ધર્મગુરૂઓનાં નામની સાથે આ સંખ્યાને લખવાની પરંપરા છે. તંત્રની અંદર ઉલ્લેખાયેલ દેવીના અનુષ્ટાન પણ આટલા છે.

**પરંપરા અનુસાર સંખ્યાનો પ્રયોગ તો બધા જ કરે છે પરંતુ તેના રહસ્યથી મોટા ભાગના લોકો અજાણ છે. આ ઉદેશ્ય હેતું તેના વિશે થોડીક જાણકારી અહીં આપી છે-
**જાગૃત અવસ્થાની અંદર શરીરની કુલ 10

હજાર 800 શ્વસનની કલ્પના કરવામાં આવી છે.
તેથી સમાધિ અને જપ દરમિયાન પણ
આટલા જ આરાધ્યમાં સ્મરણ અપેક્ષિત છે.
જો આટલું કરવામાં સમર્થ ન હોય તો છેલ્લાં બે શુન્ય દૂર કરીને 108 જપ તો કરવા જ જોઈએ.

**108ની સંખ્યાને પરબ્રહ્મની પ્રતિક

માનવામાં આવે છે. 9 નો અંક બ્રહ્માનો પ્રતિક છે. વિષ્ણુ અને સુર્યની એકાત્મકતા માનવામાં આવે છે
જેથી કરીને વિષ્ણુ સહિત 12 સૂર્ય કે આદિત્ય
છે. બ્રહ્મના 9 અને આદિત્યના 12 આ રીતે
તેમનો ગુણાકાર 108 થાય છે. એટલા માટે
પરબ્રહ્મની પર્યાય આ સંખ્યાને પવિત્ર માનવામાં આવે છે.

**માનવ જીવનની 12 રાશિઓ છે. આ રાશીઓ 9 ગ્રહોથી પ્રભાવિત છે. આ બંને સંખ્યાનો ગુણાકાર પણ 108 થાય છે.
**આકાશમાં 27 નક્ષત્ર છે. આના 4-4 પાદ કે

ચરણ છે. 27 નો 4 સાથે ગુણાકાર કરવાથી 108 થાય છે. જ્યોતિષમાં પણ તેમના ગુણાકાર અનુસાર ઉત્પન્ન થયેલ 108 મહાદશાઓની ચર્ચા કરાઈ છે.

**ઋગ્વેદમાં ઋચાઓની સંખ્યા 10 હજાર 800

છે અને બે શુન્યને દૂર કરવા પર 108 થાય છે.

**શાંડિલ્ય વિદ્યાનુસાર યજ્ઞ વેદોમાં 10

હજાર 800 ઈંટોની જરૂરિયાત માનવામાં આવે છે. બે શુન્યને ઓછા કરીએ તો તેમાં પણ 108 જ બચે છે.

**જૈન મતાનુસાર પણ અક્ષ માળામાં 108

મણકાને રખવાનું જ વિધાન છે. આ વિધાન
ગુણો પર આધારિત છે. અર્હંતના 12, સિદ્ધના 8, આચાર્યના 36, ઉપાધ્યાયના 25 તેમજ સાધુના 27 આ રીતે પંચ પરમિષ્ઠના કુલ 108 ગુણ હોય.

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો

ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE