મિત્રો, એક પરિવારમાં નાનો ભાઈ ગઈકાલે મુંબઈ જઈને આવ્યો. મોટો ભાઈ ગયા અઠવાડિયે ગયો હતો. પિતાએ પુછયું કે તને રિઝર્વેશન નહતુ મળ્યું તો શું કર્યું? તો દિકરાએ જવાબ આપ્યો કે ટીટીને મે ઈશારો કર્યો અને ટીટીએ મને ૨૩ નંબર આપ્યો. એ પછી ટીટીને મે ૧૦૦ રૃપિયા આપી દીધા. ત્યારે પિતાએ મોટા દિકરાને કહ્યું કે જોયુ આને સ્ટ્રીટ સ્માર્ટ કહેવાય. તુ ગયા અઠવાડિયે મુર્ખની જેમ ઉભો ઉભો આવ્યો હતો....
મિત્રો, આ આપણુ આજનુ ભારત છે. સવારે મંદિરમાં જઈ એક લાડુ ધરાવી આખુ ગામ માગી લેવાની વૃત્તીની સાથે જ અપ્રમાણિકતા શરૃ થાય છે. આ હિન્દુસ્તાનની અપ્રમાણિકતા છે. આપણે લીડર્સ, સિસ્ટમ કે પછી ડોક્ટર્સને સુધારવા છે પણ ઘરને નથી સુધારવું.
એક વાલી તરીકે આપણા બાળકોને આપણે શું સંસ્કાર આપી રહ્યાં છીએ. કેવી રીતે શોર્ટકટ અપનાવવા તે શીખવીશું તો આપણા સપના આજે જે છે તેના કરતા પણ વધારે ભયાનક બનશે. સમય આવી ગયો છે ઈતિહાસ-ભૂગોળ શિખાવવાને બદલે નાગરિક શિખવવાની જરૃર છે. બાળકને શિસ્ત શું કહેવાય, પ્રમાણિકતા શું કહેવાય એક સારા સિટીઝન તરીકે શું ક્વોલિટી જોઈએ તે શિખવવું જરૃરી બન્યું છે.
અને છેલ્લે...
આપણા નાગરીકો અભાવોમાં જીવે છે એટલે સ્વભાવ ખાટા, કડવા, તુરા થઈ જાય છે અને પછી શોર્ટ કટ શોધતા થઈ જાય છે. પણ કોઈને પોતાના સુખોનું બલીદાન આપીને ઉકેલ લાવવો નથી.
આપણા નાગરીકો અભાવોમાં જીવે છે એટલે સ્વભાવ ખાટા, કડવા, તુરા થઈ જાય છે અને પછી શોર્ટ કટ શોધતા થઈ જાય છે. પણ કોઈને પોતાના સુખોનું બલીદાન આપીને ઉકેલ લાવવો નથી.
No comments:
Post a Comment