બલદેવપરી બ્લોગ: બોધકથા -૧૬ સાધુ કોને કહેવાય?

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Saturday, 17 May 2014

બોધકથા -૧૬ સાધુ કોને કહેવાય?

સાધુ કોને કહેવાય?



બોધકથા - સુખદેવ આચાર્ય


એક સુંદર નગરમાં જય નામની એક વ્યક્તિ રહેતી હતી. જય ખૂબ જ ધૈર્યવાનઈમાનદાર અને દયાળુ હતો. તે નગરના ગરીબતવંગરઅસ્વસ્થ,બીમારબાળકવૃદ્ધ એમ દરેક જણની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતો હતો. તેણે સાધુઓ જેવાં કપડાં તો ધારણ નહોતાં કર્યાંતેનો વેશ પણ સાધુઓ જેવો નહોતોતેમ છતાં નગરના લોકો જયને સાધુ-સંત જેવું માન-સન્માન આપતા હતા અને નગરના લોકોની કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ પણ મેળવી આપતા હતા.



આ નગરમાં એક દિવસ સાધુઓની ટોળકી આવી. દરેક સાધુને જોતાં એવું લાગતું હતું કે તેઓ વિદ્વાન અને શાસ્ત્રોના મહાન જ્ઞાતા છે. નગરના લોકોએ તેમને એક જગ્યાએ ઉતારો અને જરૂરી વસ્તુઓ આપી. સાધુઓ ઘણા સમય સુધી અહીં રહ્યાપરંતુ તેઓની પાસે કોઈ પણ નગરવાસી પોતાની સમસ્યા લઈને ન આવ્યુંતેથી તેઓ ખૂબ જ બેચેન થઈને અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે, "આ નગર તો બહુ આશ્ચર્ય પમાડે તેવું છે. આપણે ઘણા દિવસથી આ નગરમાં રહીએ છીએ છતાં પણ કોઈ પોતાની સમસ્યા લઈને નથી આવ્યું. આજ સુધી આપણી સાથે એવું ક્યારેય નથી થયું કે આપણી સમક્ષ પોતાની સમસ્યાઓને લઈને લોકોની લાંબી લાઇનો ન લાગી હોય. ખૂબ જ અચરજની વાત છે કે લોકો આપણી સામે જોવા છતાં પણ આપણી પાસે આવતા નથી અને આગળ ચાલવા લાગે છે. આખરે આનું કારણ શું હોઈ શકે?" સાધુઓએ પોતાની ટોળકીમાંથી સૌથી નાના સાધુ અરુણને આ બાબતની તપાસ કરવા માટે મોકલ્યો અને સંપૂર્ણ તપાસ કર્યા પછી જ પાછા ફરવા માટે જણાવ્યું.


અરુણને ઘણી વાર પોતાની ટોળકીમાં સામેલ લોકોના અંધવિશ્વાસ અને પાખંડ નહોતા ગમતાપરંતુ તે સૌથી નાનો હોવાને કારણે ચૂપ રહેતો હતો. અરુણે આખો દિવસ નગરમાં ફરી-ફરીને તપાસ કરી અને રાત્રે પાછો ફર્યો. આવીને તેણે પોતાની ટોળકીના મોટા-મોટા સાધુઓને કહ્યું કે, "આ નગરમાં એક જય નામની વ્યક્તિ રહે છે. તે સાધુ ન હોવા છતાં પણ લોકો તેને સાધુથી પણ વધારે સન્માન આપે છે. તે નગરના લોકોની કોઈ પણ સમસ્યાનું સમાધાન થોડી જ ક્ષણોમાં કરી આપે છે. તે સૌની મદદ કરે છે અને ત્યારબાદ તે પોતાના કામમાં વ્યસ્ત બની જાય છે." આ સાંભળીને બધા જ સાધુઓને તે વ્યક્તિની ઈર્ષ્યા થવા લાગી. તેઓ તેના પર ખૂબ જ ગુસ્સે થયા.


એક દિવસ જયને નગરના એક રોગી વિશે જાણવા મળ્યુંતેથી તેની મદદ માટે તે નીકળી પડયો. રસ્તામાં તેને પેલી સાધુઓની ટોળકી મળી ગઈ. બધા જ સાધુઓએ તેનો રસ્તો રોક્યો. ક્રોધિત થઈને તેને અપશબ્દો બોલવા લાગ્યા અને ટીકા કરવા લાગ્યાપરંતુ આ અપશબ્દો કે ટીકાની તેના પર કોઈ અસર ન થઈ. થોડી વાર પછી જ્યારે સાધુઓ શાંત થયા ત્યારે જયે કહ્યું, "તમે લોકોએ સાધુનો વેશ ધારણ કરીને પોતાને સાધુ ઘોષિત કર્યા છેપરંતુ તમારામાં સાધુના ગુણ નથી. સાધુ તો ક્રોધઈર્ષ્યાલોભથી દૂર રહે છે અને હંમેશાં નિઃસ્વાર્થભાવે માનવસેવા કરે છે." આ સાંભળીને બધા જ સાધુઓનાં શીષ શરમથી ઝૂકી ગયાં. સાધુઓએ જયને રસ્તો આપ્યો. ત્યારબાદ જય આગળ વધવા લાગ્યો. અરુણ જયના ગુણો અને વિચારથી ખૂબ જ પ્રભાવિત થયો. તેણે સાધુઓનાં વસ્ત્ર ઉતારી દીધાં અને જયની સાથે જ રહી જઈને નગરના લોકોની સેવા કરવા લાગ્યો.

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો





ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE