બલદેવપરી બ્લોગ: સરકારોના 'સરકાર' રિયલ 'ગોડફાધર' (કભી કભી)

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

Tuesday, 27 November 2012

સરકારોના 'સરકાર' રિયલ 'ગોડફાધર' (કભી કભી)

ચાર દાયકા કરતાં પણ વધુ સમય સુધી મુંબઈથી કોંકણ પટ્ટી પર લોકોના દિલોદિમાગ પર રાજ કરનાર બાલ ઠાકરે એક દંતકથા બની ગયા. તેમને પ્રેમ કરનારો અને ધિક્કારનારો ઘણો મોટો વર્ગ હોવા છતાં બાલ ઠાકરેની નોંધ ના લેવાની કોઈની તાકાત નહોતી. જિંદગીમાં એક જ વાર તેઓ દિલ્હી ગયા, પરંતુ દિલ્હી તેમનાથી થરથર ધ્રુજતું રહ્યું. મુંબઈની બહાર ભાગ્યે જ પગ મૂકનાર આ વ્યક્તિથી દેશ પ્રભાવિત રહ્યો. મુખ્યમંત્રીપદ કે વડા પ્રધાનપદની ખેવના કદી ના કરનાર આ વ્યક્તિથી તમામ મુખ્યમંત્રીઓ અને વડા પ્રધાનો અસરગ્રસ્ત રહ્યા. હાથમાં કદી રિવોલ્વર ના પકડનાર આ વ્યક્તિથી મુંબઈના ગુંડાઓ ધ્રુજતા રહ્યા. રાજસભામાં કે લોકસભામાં કદી પણ પગ ના મૂકનાર આ વ્યક્તિએ શિવસેનાના કેટલાયે સામાન્ય કાર્યકરોને રાજસભાના કે લોકસભાના સભ્ય બનાવી દીધા. રાજનીતિમાં હોવા છતાં બીજા દંભી રાજકારણીઓથી તેમણે પોતાની જાતને અલગ સાબિત કરી દીધી. એકવાર દેશના સુપ્રસિદ્ધ તસવીરકાર રઘુરાય તેમની તસવીર લેવા ગયા ત્યારે બાલ ઠાકરેએ પશ્ચાદ્ભૂમાં વાઘ,

બાજુમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા, મોમાં સિગાર અને ટેબલ પર બિયરના ગ્લાસ સાથે તસવીર પડાવી જેથી લોકો તેમને તેઓ જેવા છે તેવા જ જાણે. રોજ બપોરે બિયર પીધા પછી જ તેઓ જમતા હતા. બીજા નેતાઓની જેમ તેમણે તેમના વિચારો કે લાઈફસ્ટાઈલ કદી છુપાવી નહીં. વડા પ્રધાનોને કે મુખ્યમંત્રીઓને મળવા કદી ના ગયા, પણ મુખ્યમંત્રીઓ કે વડા પ્રધાનો તેમને મળવા આવ્યા. પ્રણવ મુખરજી પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડતા પહેલાં બાલાસાહેબના આશીર્વાદ લેવા 'માતોશ્રી' ગયા હતા અને બાલાસાહેબ કોંગ્રેસના કટ્ટર વિરોધી હોવા છતાં તેમણે રાષ્ટ્રપતિ પદ માટે પ્રણવ મુખરજીને ટેકો જાહેર કર્યો હતો. જે કોઈ લોકો 'માતોશ્રી' ગયા તે બધા જ નત મસ્તકે ગયા અને બાલાસાહેબે બધાને ઉપકૃત કર્યા. આ એક ગોડફાધરની સ્ટાઈલ હતી.
મારિયો પુઝોએ વર્ષો પહેલાં અમેરિકામાં 'ગોડફાધર' નામની નવલકથા લખી ત્યારે તેના દિમાગમાં અલ કપોન જેવા કોઈ રિયલ ડોનની છબી હતી. 'ગોડફાધર' નવલકથા પરથી ફિલ્મ બની અને તેમાંથી પ્રેરણા લઈ વિશ્વમાં અત્યાર સુધીમાં ૫૦થી વધુ ફિલ્મો બની, તેમાં એક હતી : 'સરકાર.' સરકારમાં અમિતાભ બચ્ચનનો રોલ બાલાસાહેબ ઠાકરેના જીવન અને પ્રતિભાની નજીક હોવાનું કહેવાયું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે, બાલાસાહેબ માત્ર રાજકારણીઓના જ ગોડફાધર નહીં, પણ મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારોના પણ 'સરકાર' હતા.ઓરિજિનલ 'ગોડફાધર' ફિલ્મમાં વિટ્ટો ક્લેરિયોન ગોડફાધર છે. એક નવોદિત કલાકારને એક ઘમંડી નિર્માતા એની ફિલ્મમાં કામ આપતો નથી. એક્ટર વિટ્ટો ક્લેરિયોન પાસે મદદ માગે છે. ગોડફાધરનો માણસ ફિલ્મ નિર્માતાને જઈ એ એક્ટરને કામ આપવા કહે છે, પરંતુ એરિસ્ટ્રોક્રેટ જીવન જીવતો હોલિવૂડનો નિર્માતા એ એક્ટરને કામ આપવા ઈનકાર કરી તેનો લાખો ડોલરની કિંમતનો વિશ્વનો શ્રેષ્ઠ ઘોડો બતાવી ગોડફાધરના માણસને રવાના કરી દે છે. બીજા દિવસે સવારે ફિલ્મનો નિર્માતા ઊઠે છે ત્યારે તેની પથારીમાં તેની બાજુમાં જ તેના કીમતી ઘોડાનું કપાયેલું રક્તરંજિત માથું પડેલું હોય છે.
બાલાસાહેબ ઠાકરેના વ્યક્તિત્વને લઈ ભલે 'સરકાર' નામની કાલ્પનિક ફિલ્મ બની હોય, પરંતુ નોંધપાત્ર વાત એ હતી કે, આખું બોલિવૂડ બાલાસાહેબ ઠાકરેના ઈશારા પર નાચતું હતું. બાલાસાહેબે હિન્દુત્વનો અને 'મરાઠી માનુસ'નો એજન્ડા ભલે જીવનમંત્ર બનાવ્યો, પરંતુ એક જમાનામાં એક્ટર દિલીપકુમાર અને બાલાસાહેબ જીગરી મિત્રો હતા. મહિને બે મહિને એકવાર દિલીપકુમાર 'માતોશ્રી' બંગલે જતા. બેઉ સાથે સ્કોચ પીતાં અને દિલીપકુમાર બાલાસાહેબના ઘરની મરાઠી વાનગીઓનો આસ્વાદ માણતા.
બાલાસાહેબે તેમની કારકિર્દીની શરૂઆત એક કાર્ટૂનિસ્ટ તરીકે કરી હતી. વ્યંગ અને કટાક્ષ તેમના જીવનનો અભિન્ન હિસ્સો હતા. તેઓ સ્પષ્ટ વક્તા અને વિરોધાભાસોથી ભરેલા હતા. જે દિલીપકુમાર એક જમાનામાં તેમના મિત્ર હતા તેમને જ એક તબક્કે તેમણે દેશદ્રોહી પણ કહ્યા હતા. આ આક્ષેપ બેબુનિયાદ હોઈ દિલીપકુમારને બહુ જ આઘાત લાગ્યો હતો. પાકિસ્તાનની ટીમ ભારત આવીને રમે તે સામે તેમનો વિરોધ હતો, પરંતુ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ખેલાડી જાવેદ મિયાંદાદના તેઓ પ્રશંસક હતા અને તેમને પોતાના ઘરે પણ બોલાવ્યા હતા. વેલેન્ટાઈન ડેનો તેઓ વિરોધ કરતા હતા, પરંતુ પોપસિંગર માઈકલ જેક્શન ભારત આવ્યા ત્યારે તેમને પોતાના ઘરે બોલાવ્યા હતા. બાલાસાહેબ ઇન્દિરા ગાંધી અને જવાહરલાલ નહેરુથી માંડીને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના કટ્ટર વિરોધી રહ્યા. એ જ બાલાસાહેબે બનાવેલું નહેરુનું રેખાચિત્ર નહેરુને બહુ જ ગમી ગયું હતું. એ જ રીતે ઈન્દિરા ગાંધીના અવસાન પછી તેમણે ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પતો એક દીવડો દોર્યો હતો જેની જ્યોતમાંથી નીકળતી ધૂમ્રસેરો દ્વારા તેમણે ઈન્દિરાજીનું રેખાચિત્ર ઉપસાવ્યું હતું.
બાલાસાહેબના 'માતોશ્રી' બંગલામાં તેમની કૃપા મેળવવા જનારાઓ માત્ર શિવસેના કે ભાજપાના જ નેતાઓ નહીં, પણ કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ પણ જતા. પ્રણવશરદ પવાર પણ જતા અને બાલાસાહેબ એ બધાને ઉપકૃત પણ કરતા. મુંબઈમાં ફિલ્મ બનાવવી હોય કે ફિલ્મ ચલાવવી હોય તો બાલાસાહેબની કૃપાની જરૂરિયાત ફરજિયાત રહેતી. લતા મંગેશકર, અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના પણ 'માતોશ્રી' બંગલામાં દેખાતાં. બાલાસાહેબને પણ ફિલ્મ સ્ટાર્સ માટે લગાવ હતો. બાલાસાહેબે ખુદે શરૂઆતના સંઘર્ષના દિવસોમાં વાડિયા ફિલ્મ્સ માટે કાર્ડ્સ દોરવાનું કામ કર્યું હતું. સારી ફિલ્મો જોવાનો તેમનો શોખ કાયમ રહ્યો. રાજ કપૂરનું એક પોર્ટ્રેઈટ ઘણાં વર્ષો સુધી 'માતોશ્રી' બંગલાની દીવાલની શોભા બની રહ્યું.
બાલાસાહેબે તેમની લડતની શરૂઆત મુંબઈમાં ફોર્ટ વિસ્તારમાં ફૂટપાથો પર ધંધો શરૂ કરનાર દક્ષિણ ભારતીયો સામે શરૂ કરી હતી. તો બીજી તરફ દક્ષિણમાં ડીએમકે હિન્દી ભાષાની વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી હતી. તેના વિરોધમાં બાલાસાહેબે મુંબઈમાં દક્ષિણના નિર્માતાઓએ બનાવેલી ફિલ્મો દર્શાવવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. 'બંધ' એ શિવસેનાનું હથિયાર હતું. દક્ષિણના એક નિર્માતાએ દિલીપકુમારને લઈને 'રામ ઔર શ્યામ' ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ મુંબઈમાં રજૂ થાય તે માટે દિલીપકુમાર તેમના તમિળ ફિલ્મ નિર્માતાને લઈ 'માતોશ્રી' બંગલે ગયા હતા અને ફિલ્મ રિલીઝ થવા દેવા વિનંતી કરી હતી. બાલાસાહેબે તે નિર્માતાને સ્પષ્ટ કહ્યું હતું કે, જો ડીએમકે હિન્દી સામેની તેમની લડત નરમ કરે તો જ તમારી ફિલ્મ મુંબઈમાં રજૂ થવા દઈશ. નિર્માતાએ તરત જ તે વખતના ડીએમકેના વડા અન્નાદુરાઈને ફોન કર્યો અને તે પછી અન્નાદુરાઈ સંમત થતાં ફિલ્મ 'રામ ઔર શ્યામ' મુંબઈમાં રિલીઝ થવા દેવામાં આવી હતી. બાલાસાહેબની દક્ષિણ ભારતીયો સામેની ઝુંબેશ સખત હોવા છતાં દક્ષિણની મશહૂર અભિનેત્રી વૈજયંતી માલાને બાલાસાહેબ માટેનો સ્નેહ જરાયે ઓછો થયો નહોતો. વૈજયંતીમાલા બાલાસાહેબની રાખી-બહેન હતી. તે રક્ષાબંધનના દિવસે કાયમ માટે બાલાસાહેબને રાખડી બાંધતી. રાજેશ ખન્ના ડ્રિંક્સના શોખીન હતા. તેઓ જ્યારે પણ બાલાસાહેબને મળવા જાય ત્યારે શેમ્પેઈનની બે બોટલ લઈને જ 'માતોશ્રી' જતા. મધરાત સુધી બેઉ ખાતાં-પીતાં અને વાતો કરતા. એવી જ રીતે લતા મંગેશકરને બાલાસાહેબ સાથે બહુ બનતું. ૧૯૬૬માં બાલાસાહેબે 'શિવસેના'ની શરૂઆત કરી ત્યારે પોતાનું નામ જાહેર કર્યા વગર જ લતા મંગેશકરે શિવસેના માટે દાન મોકલી આપવા ઓફર કરી હતી. બાલાસાહેબે લતાજીના દાનનો અસ્વીકાર કરતાં નમ્રતાથી કહ્યું હતું કે, "તમે તમારું નામ જાહેર નહીં કરીને દાન આપવા માગો છો તેનો અર્થ જ એ કે, તમે શિવસેનાની વિચારધારાને સમર્થન આપતાં નથી." તે પછી લતા મંગેશકર શિવસેનાની વધુ નજીક રહ્યાં હતાં.
કોઈ ગમે તેટલી મોટી મુશ્કેલીમાં આવી જાય ત્યારે તેઓ 'માતોશ્રી' બંગલાનું શરણ લેતા. તેમાંના એક હતા એક્ટર સંજય દત્તના પિતા સુનિલ દત્ત. સંજય દત્ત સામે ટાડાનો કેસ થયો અને શિવસેનાએ પણ સંજય દત્ત સામે લડત શરૂ કરી હતી. તે પછી સુનિલ દત્ત 'માતોશ્રી' બંગલે ગયા અને બીજા જ દિવસે બાલાસાહેબે સંજય દત્તને 'ક્લીન ચિટ' આપી હતી. એવું જ અમિતાભ બચ્ચનના કેસમાં થયું. અમિતાભ બચ્ચનની રાજીવ ગાંધી સાથેની નજદીકિયાંના કારણે બચ્ચનનું નામ બોફોર્સમાં સંડોવી દેવામાં આવ્યું હતું. ત્યારે પણ બાલાસાહેબ ઠાકરે બચ્ચન પરિવારની પડખે ઊભા રહ્યા હતા. મણિરત્નમે 'બોમ્બે' ફિલ્મ બનાવી હતી. તેમાંનું એક પાત્ર એનરોન પાવર પ્રોજેક્ટમાં જેમનું નામ સંડોવાયેલું હતું તે રેબેક્સ માર્ક પર આધારિત હતું ત્યારે બાલાસાહેબ ઠાકરેએ એ ફિલ્મ અરબી સમુદ્રમાં ફેંકી દેવાની ધમકી આપી હતી.
એકવાર બાલ ઠાકરેનો એક ટી.વી. ચેનલ પર રાજીવ શુક્લાએ ઇન્ટરવ્યૂ લીધો હતો અને રાજીવ શુક્લાએ તેમને પૂછયું હતું કે, "તમને વડા પ્રધાન બનાવવામાં આવે તો તમે શું કરો ?"
બાલાસાહેબે તરત જ કહ્યું હતું કે, પાકિસ્તાન કે બાંગલાદેશમાંથી આવતો એક પણ આતંકવાદી પકડાય તો હું તેને શૂટ કરી નાખું, કેસ ના ચલાવું."
બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ ત્યારે એકમાત્ર બાલાસાહેબ ઠાકરે જ એવી વ્યક્તિ હતા જેમણે જાહેરમાં કહ્યું હતું : "હા, એ મસ્જિદ ધ્વસ્ત કરવામાં મારી શિવસેનાના સૈનિકો હતા."
તેઓ જે માનતા તે બોલતા અને જે બોલતા તે કરતા. પોતાની વિચારધારા કદી ના છૂપાવનાર બાલાસાહેબ જેવી પ્રતિભા ફરી પેદા થવી મુશ્કેલ છે.ચાર દાયકા કરતાં પણ વધુ સમય સુધી મુંબઈથી કોંકણ પટ્ટી પર લોકોના દિલોદિમાગ પર રાજ કરનાર બાલ ઠાકરે એક દંતકથા બની ગયા. તેમને પ્રેમ કરનારો અને ધિક્કારનારો ઘણો મોટો વર્ગ હોવા છતાં બાલ ઠાકરેની નોંધ ના લેવાની કોઈની તાકાત નહોતી. જિંદગીમાં એક જ વાર તેઓ દિલ્હી ગયા, પરંતુ દિલ્હી તેમનાથી થરથર ધ્રુજતું રહ્યું. મુંબઈની બહાર ભાગ્યે જ પગ મૂકનાર આ વ્યક્તિથી દેશ પ્રભાવિત રહ્યો. મુખ્યમંત્રીપદ કે વડા પ્રધાનપદની ખેવના કદી ના કરનાર આ વ્યક્તિથી તમામ મુખ્યમંત્રીઓ અને વડા પ્રધાનો અસરગ્રસ્ત રહ્યા. હાથમાં કદી રિવોલ્વર ના પકડનાર આ વ્યક્તિથી મુંબઈના ગુંડાઓ ધ્રુજતા રહ્યા. રાજસભામાં કે લોકસભામાં કદી પણ પગ ના મૂકનાર આ વ્યક્તિએ શિવસેનાના કેટલાયે સામાન્ય કાર્યકરોને રાજસભાના કે લોકસભાના સભ્ય બનાવી દીધા. રાજનીતિમાં હોવા છતાં બીજા દંભી રાજકારણીઓથી તેમણે પોતાની જાતને અલગ સાબિત કરી દીધી. એકવાર દેશના સુપ્રસિદ્ધ તસવીરકાર રઘુરાય તેમની તસવીર લેવા ગયા ત્યારે બાલ ઠાકરેએ પશ્ચાદ્ભૂમાં વાઘ, બાજુમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા, મોમાં સિગાર અને ટેબલ પર બિયરના ગ્લાસ સાથે તસવીર પડાવી જેથી લોકો તેમને તેઓ જેવા છે તેવા જ જાણે. રોજ બપોરે બિયર પીધા પછી જ તેઓ જમતા હતા. બીજા નેતાઓની જેમ તેમણે તેમના વિચારો કે લાઈફસ્ટાઈલ કદી છુપાવી નહીં. વડા પ્રધાનોને કે મુખ્યમંત્રીઓને મળવા કદી ના ગયા, પણ મુખ્યમંત્રીઓ કે વડા પ્રધાનો તેમને મળવા આવ્યા. પ્રણવ મુખરજી પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડતા પહેલાં બાલાસાહેબના આશીર્વાદ લેવા 'માતોશ્રી' ગયા હતા અને બાલાસાહેબ કોંગ્રેસના કટ્ટર વિરોધી હોવા છતાં તેમણે રાષ્ટ્રપતિ પદ માટે પ્રણવ મુખરજીને ટેકો જાહેર કર્યો હતો. જે કોઈ લોકો 'માતોશ્રી' ગયા તે બધા જ નત મસ્તકે ગયા અને બાલાસાહેબે બધાને ઉપકૃત કર્યા. આ એક ગોડફાધરની સ્ટાઈલ હતી.
મારિયો પુઝોએ વર્ષો પહેલાં અમેરિકામાં 'ગોડફાધર' નામની નવલકથા લખી ત્યારે તેના દિમાગમાં અલ કપોન જેવા કોઈ રિયલ ડોનની છબી હતી. 'ગોડફાધર' નવલકથા પરથી ફિલ્મ બની અને તેમાંથી પ્રેરણા લઈ વિશ્વમાં અત્યાર સુધીમાં ૫૦થી વધુ ફિલ્મો બની, તેમાં એક હતી : 'સરકાર.' સરકારમાં અમિતાભ બચ્ચનનો રોલ બાલાસાહેબ ઠાકરેના જીવન અને પ્રતિભાની નજીક હોવાનું કહેવાયું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે, બાલાસાહેબ માત્ર રાજકારણીઓના જ ગોડફાધર નહીં, પણ મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારોના પણ 'સરકાર' હતા.ઓરિજિનલ 'ગોડફાધર' ફિલ્મમાં વિટ્ટો ક્લેરિયોન ગોડફાધર છે. એક નવોદિત કલાકારને એક ઘમંડી નિર્માતા એની ફિલ્મમાં કામ આપતો નથી. એક્ટર વિટ્ટો ક્લેરિયોન પાસે મદદ માગે છે. ગોડફાધરનો માણસ ફિલ્મ નિર્માતાને જઈ એ એક્ટરને કામ આપવા કહે છે, પરંતુ એરિસ્ટ્રોક્રેટ જીવન જીવતો હોલિવૂડનો નિર્માતા એ એક્ટરને કામ આપવા ઈનકાર કરી તેનો લાખો ડોલરની કિંમતનો વિશ્વનો શ્રેષ્ઠ ઘોડો બતાવી ગોડફાધરના માણસને રવાના કરી દે છે. બીજા દિવસે સવારે ફિલ્મનો નિર્માતા ઊઠે છે ત્યારે તેની પથારીમાં તેની બાજુમાં જ તેના કીમતી ઘોડાનું કપાયેલું રક્તરંજિત માથું પડેલું હોય છે.
બાલાસાહેબ ઠાકરેના વ્યક્તિત્વને લઈ ભલે 'સરકાર' નામની કાલ્પનિક ફિલ્મ બની હોય, પરંતુ નોંધપાત્ર વાત એ હતી કે, આખું બોલિવૂડ બાલાસાહેબ ઠાકરેના ઈશારા પર નાચતું હતું. બાલાસાહેબે હિન્દુત્વનો અને 'મરાઠી માનુસ'નો એજન્ડા ભલે જીવનમંત્ર બનાવ્યો, પરંતુ એક જમાનામાં એક્ટર દિલીપકુમાર અને બાલાસાહેબ જીગરી મિત્રો હતા. મહિને બે મહિને એકવાર દિલીપકુમાર 'માતોશ્રી' બંગલે જતા. બેઉ સાથે સ્કોચ પીતાં અને દિલીપકુમાર બાલાસાહેબના ઘરની મરાઠી વાનગીઓનો આસ્વાદ માણતા.
બાલાસાહેબે તેમની કારકિર્દીની શરૂઆત એક કાર્ટૂનિસ્ટ તરીકે કરી હતી. વ્યંગ અને કટાક્ષ તેમના જીવનનો અભિન્ન હિસ્સો હતા. તેઓ સ્પષ્ટ વક્તા અને વિરોધાભાસોથી ભરેલા હતા. જે દિલીપકુમાર એક જમાનામાં તેમના મિત્ર હતા તેમને જ એક તબક્કે તેમણે દેશદ્રોહી પણ કહ્યા હતા. આ આક્ષેપ બેબુનિયાદ હોઈ દિલીપકુમારને બહુ જ આઘાત લાગ્યો હતો. પાકિસ્તાનની ટીમ ભારત આવીને રમે તે સામે તેમનો વિરોધ હતો, પરંતુ પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ખેલાડી જાવેદ મિયાંદાદના તેઓ પ્રશંસક હતા અને તેમને પોતાના ઘરે પણ બોલાવ્યા હતા. વેલેન્ટાઈન ડેનો તેઓ વિરોધ કરતા હતા, પરંતુ પોપસિંગર માઈકલ જેક્શન ભારત આવ્યા ત્યારે તેમને પોતાના ઘરે બોલાવ્યા હતા. બાલાસાહેબ ઇન્દિરા ગાંધી અને જવાહરલાલ નહેરુથી માંડીને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના કટ્ટર વિરોધી રહ્યા. એ જ બાલાસાહેબે બનાવેલું નહેરુનું રેખાચિત્ર નહેરુને બહુ જ ગમી ગયું હતું. એ જ રીતે ઈન્દિરા ગાંધીના અવસાન પછી તેમણે ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પતો એક દીવડો દોર્યો હતો જેની જ્યોતમાંથી નીકળતી ધૂમ્રસેરો દ્વારા તેમણે ઈન્દિરાજીનું રેખાચિત્ર ઉપસાવ્યું હતું.
બાલાસાહેબના 'માતોશ્રી' બંગલામાં તેમની કૃપા મેળવવા જનારાઓ માત્ર શિવસેના કે ભાજપાના જ નેતાઓ નહીં, પણ કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ પણ જતા. પ્રણવશરદ પવાર પણ જતા અને બાલાસાહેબ એ બધાને ઉપકૃત પણ કરતા. મુંબઈમાં ફિલ્મ બનાવવી હોય કે ફિલ્મ ચલાવવી હોય તો બાલાસાહેબની કૃપાની જરૂરિયાત ફરજિયાત રહેતી. લતા મંગેશકર, અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના પણ 'માતોશ્રી' બંગલામાં દેખાતાં. બાલાસાહેબને પણ ફિલ્મ સ્ટાર્સ માટે લગાવ હતો. બાલાસાહેબે ખુદે શરૂઆતના સંઘર્ષના દિવસોમાં વાડિયા ફિલ્મ્સ માટે કાર્ડ્સ દોરવાનું કામ કર્યું હતું. સારી ફિલ્મો જોવાનો તેમનો શોખ કાયમ રહ્યો. રાજ કપૂરનું એક પોર્ટ્રેઈટ ઘણાં વર્ષો સુધી 'માતોશ્રી' બંગલાની દીવાલની શોભા બની રહ્યું.
બાલાસાહેબે તેમની લડતની શરૂઆત મુંબઈમાં ફોર્ટ વિસ્તારમાં ફૂટપાથો પર ધંધો શરૂ કરનાર દક્ષિણ ભારતીયો સામે શરૂ કરી હતી. તો બીજી તરફ દક્ષિણમાં ડીએમકે હિન્દી ભાષાની વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી હતી. તેના વિરોધમાં બાલાસાહેબે મુંબઈમાં દક્ષિણના નિર્માતાઓએ બનાવેલી ફિલ્મો દર્શાવવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. 'બંધ' એ શિવસેનાનું હથિયાર હતું. દક્ષિણના એક નિર્માતાએ દિલીપકુમારને લઈને 'રામ ઔર શ્યામ' ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ મુંબઈમાં રજૂ થાય તે માટે દિલીપકુમાર તેમના તમિળ ફિલ્મ નિર્માતાને લઈ 'માતોશ્રી' બંગલે ગયા હતા અને ફિલ્મ રિલીઝ થવા દેવા વિનંતી કરી હતી. બાલાસાહેબે તે નિર્માતાને સ્પષ્ટ કહ્યું હતું કે, જો ડીએમકે હિન્દી સામેની તેમની લડત નરમ કરે તો જ તમારી ફિલ્મ મુંબઈમાં રજૂ થવા દઈશ. નિર્માતાએ તરત જ તે વખતના ડીએમકેના વડા અન્નાદુરાઈને ફોન કર્યો અને તે પછી અન્નાદુરાઈ સંમત થતાં ફિલ્મ 'રામ ઔર શ્યામ' મુંબઈમાં રિલીઝ થવા દેવામાં આવી હતી. બાલાસાહેબની દક્ષિણ ભારતીયો સામેની ઝુંબેશ સખત હોવા છતાં દક્ષિણની મશહૂર અભિનેત્રી વૈજયંતી માલાને બાલાસાહેબ માટેનો સ્નેહ જરાયે ઓછો થયો નહોતો. વૈજયંતીમાલા બાલાસાહેબની રાખી-બહેન હતી. તે રક્ષાબંધનના દિવસે કાયમ માટે બાલાસાહેબને રાખડી બાંધતી. રાજેશ ખન્ના ડ્રિંક્સના શોખીન હતા. તેઓ જ્યારે પણ બાલાસાહેબને મળવા જાય ત્યારે શેમ્પેઈનની બે બોટલ લઈને જ 'માતોશ્રી' જતા. મધરાત સુધી બેઉ ખાતાં-પીતાં અને વાતો કરતા. એવી જ રીતે લતા મંગેશકરને બાલાસાહેબ સાથે બહુ બનતું. ૧૯૬૬માં બાલાસાહેબે 'શિવસેના'ની શરૂઆત કરી ત્યારે પોતાનું નામ જાહેર કર્યા વગર જ લતા મંગેશકરે શિવસેના માટે દાન મોકલી આપવા ઓફર કરી હતી. બાલાસાહેબે લતાજીના દાનનો અસ્વીકાર કરતાં નમ્રતાથી કહ્યું હતું કે, "તમે તમારું નામ જાહેર નહીં કરીને દાન આપવા માગો છો તેનો અર્થ જ એ કે, તમે શિવસેનાની વિચારધારાને સમર્થન આપતાં નથી." તે પછી લતા મંગેશકર શિવસેનાની વધુ નજીક રહ્યાં હતાં.
કોઈ ગમે તેટલી મોટી મુશ્કેલીમાં આવી જાય ત્યારે તેઓ 'માતોશ્રી' બંગલાનું શરણ લેતા. તેમાંના એક હતા એક્ટર સંજય દત્તના પિતા સુનિલ દત્ત. સંજય દત્ત સામે ટાડાનો કેસ થયો અને શિવસેનાએ પણ સંજય દત્ત સામે લડત શરૂ કરી હતી. તે પછી સુનિલ દત્ત 'માતોશ્રી' બંગલે ગયા અને બીજા જ દિવસે બાલાસાહેબે સંજય દત્તને 'ક્લીન ચિટ' આપી હતી. એવું જ અમિતાભ બચ્ચનના કેસમાં થયું. અમિતાભ બચ્ચનની રાજીવ ગાંધી સાથેની નજદીકિયાંના કારણે બચ્ચનનું નામ બોફોર્સમાં સંડોવી દેવામાં આવ્યું હતું. ત્યારે પણ બાલાસાહેબ ઠાકરે બચ્ચન પરિવારની પડખે ઊભા રહ્યા હતા. મણિરત્નમે 'બોમ્બે' ફિલ્મ બનાવી હતી. તેમાંનું એક પાત્ર એનરોન પાવર પ્રોજેક્ટમાં જેમનું નામ સંડોવાયેલું હતું તે રેબેક્સ માર્ક પર આધારિત હતું ત્યારે બાલાસાહેબ ઠાકરેએ એ ફિલ્મ અરબી સમુદ્રમાં ફેંકી દેવાની ધમકી આપી હતી.
એકવાર બાલ ઠાકરેનો એક ટી.વી. ચેનલ પર રાજીવ શુક્લાએ ઇન્ટરવ્યૂ લીધો હતો અને રાજીવ શુક્લાએ તેમને પૂછયું હતું કે, "તમને વડા પ્રધાન બનાવવામાં આવે તો તમે શું કરો ?"
બાલાસાહેબે તરત જ કહ્યું હતું કે, પાકિસ્તાન કે બાંગલાદેશમાંથી આવતો એક પણ આતંકવાદી પકડાય તો હું તેને શૂટ કરી નાખું, કેસ ના ચલાવું."
બાબરી મસ્જિદ ધ્વસ્ત થઈ ત્યારે એકમાત્ર બાલાસાહેબ ઠાકરે જ એવી વ્યક્તિ હતા જેમણે જાહેરમાં કહ્યું હતું : "હા, એ મસ્જિદ ધ્વસ્ત કરવામાં મારી શિવસેનાના સૈનિકો હતા."
તેઓ જે માનતા તે બોલતા અને જે બોલતા તે કરતા. પોતાની વિચારધારા કદી ના છૂપાવનાર બાલાસાહેબ જેવી પ્રતિભા ફરી પેદા થવી મુશ્કેલ છે.

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો

ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE