રોમા એક નાની છોકરી હતી. તેને જમવાનું
બનાવવાનો ખૂબ શોખ હતો. જયારે પણ માં જમવાનું
બનાવતી તે ધીરેથી જઈને જોઈ લેતી કે મમ્મીના
હાથનું જમવાનું એટલું સ્વાદિષ્ટ હોય છે કે પિતાજી
આંગળી ચાટતા રહી જાય છે. જે મહેમાન આવે તે
પણ મમ્મીના રસોઈના વખાણ કરે છે.
રોમા જોતી હતી કે મમ્મીની પાસે એક ડબ્બો છે. દરેક વખતે જયારે મમ્મી જમવાનું બનાવે છે તો ડબ્બામાંથી કશુંક કાઢીને જરૂર નાખતી હતી. રોમાને લાગ્યું કે જરૂર આ ડબ્બામાં એવું કશુ છે જેને રસોઈમાં મેળવવાથી રસોઈનો સ્વાદ બમણો થઇ જઈ છે. માં તે ડબ્બાને ખૂબ સંભાળીને રાખતી હતી. રોમાએ પોતાની મમ્મીને એવું કહેતા પણ સાંભળ્યું હતું કે આ ડબ્બો તેમને તેમની મમ્મી પાસેથી મળ્યો હતો.
એક દિવસ રોમાની મમ્મી બીમાર પડી ગઈ. રોમાએ હિંમત કરીને કહ્યું કે કોઈ વાંધો નહિ, હવે મમ્મી આરામ કરશે અને જમવાનું પોતે બનાવશે. જયારે રોમા કિચનમાં રસોઈ બનાવવા પહોંચી તો જમવાની બધી તૈયારી કર્યા પછી તેને યાદ આવ્યું કે માંની દરેક ડિશ એટલે સ્વાદિષ્ટ બનતી હતી કે તે ઉપર મૂકેલા ડબ્બામાંથી રોજ કશુ ને કશુ નાખતી હતી.
રોમાએ એક ટેબલ પર સ્ટૂલ મૂકીને અભરાઈ પર મુકેલો ડબ્બો ઉતારી લીધો. તેણે સ્ટીલનો એ નાનકડો ડબ્બો ખોલીને જોયું તો ડબ્બામાં કશુ જ નહોતું. બસ, જુના કાગળની એક નાનકડી ચિઠ્ઠી મૂકી હતી.
રોમાએ તે ચિઠ્ઠી ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું કે - બેટા તું જે પણ બનાવે, તેમાં એક ચપટી પ્રેમ જરૂર નાખજે જેથી તારી બનાવેલી વસ્તુ બીજાને ગમે. રોમાને વાત સમજતા વાર ન લાગી.
કેટલી સારી વાત છે ને કે તમારા દરેક કામમાં થોડો પ્રેમ સમાય જાય તો તે સામી વ્યક્તિને જરૂર પ્રભાવિત કરે છે. પ્રેમ દરેક દર્દ ની દવા પણ છે

No comments:
Post a Comment