ગાયના દૂધ વિશેના આ FACTS જાણી, તમે રોજ ઉપયોગ કરશો
આપણે જાણીએ છીએ પુરાણોમાં પણ ગાયને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગાય વિશે એવું પણ કહેવાય છે કે ગાયમાતામાં ૩૩ કરોડ દેવતાનો વાસ છે. આપણે તો ગાયનું મહત્વ જાણીએ છીએ સાથે વૈજ્ઞાનિક રીતે પણ ગાયના છાણ, દૂધ, મૂત્રનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે. વૈજ્ઞાનિક સંશોધન અનુસાર ગાયના છાણાં કોલેરાનાં જંતુઓનો નાશ કરવાની શક્તિ છે. ગાય વિશે તો અનેક પુસ્તકો લખાઈ ચૂક્યા છે પરંતુ આજે અમે તમને ગાયના દૂધના કેટલાક ખાસ ગુણો વિશે વાત કરવા માગીએ છીએ જે તમને ક્યારેક સાંભળ્યા હશે પણ એટલુ ધ્યાન નહીં આપ્યું હોય જાણો આજે એ મહત્વની ખાસ વાતો
ગૌમાતાના દૂધનો મહિમાઃ-
-સુવર્ણ મુદ્રાઓ(સોનાના સિક્કાઓ) આપીને પણ ગૌમાતાનું દૂધ ખરીદો તો પણ તમે તેની સાચી કિંમત ચુકવી શકતા નથી.
-ગૌમાતાનું દૂધ ભગવાને પૃથ્વીના મનુષ્યોને આપેલી અણમોલ, અલૌકિક અને અદભુત ભેટ છે.
-ગૌમાતાનું દૂધ ભગવાને પૃથ્વીના મનુષ્યોને આપેલી અણમોલ, અલૌકિક અને અદભુત ભેટ છે.
ગાય વિશેની તમામ જાણકારી અને મહત્વ જાણવા માટે આગળ
ગૌમાતાનું દૂધ ભગવાને મનુષ્ય જાતિને આપેલા 'નિરામય' જીવનનું વરદાન છે.
-'યક્ષે' મહારાજા યુધ્ધિષ્ઠિરને પ્રશ્ન પૂછ્યો કે પૃથ્વી ઉપર "અમૃત" ક્યુ ત્યારે તેમણે જવાબ આપ્યો કે ગૌમાતાનું દૂધ પૃથ્વી ઉપરનું અમૃત છે.(મહાભારત)
-ગૌમાતાનું દૂધ મનુષ્યોને આયુષ્ય, આરોગ્ય, ઓજસ અને આધ્યાત્મ આપનારું છે.
-ગોમાતાનું દૂધ મનુષ્યોને ચૈત્નય આપે છે.
આગળ વાંચો ગાયનું દૂધ પીળાશ પડતા રંગનું કેમ હોય છે..
-ગૌમાતાના ખુંધમાં સૂર્યકેતુ નાડી હોય છે. તેના દ્રારા સૂર્યના કિરણો ઝીલીને શરીરમાં ઉતારે છે. તેમાંથી સૂવર્ણ કિરણો પેદા થાય છે. તેના ગુણો ગાયના દૂધમાં હોય છે. માટે ગાયનું દૂધ પીળાશ પડાતા સૂવર્ણ રંગનું હોય છે. તેમાં સૂવર્ણ ભસ્ળના ગુણો હોય છે.
-ગૌમાતાનું દૂધ માણસને ઉદાર, પરોપકારી, સહનશીલ, સાત્વિક સદગુણી અને સંવેદનશીલ બનાવે છે.
-ગૌમાતાનું દૂઘ સ્વસ્થ માણસના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે.
-ગૌમાતાનું દૂધ મનુષ્યોને પ્રાણશક્તિ, જીવનશક્તિ, ઉર્જાશક્તિ આપી ચૈતન્ય વધારનારૂં નવજીવન આપનારૂં છે.
ગાયના દૂધમાં લોહીની ખામીને લીધે સર્જાતી સમસ્યા થાય છે દૂર....આગળ વાંચો...
ગાયના દૂધના શ્વેતકણો અને લોહીના શ્વેતકણો ઘણા મળતા આવે છે. તેના ગુણધર્મો લગભગ સમાન છે. તે માનવ શરીરના શ્વેતકણોમાં વધારો કરે છે. શ્વેતકણોમાં રોગના જીવાણુંઓનો નાશ કરવાની શક્તિ હોય છે. તેથી રોગો સામે લડવાની શક્તિ નિર્માણ થાય છે. રોગચાળો ફેલાયો હોય ત્યારે પણ તેઓ રોગોનો ભોગ બનતા નથી. તેમની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
- ગૌમાતાનું દૂધ પીનારાઓને ધર્મ અર્થ, કામ અને કામ અને મોક્ષ પ્રાપ્તિ થાય છે.
આગળ વાંચો દૂધ પીનારાઓને કયા ફાયદા થાય છે.....
ગૌમાતામાં પૃથ્વીની સહનશક્તિ, પવનની ચંચળતા, સૂર્યનું તેજ, અગ્નિની પવિત્રતા, ચંદ્રની શીતળતા, નદીનું સમર્પણ, વૃક્ષોનો પરોપકાર, પાણીની નિર્મળતા, સમુદ્ર જેવું ગાંભીર્ય અને આકાશ જેવી વિશાળતા રહેલી છે. ગૌમાતામાં રહેલા તમામ દિવ્ય અને પવિત્ર સદગુણો ગૌમાતાનું અમૃતરૂપી દૂધ પીનારાઓમાં નિર્માણ થાય છે. તેઓ સદગુણી, સાત્વિક, ધાર્મિક, ઉદાર અને પરોપકારી બને છે.
No comments:
Post a Comment