બલદેવપરી બ્લોગ: અકબર બિરબલની બાળ વાર્તાઓ

menu

CHALTIPATI

મિત્રો આ વેબસાઈટમાં TET,TAT,HTAT ની ક્વીઝો ધોરણ 9-10 ના ગણિત,વિજ્ઞાન,સામાજિકવિજ્ઞાન .અંગ્રેજી ની ક્વીઝ(MCQ) લીંક મુકવામાં આવી છે ઉપરાત જોવાલાયક વિજ્ઞાનનીકો ના વિડિઓ મુકેલા છે .નિયમિત મુલાકાત લેતા રહે જો

મારો સંપર્ક

મને તો ક્લિક કરી જોવ તમને માલામાલ કરી દવ

અકબર બિરબલની બાળ વાર્તાઓ


(1)  અપશુકનિયાળ મોંઢું

શેઠ હુકમચંદ જમવા બેસતા હતા.સોનાની થાળી અને સોનાના વાટકા,સોનાના પ્યાલા અને સોનાની ચમચીઓ…કારણકે હુકમચંદ શેઠ તો અકબરના રાજ્યના મુખ્ય માણસ હતા.જાતજાતની વાનગીઓ પીરસાઈ હતી ધનકુંવર શેઠાણી હાથમાં વીંઝણો(પંખો) પકડી શેઠની સેવામાં હાજર હતા.દાસ-દાસીઓ પીરસવા તૈયાર ઉભા હતા ત્યાં રાજાના સૈનિકો આવી પહોંચ્યા અને બોલ્યા-”શેઠ,ચાલો રાજા હમણાંને હમણાં તમને બોલાવે છે અને કહ્યું છે કે જો આવવામાં આનાકાની કરે તો બેડીઓ પહેરાવી જેલમાં ઘાલી દેજો.માટે શેઠ, તમે તરત આગળ ચાલવા માંડો.”

હુકમચંદશેઠને ગુસ્સો તો ઘણો જ આવ્યો પણ શું કરે???આ તો શાહી ફરમાન હતું એટલે જવું જ પડે ને???શેઠ તો ચાલ્યા. રાજ દરબારમાં રાજા સિંહાસન પર બેઠેલા હતા અને ગુસાથી દ્રુજતા હતા, આંખો લાલચૉળ હતી. હુકમચંદશેઠ ને જોઇને બોલ્યા. આ માણસને હાલને હાલ ફાંસી આપો. હુકમચંદ તો નવાઈ પામી ગયા કે મારો કયો ગુનો થયો છે???પણ રાજા આગળ કશું જ બોલી શકાય થોડું??? સેવકો તેમને ફાંસીના માંચડા પાસે લઈ ગયા. કેટલાક શાણા માણસો હતા તેમને થયું કે આ તો બહુ જ ખોટું થઈ રહ્યું છે. પણ રાજાને સમજાવે કોણ???બધએ કહ્યું બિરબલને મળો .તે ખૂબ ચતુર છે અને રાજાને માત્ર તે જ સમજાવી શકશે. બે-ચર જણ દોડ્યા બિરબલ પાસે અને બધી વાત કરી.બિરબલ બોલ્યા-”કશો વાંધો નહીં .તમે તમારે જઓ અને હું બાદશાહને સમજાવું  છું”બિરબલ રાજા પાસે ગયા અને બોલ્યા” નામદાર, આ બિચારા હુકમચંદનો એવો તો શો ગુનો છે કે તમે તેમને ફાંસીના માંચડે લટકાવવાનું કહો છૉ???”અકબર બોલ્યા-”બિરબલ તું વચમાં બોલીશ જ નહીં. આ અપશુકનિયાળ માણસ મારા રાજ્યમાં જોઈએ જ નહીં. આજે સવારે સૌથી પહેલું મોઢું મેં તેનું જોયું અને બધું ખરાબ જ બન્યું છે.સવારમાં જ હું કઢેલું દૂધ પીવા જતો હતો તો તે મારા કિંમતી પોશાક પર ઢોળાયું. પછી તૈયાર થઈ દરબારમાં જતો હતો ત્યાં સમાચાર આવ્યા કે બેગમના ભાઈ ગુજરી ગયા છે એટલે ત્યાં જવું પડ્યું. આવીને જમવા બેઠો તો ભોજનમાં ઉપરથી ગરોળી પડી, હજી આ પૂરું થયું ન હતું ત્યાં સમાચાર આવ્યા કે પાડૉશી રાજ્યાના રાજા યુધ્ધ કરવા આવ્યા છે એટલે ત્યાં દોડવું પડ્યું….”મારે આ માણસનું અપશુકનિયાળ મોંઢું મારા રાજ્યમાં જ ના જોઇએ.”બિરબલ હુકમચંદશેઠ પાસે ગયો અને તેમને કાનમાં કાંઇક કહ્યું. પછી રાજા પાસે આવીને બોલ્ય,’જહાંપનાહ, ભલે તમારી જેવી મરજી. રાજા હુકમ આપે પછી કોઇથી કશું બોયાય ખરું???  પણ મારી એક નમ્ર વિનંતી છે કે ફાંસી આપવાની હોય ત્યારે માણસ્ને તેની અંતિમ ઈચ્છા તો પૂછવી જ જોઈએ.”અકબર બોલ્યા,” બોલ શેઠ, તારે શું કહેવું છે??”હુકમીચંદ બોલ્યા,’નામદાર, હું શું કહું??? તમે મારું અપશુકનિયાળ મોઢું જોયું તો ઘણી જ ખરાબ ઘટનાઓ બની. તે બદલ હું દિલગીર છું . પણ મને વિચાર આવે છે કે મેં તો તમારૂં જ મોંઢું જોયું હતું અને મને ફાંસી મળી. હવે આપ જ કહો વધારે કે અપશુકનિયાળ મોંઢું કોનું????”રાજ તો વિચારમાં પડી ગયા. પ્છી હસતા હસતા બોલ્યા,”છોડી દો ષેઠને અને માન સાથે તેમને દરબારમાં લઈ આવો.”બધા જ બિરબલની ચતુરાઈથી ખુશ થઈ ગયા અને રાજા પણ બોલી ઉઠ્યા,”બિરબલ, તું નાહોત તો આ ગુણવાન શેઠને ગુમાવત. તેં મારઇ અને રાજ દરબારની લાજ રાખી. તારો ખૂબ ખૂબ આભાર.”(2) અકબર બિરબલબાજરીનું દોરડું

અકબરના દરબારમાં મોટા ભાગના દરબારીઓ બિરબલની ખૂબ જ ઇર્ષા કરતા. એક દિવસ બધાએ  ભેગા થઈને તેને ફસાવવાનું નક્કી કર્યું. તેમણે બાદશાહના મહાવતને સમજાવ્યો કે તું રાજાને જઈને કહે કે તમારો હાથી એવો ગાંડો થયો છે કે કોઈના કાબૂમાં નથી તેમણે રાજવૈદને પણ આ કાવતરામાં સામેલ કરી દીધા.દરબારીઓમાંથી એક દરબારીને નેતા બનાવ્યો.
મહાવત તો રાજા પાસે  ગયો અને તેને જેમ સમજાવ્યું હતું તેમે બોલ્યો. રાજાએ તરત રાજવૈદને બોલાવ્યા અને તેંપ ઇલાજ કરવા કહ્યું. રાજવૈદે પણ તેને સમ્જાવ્યું હતું તેમ તરત કહ્યું કે જો બાજરીના છોડના ડૂંડાનું દોરડું વણી તેના વડે જો હાથીને બાંધીએ તો જ તે કાબૂમાં આવશે.
અકબરે તો રાજસભામાં એલાન કર્યું કે જે બાજરીના ડૂંડામાંથી દોરડું વણી લાવશે તેને 1000 સોનામહોરો આપવામાં આવશે. બધા જ વિચારમાં પડી ગયા. અકબરે 15 દિવસનો સમય આપ્યો હતો. પંદર દિવસ પછી રાજદરબાર ભરાયો અને અકબરે દોરડા વિષે બધાને પૂછ્યું પણ બધા જ નીચું માથું કરી બેસી રહ્યા. કોઈને ખબર ન હતી કે આવું દોરડું કેવી રીતે બનાવાય. બધા મૂંઝાયા.
પેલા નેતા બનેલા દરબારીએ આ તકનો લાભ લઈ કહ્યું અરે આપણા દરબારમાં બિરબલ જેવા બાહોશ માણસ તો છે. બધા કેમે ગભરાઓ છો  અકબર પણ તરત બોલ્યા હા…..હા… બિરબલને તો ખબર જ હશે કે આ દોરડું કેવી રીતે બનાવાય તેમણે બિરબલને પૂછ્યું બિરબલ સમજી ગયો કે આ તો તેને ફસાવવા માટેની ચાલ છે. તે તો ઘણો જ ચાલક હતો તે બોલ્યો જહાંપનાહ મને દસ મિનિટનો સમય આપો. રાજા બોલ્યા ભલે… બિરબલ તરત જ ઘેર ગયો અને એક ચાળણી લઈ આવ્યો અને બોલ્યો દોરડું તો હું વણી આપું પણ તેના માટે મારે ખાસ પ્રકારનું પાણી બનાવવું પડે જો આ નેતા દરબારી મને પાણી આ ચાળણીમાં ભરીને આપે તો હું તરત જ મારું કામ શરૂ કરી દઉં.
રાજાએ પેલા દરબારી નેતાને ચાળણી આપી અને પાણી ભરી લાવવા કહ્યું. નેતા દરબારી તો રડમસ થઈ ગયા. તેમણે કહ્યું બાદશાહ આ તો અશક્ય જ છે. ચાળણીમાં તે કોઈ દિવસ પાણી ભરી શકાય ખરું
બિરબલ બોલ્યો જહાંપનાહ આતો મને ફસાવવાની એક યુક્તિ છે.
રાજા સમજી ગયો તેણે દરબારીને સજા ફરમાવી. દરબારીએ પોતાનો ગુને કબૂલ કર્યો. મહાવત રાજવૈદ અને બધા જ દરબારીઓને રાજાએ શિક્ષા કરી.
બધાએ બિરબલની ચતુરાઈનાં વખાણ કર્યા. રાજાએ બિરબલને 1000 સોનામહોરો આપી.

(3) અકબર-બિરબલ પ્રામાણિકતાની કસોટી


એક દિવસ બિરબલે રાજાને ફરિયાદ કરીઃ”રાજ્યમાં લોકો અપ્રામાણિક થઈ ગયા છે.એકબીજાને છેતરે છે.આપણે કાંઈક કરવું જોઈએ.” અકબર રાજા બોલ્યાઃ”મારા રાજ્યમાં લોકો પ્રામાણિક જ છે.તને વહેમ છે કે લોકો અપ્રામાણિક છે.બોલ્યા પછી તેમને વિચાર આવ્યો કે બિરબલ તો બહુ બાહોશ છે  તે ખાલીખાલી કાંઈ ના કહે.મારે જણવું જોઈએ કે લોકો પ્રામાણિક છે કે નહીં?
                        
તેમણે બિરબલને બોલાવીને કહ્યું;”બિરબલરાજ્યમાં લોકો પ્રામાણિક છે કે નહીં તે જાણવું છે.તું કાંઈ યોજના બનાવ.” બિરબલ કહેઃ” ભલે હું કાલે વિચારીને કહીશ.”
              
બીજા દિવસે બિરબલ રાજાને કહેઃ”રાજાજીએમ કરો તમે રાજ્યમાં જે મોટું તળાવ છે તે ખાલી કરાવી નાંખો અને લોકોને જણાવો કે દરેક માણસ રાત્રે એક એક લોટો દૂધ્ તળાવમાં નાંખી આવે. આથી આખું તળાવ દૂધથી ભરાઈ જશે.” રાજા કહેઃ”આ કામ ને અને પ્રામાણિકતાને શો સંબંધ છે?” બિરબલ બોલ્યોઃ”તમે આટલું તો કરાવો પછી આપણે જોઈએ.”
             
રાજાએ તળાવ ખાલી કરાવ્યું અને ઢંઢેરો પીટાવ્યો કે દરેક માણસે રાત્રે એક એક લોટો દૂધ તળાવમાં નાખવું. લોકો તો વિચારમાં પડી ગયા.પછી થયું”રાજાવાજા ને વાંદરા..મનમા કંઈ તુક્કો આવ્યો હશે..”
દરેક માણસે વિચાર્યું”બધા જ લોકો એક પછી એક લોટો ભરીને દૂધ જનાંખવના છે નેલાવને હું એક લોટો પાણી જ નાખું.” અંધારી રાત હતી અને દરેક માણસ એક એક લોટો પાણી તળાવમાં નાખી આવ્યા.દરેકને એમ કે બીજાઓએ તો દૂધ જ નાંખ્યુ હશે.
             
સવારે બિરબલ કહે:” ચાલો રાજાજીતળાવ જોવા જઈએ.દૂધથી ભરેલું હશે.” રાજા અને બિરબલ તો તળાવે ગયા અને જુએ તો આખું તળાવ પાણીથી ભરેલું હતું!! બિરબલ કહેઃજોયું ને રાજાજીલોકો કેટલા પ્રામાણિક છે?” રાજા બોલ્યાઃ”બિરબલતેં એવું કેમ કહ્યું કે લોકો રાત્રે જ દૂધ નાંખવા જાય?”બિરબલ કહેઃ”રાજાજીદિવસે તો દરેકને ખબર પડી જાય કે મારી જેમ બીજાએ પણ પાણી જ નાખ્યું છે.”રાત્રે અંધારામાં ખબર ના પડે.”
                 
રાજા તરત સમજી ગયા કે બિરબલ સાચો હતો.રાજ્યમાં લોકોઅપ્રામાણિક બની ગયા હતા. તેમણે તરત જ લોકો પ્રામાણિક બને તે માટેના ઉપાયો શોધી કાઢ્યા.(4) અકબર-બિરબલ હજૂર, હું તમારો સેવક છું…


એક વખત અકબર અને બિરબલ શાહી બગીચામાં ફરતા હતા.
 અકબર તે દિવસે બહુ ખુશમિજાજ હતો.તેણે રીંગણનો એક છોડ બતાવી કહ્યું;”બિરબલ,રીંગણ એક એવી વનસ્પતિ છે કે જે મને ખૂબ જ ગમે છે.મેં તેનો સ્વાદ ક્યારેય લીધો નથી પણ મને એમ લાગે છે કે તે બહુ જ સારો છોડ છે.” બિરબલ બોલ્યો;”હા,હજૂર.તમારું માનવું બરાબર છે. તે બહુ જ સારી વનસ્પતિ છે.રીંગણના શાકનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે અને તે બધાને ગમી જાય તેવી વનસ્પતિ છે.એટલે જ ભગવાને તેનૅ લીલા રંગનો મુગટ પહેરાવ્યો છે.”આ વાત પછી થોડા દિવસ પસાર થઈ ગયા.વળી એક દિવસ અકબર અને બિરબલ તે જ શાહી બગીચામાં લટાર મારતા હત અકબર રીંગણના છોડને જોઈને બોલ્યો;”બિરબલ,આ છોડ સાવ નકામો છે.મને તેનો રંગ જરા ય ગમતો નથી.મેં તેનો સ્વાદ ક્યારેય લીધો નથી પણ મને લાગે છે કે તેનો સ્વાદ સાવ જ ખરાબ હશે.” બિરબલ બોલ્યો;”હા,હજૂર. તમે બિલકુલ બરાબર કહો છો.રીંગણ સાવ જ સ્વાદ વગરના હોય છે.એટલે જ તેનું નામે “બેંગન”(હિન્દી ભાષામાં)બેંગુન…એટલે કે ગૂણ વગરના” છે…..તેનામાં કોઈ પૌષ્ટિક ગુણો હોતા નથી.”અકબર એકદમ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો;”બિરબલ,તું તારા પોતાના વિચારો કેમ નથી જણાવતો?હું બોલું તેમ જ કેમ બોલે છેથોડા દિવસ પહેલાં તો તુ એમ કહેતો હતો કે રીંગણ બહુ સારો છોડ છે. અને આજે કહે છે તે ખરાબ છોડ છે.આમ કેમ્?”બિરબલ ખૂબ જ નમ્રતાથી બોલ્યો;”હજૂર,હું તમારો સેવક છું.તમે મારા માલિક છો.તમને ખુશ કરવા તે મારો ધર્મ છે.તમને ખુશ રાખું તો તમે મારી કદર કરશો.રીંગણના છોડને ખુશ રાખવાથી મને કોઈ ફાયદો થવાનો નથી.રીંગણનો છોડ મારો માલિક નથી.”અકબર બિરબલના જવાબથી ખુશ થઈ ગયો.તેની નીડરતા,ચતુરાઈ અને હાજર જવાબીપણું જોઈ તેને આનંદ થયો.તેણે બિરબલને પોતાના ગળામાંથી હાર કાઢી ઈનામમાં આપ્યો.


(5) અકબર-બિરબલ  બિરબલે ચોર પકડી પાડ્યો…


એક વખત અક્બરના રાજ્યના એક ધનવાન શેઠના ઘેર મોટી ચોરી થઈ.ખૂબ જ માલમત્તા લૂંટાઈ ગઈ.
શેઠને તેના નોકરો પર શંકા હતી કે કોઈ નોકરે જ આ ચોરી કરી છે.તેણે અક્બરના દરબારમાં જઈ તેની ફરિયાદ કરી.હવે ચોરને શોધવો કઈ રીતેઅકબરે આ જવાબદારી બિરબલને સોંપી.બિરબલે શેઠના બધા જ નોકરોને બોલવ્યા અને કહ્યું;”તમારામાંથી જેણે ચોરી કરી હોય તે કહી દો તો તમને માફ કરવામાં આવશે અને કોઈ સજા નહીં થાય.”પણ કોઈએ પણ કબૂલ ના કર્યું.      બિરબલે  એક સરખી લંબાઈવાળી લાકડીઓ મંગાવી દરેક નોકરને એક એક લાકડી આપી અને કહ્યું;”તમે આ લાકડી ઘેર લઈ જાઓ અને મૂકી રાખજો. જેણે ચોરી કરી હશે તેની લાકડી બે ઈંચ  લાંબી થઈ જશે.” બધા લાકડી ઘેર લઈ ગયા. બીજે દિવસે બધા લાકડી લઈ પાછા રાજ દરબારમાં આવ્યા. લાકડીની લંબાઈ માપી તો એક નોકરની લાકડી બે ઈંચ ટૂંકી હતી.બિરબલે તે નોકરને પકડ્યો અને અકબરને કહ્યું;” નામદારઆ નોકરે ચોરી કરી છે.”તે નોકરને બરાબર માર પડ્યો. તેણે કબૂલ્યું કે તેણે જ ચોરી કરી હતી.તેણે ઘેર જઈને લાકડી બે ઈંચ જેટલી કાપી નાંખી હતી….આમ બિરબલે પોતાની ચતુરાઈથી ચોરને પકડી પાડ્યો.અકબર ખૂશ થઈ ગયો અને બિરબલને મોટું ઈનામ આપ્યું.શેઠે પણ ખૂશ થઈને બિરબલને અનેક રત્નો અને હીરાઓ આપ્યા.


(6) અકબર-બિરબલ બિરબલ સ્વર્ગમાં જાય છે…


બિરબલ ખૂબ ચતુર અને શાણો હતો તથા બાદશાહનો માનીતો હતો તેથી બીજા દરબારીઓ  તેની બહુ જ  અદેખાઈ કરતા અને તેને નીચો બતાવવાનો કોઈ ને કોઇ રસ્તો શોધી કાઢતા.
 એક દિવસ બધા દરબારીઓએ ભેગા થઈને બિરબલને ફસાવવાનો ઉપાય શોધી કાઢ્યો.એક દિવસ રાજાના હજામ કે જે બિરબલની બહુ અદેખાઈ કરતો હતો તેણે એક ઉપાય શોધ્યો.તે સવારે રાજાની હજામત કરવા ગયો ત્યારે તેની દાઢી કાપીને સરખી કરતાં કરતાંબોલ્યો;”હજૂર,ગઈકાલે રાત્રે મને સપનામાં તમારા પિતા આવ્યા.” અકબરને વાતમાં રસ પડ્યો. તે બોલ્યો;”મારા  પિતાએ તને શું કહ્યું?” હજામે તરત તક ઝડપી લીધી અને બોલ્યો;”તેમણે કહ્યું કે અહીં સ્વર્ગમાં બીજી કોઈ વાતની તકલીફ નથી પણ કોઈ ચતુર,શાણો અને પાછો રમુજી માણસ અહીં નથી એટલે ખૂબ કંટાળો આવે છે.જો અકબર બાદશાહ આવા કોઈ માણસને  અહીં મોકલી આપે તો સારૂં”રાજા તો બહુ જ ઊંડા વિચારમાં પડી ગયો.”કોને અહીંથી મોકલી શકાય?” તેણે બધાનો વિચાર કરી જોયો પણ બિરબલ સિવાય કોઈ તેની નજરમાં આવતું ન હતું. વળી તેને ખબર હતી કે આ માટે બિરબલે મરવું પડે…આવા વિચાર કરીને તે ખૂબ દુઃખી થઈ ગયો.આવા શાણા અને ચતુર માણસને ગુમાવવાનો તેનો જીવ ચાલતો ન હતો પણ તે પોતાના પિતાને ખૂબ ચાહતો હતો.છેવટે તેણે પોતાના મનને મજબૂત કરીને બિરબલને સ્વર્ગમાં મોકલવાનું નક્કી કર્યું.તેણે બિરબલને બોલાવ્યો અને કહ્યું;”બિરબલ,હું માનું છું કે તું મને ખૂબ ચાહે છે અને મારા માટે તુ કોઈ પણ વસ્તુનો ભોગ આપવા તૈયાર છે ખરુ ને?”બિરબલે રાજા શું કહે છે તે સમજવા પ્રયત્ન કર્યો પણ તે સમજી ના શક્યો.તેણે કહ્યું;”હાનામદાર, “રાજા બોલ્યો;”બિરબલતારે મારા વહાલા પિતાને સાથ આપવા સ્વર્ગમાં જવું પડશે.ત્યાં તેમને ખૂબ એકલું લાગે છે.બિરબલ સમજી ગયો કે આ તેને ફસાવવાનું અને મારી નખાવવાનું કોઈનું કાવતરૂં છે.” તેણે નમ્રતાથી કહ્યું;”જહાંપનાહહું આપ કહો તેમ કરવા તૈયાર છું પણ મારે સ્વર્ગમાં જવાની તૈયારી કરવા થોડો સમય જોઈશે.” અકબર તો રાજી થઈ ગયો. તે બોલ્યોઃ”જરૂર,તું મારું આટલું મોટું કામ કરવા તૈયાર થયો છે તો હુ તને તૈયારી માટે એક અઠવાડિયાનો સમય આપું છું.” હવે બિરબલને ચિંતા થવા લાગી.તેને ખબર પડી ગઈ કે કોઈએ બહુ  વિચારીને કાવતરૂં બનાવ્યું છે અને પોતે તેમાંથી છટકી શકે તેમ નથી.તેણે તો બહુ જ વિચાર કર્યો અને છેવટે તેને ઉપાય મળી ગયો.તેણે પોતાન ઘર પાસે એક ઊંડૉ ખાડો ખોદ્યો જે તેની પોતાની કબર તરીકે કામ લાગી શકે અને તેમાંથી એક ઊડું ભોંયરૂ બનાવ્યું જેનો બીજો છેડો તેના ઘરના એક રૂમમાં ખૂલતું હતું.આટલું કર્ય પછી તે દરબારમાં રાજા પાસે ગયો અને બોલ્યોઃ”હજૂરહવે હું સ્વર્ગમાં જવા તૈયાર છું પણ મારી બે શરતો છે.” અકબર તો બિરબલની સ્વર્ગમાં જવાની વાતથી જ એટલો ખૂશ થઈ ગયો કે તેને ખ્યાલ ના આવ્યો કે બિરબલ કોઈ વિચિત્ર શરતો પણ મૂકી શકે છે.તેણે પૂછ્યું;”તારી કઈ બે શરતો છે?મને જલદી કહે જેથી તું ઝડપથી સ્વર્ગમાં જઇ શકે અને મારા પિતાની ઈચ્છા પૂરી કરી શકે.” બિરબલે કહ્યું;”નામદારપહેલી શરત છે કે મને મારા ઘર પાસે જ દફનાવવામાં આવે અને બીજી શરત છે કે મને જીવતો દફનાવવામાં આવે જેથી હું સ્વર્ગમાં જીવતો જ  જઈ શકું અને તમારા પિતાજીને આનદથી સાથ આપી શકું.” અકબરને આ શરતો વ્યાજબી લાગી. બીજે દિવસે બિરબલને તેના ઘર પાસે ખાડામાં જીવતો દાટવામાં આવ્યો.અલબત્ત,તે ભોંયરા વાટે પોતાના ઘેર પહોંચી ગયો.પછી તે રોજ રાત્રે છુપા વેશે રાજ્યમાં ફરવા લાગ્યો અને શોધી કાઢ્યું કે આ કાવતરૂં કાણે ઘડ્યું હતું.આ રીતે તે છ મહિના ઘરમાં જ રહ્યો.તેણે દાઢી અને માથાના વાળ વધાર્યા હતા.છ મહિના પછી તે ખૂબ વધી ગયેલા વેરવિખેર વાળ અને લાંબી,ઠેકાણા વગરની દાઢી સાથે બહાર નીકળી,રાજાના દરબારમાં પહોંચ્યો.તેને કોઈ ઓળખી ના શક્યું. માંડ માંડ તે પરવાનગી મેળવી  અંદર દાખલ થયો.તેણે રાજાને પોતાની ઓળખાણ આપી. આ જોતાં જ રાજા બૂમ પાડી બોલી ઉઠ્યો;”બિરબલતું ક્યાંથી આવ્યોતું તો સ્વર્ગમાં ગયો હતો ને?”બિરબલ બોલ્યો;”નામદારહું અત્યાર સુધી તમારા પિતાજી સાથે જ હતો.મેં તેમની સાથે સરસ રીતે સમય વીતાવ્યો.તે મારી સેવાથી બહુ જ ખુશ થયા અને અહીં આવવાની ખાસ રજા આપી.” અકબરને પોતાના પિતા વિષે જાણવાની ખૂબ તાલાવેલી હતી તે બોલ્યો;” તેમણે મારા માટે કાંઇ સંદેશો મોકલ્યો છે?”બિરબલ બોલ્યો;”હાજહાંપનાહતેમણે કહ્યું કે બહુ ઓછા હજામો સ્વર્ગમાં જઈ શકે  છે.” તમે મારી વધી ગયેલી દાઢી અને ખરાબ થઈ ગયેલા વાળ જોઈને સમજી જ જશો કે ત્યાં હજામની કેટલી તકલીફ છેઆથી તેમણે કહ્યું છે;”અકબરની હજામત કરતો હોય તે હજામને  તાત્કાલિક જો સ્વર્ગમાં મોકલો  તો સારૂં” આપ આમ કરશો તો જ તમારા પિતાની તકલીફ દૂર થશે. અકબર બધું સમજી ગયો. તેણે બિરબલની ચતુરાઈ અને સમજણના ખૂબ વખાણ કર્યા. અનેક કિંમતી ભેટ સોગાદો આપી અને હજામને બોલાવીતેનો ગુનો કબૂલ કરાવી, સખત શિક્ષા કરી. 


(7) અકબર-બિરબલ ઊંટની ડોક કદરુપી કેમ હોય છે?


બિરબલની ચતુરાઈ અને ડહાપણથી અકબર બાદશાહ ખૂબ પ્રભાવિત થયો હતો
.એટલે એક દિવસ તેણે બિરબલને ઘણી બધી ભેટ આપવાનું વચન આપ્યું.પરંતુ એવું બન્યું કે આ પછી ઘણો સમય પસાર થઈ ગયો અને અકબર ભેટ આપવાનું ભૂલી ગયો.બિરબલ ખૂબ નારાજ થઈ ગયો.તેને સમજાતું ન હતું કે શું કરવું?
એક દિવસ અકબર અને બિરબલ યમુના નદીના કિનારે ફરતા હતા.ત્યાં તેમણે એક ઊંટ જોયું.અકબર બોલ્યો;”બિરબલમને કહે કે ઊંટની ડોક કદરુપી કેમ હોય છે?” બિરબલને થયું,રાજાને યાદ દેવડાવવાનો આ સારો મોકો છે. તે બોલ્યો;”નામદાર,કદાચ ઊંટ,  તેણે કોઈને  આપેલું વચન ભૂલી ગયું હશે.એટલે તેની ડોક કદરુપી થઈ ગઈ.શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “જે પોતે આપેલા વચનોનું પાલન નથી કરતો તેની ડોક કદરુપી થઈ જાય છે.” આને કારણે  ઊંટની ડોક પણ કદરૂપી થઈ હશે તેવું લાગે છે. અકબરને તરત યાદ આવ્યું કે તેણે બિરબલને ભેટ આપવાનુ વચન આપ્યું હતું પણ હજુ સુધી તેણે વચનનું પાલન કર્યું નથી.જેવો તે પોતાના મહેલમાં પહોંચ્યો કે તરત જે તેણે ઘણી બધી કિંમતી ભેટો બિરબલને આપી.આમ બિરબલ એટલો ડાહ્યો હતો કે તેણે કશું પણ માંગ્યા વગર જ પોતાને જે જોઈતું હતું તે મેળવી લીધું.


(8) અકબર-બિરબલ ગધેડો કોણ?


એક દિવસ અકબર ,તેના બે દિકરાઓ અને બિરબલ નદીએ ગયા.
ત્યાં અકબર અને તેના બંને દિકરાઓએ કપડાં ઉતારી બિરબલને સાચવાવા આપ્યા અને તેઓ નદીમાં સ્નાન કરવા ચાલ્યા ગયા. બિરબલ તેઓ નદીમાંથી બહાર આવે તેની રાહ જોઈને ઉભો હતો.અકબર અને તેના દીકરાઓના કપડા બિરબલના ખભા પર હતા.જ્યારે તેઓ સ્નાન કરીને બહાર નીકળ્યા ત્યારે તેમણે બિરબલને ખભા પર કપડા લઈને ઉભેલો જોયો.આથી અકબરને મજાક કરી ખિજવવાનું મન થયું.તે બોલ્યો;”બિરબલ તું જાણે ધોબીના ગધેડાની જેમ ભાર ઉચકીને ઉભો હોય તેવું લાગે છે.”  હાજર જવાબી બિરબલ તરત જ બોલ્યો; “જહાંપનાહ,ધોબીનો ગધેડો તો એક જ ગધેડાનો ભાર ઉચકે……..મેં તો ત્રણ ગધેડાનો ભાર ઉચક્યો છે.”અકબર તેનો જવાબ સાંભળીને ચૂપ જ થઈ ગયો..


(9) અકબર-બિરબલ પ્રશ્નના જવાબમાં પ્રશ્ન….


એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું;”બિરબલતું કહી શકે કે તારી પત્નીએ કેટલી બંગડીઓ પહેરેલી છે?” બિરબલ કહે;”ના,હજૂર.મને ખબર નથી.
” અકબર કહે;” તને ખબર નથીરોજ તું એનો હાથ જુએ છે છતાં તને ખબર નથી..કેટલું ખરાબ કહેવાય.”બિરબલે કશો જવાબ ના આપ્યો.થોડા સમય પછી બિરબલ બોલ્યો;”ચાલો હજૂરઆપણે બગીચામાં જઈએ અને ત્યાં હું તમને  તમારા પ્રશ્નનો જવાબ આપીશ. બંને જણા નાનકડી સીડી ઉતરીને નીચે ગયા અને બગીચામાં ફરવા લાગ્યા. અકબર ફરી બોલ્યો”બિરબલ તેં મારા પ્રશ્નનો જવાબ ના આપ્યો.”બિરબલ બોલ્યો;”નામદાર,પહેલા તમે મને કહો કે આપણે જે સીડી ઉતરીને આવ્યા તે તમે દિવસમાં કેટલીય વાર ઉતરતા હશોખરું ને?”અકબર કહે;”હા,” બિરબલ તરત બોલ્યો ;તો હવે તમે કહો કે તેમાં કેટલા પગથિયા છે?”અકબર હસી પડ્યો અને બોલ્યો;”મને મારા સવાલનો જવાબ મળી ગયો ..તુ ઘણો ચાલાક છે.”અને અકબરે વાતનો વિષય બદલી નાંખ્યો.


(10) અકબર અને બિરબલ બિરબલનો જન્મ….


મહેશદાસ જ્યારે મોટો થયો ત્યારે તે પોતાની બધી જ સંપત્તિ તથા અકબર બાદશાહે આપેલી વીંટી તથા માતાના આશિષ લઈને પોતાનું નસીબ અજમાવવા ભારતની રાજધાની ગણાતા ફત્તેહપુર સીક્રી જવા નીકળી પડ્યો.
 તે આ નવી રાજધાનીની ચમક દમક જોઈને અંજાઈ ગયો. ત્યાં જામેલા લોકોના ટોળાને વીંધીને તે લાલ દીવાલોવાળા આલીશાન રાજમહેલ પાસે પહોચી ગયો.તે તેણે કદી ન દીઠેલા એવા રાજમહેલના સુંદર,ભવ્ય,કલાત્મક પ્રવેશદ્વારને જોતો જે રહ્યો મહેશદાસ  દ્વારમાંથી પ્રવેશ કરવા જતો હતો ત્યારે રાજાના એક  દરવાને પોતાનો ધારદાર ભાલો હવામાં વીંઝીને, આડો કરીને તેને રોક્યો અને બોલ્યો;”તું ક્યાં જવા માંગેછે? તેનો તને વિચાર આવે છે?”                   
       મહેશદાસ નમ્રતાથી બોલ્યો;” ;;”સાહેબ, હું અહીં રાજાને મળવા આવ્યો છું.” દરવાને કટાક્ષમાં કહ્યું; “હા..હા..રાજા તારી જ રાહ જોઈને બેઠા  હશે કે તું ક્યારે તેમને મળે, ખરું ને?”  મહેશદાસે સ્મિત કરતાં કહ્યું; “હા સાહેબ, અને હું અહીં છું.” પછી તરત જે તેણે ઉમેર્યું; “તમે તમારા રાજા માટે રણમેદાનમાં બહુ જ બહાદુરીથી લડ્યા હશો પરંતુ આશા રાખું કે અત્યારે મને રાજમહેલની અંદર જતો રોકીને તમે તમારા જાનનું જોખમ નહીં વહોરો. દરવાન એક ક્ષણ માટે અટકી ગયો પણ તરત જ હિંમતથી બોલ્યો, “ તું આવું કેમ વિચારે છે? જો તું આવું ગમેતેમ બોલવાનું બંધ નહીં કરે તો હું તારું માથું છૂંદી નાંખીશ.                     મહેશદાસ તેનાથી ડરીને હાર માને તેમ ન હતો.તેણે તરત જ  તેને, રાજાએ આપેલી વીંટી બતાવી.હવે એવો કોણ હોય કે જે અકબર બાદશાહની વીંટીને ન ઓળખતો હોય ? વીંટી જોઈને પોતાની મરજી ન હોવા છતાં મહેશદાસને રાજમહેલમાં જવા દેવો પડશે એવું દરવાનને લાગ્યું.તેણે છલ્લે કહ્યું; “ભલે, તું એક શરતે અંદર જઈ શકે છે.” મહેશદાસે પૂછ્યું; “કઈ શરત? દરવાન બોલ્યો; “તને રાજા જે પણ ઈનામ આપે તેમાંથી અડધો ભાગ તારે મને આપી દેવાનો.તને આ મંજૂર છે? મને વચન આપ.”                     મહેશદાસ બોલ્યો;”ભલે, મને તારી શરત મંજૂર છે.હું તને વચન આપું છું.” દરવાને મહેશદાસને અંદર જવા દીધો મહેશદાસ તો અંદર ને અંદર જતો ગયો.છેવટે તે સોનાના રાજસિંહાસન સામે પહોંચી ગયો.તેણે જોયું કે રાજસિંહાસન પર તેજસ્વી પણ ખૂબ સાદો માણસ બેઠેલો હતો. તે તરત જ પારખી ગયો કે તે જ અકબર બદશાહ હતો.તેની આસપાસ ઘણા માણસો બેઠેલા હતા.મહેશદાસ બધાની વચ્ચેથી પસાર થઈને રાજા પાસે પહોંચી ગયો અને  નમન કરીને બોલ્યો; “હે પૂર્ણ ચન્દ્ર જેવા સમ્રાટ,આપનો પડછાયો કાયમ માટે વિશાળ રહો. “અકબર તેના શબ્દોથી ખુશ થયો અને બોલ્યો; “બોલ યુવાન તારે મારી પાસેથી શું જોઈએ છે?”               મહેશદાસ તરત નમ્રતાથી બોલ્યો; “નામદાર, હું તમારા કહેવાથી અહીં આવ્યો છું.”અને તેણે બાદશાહે વર્ષો પહેલાં આપેલી વીંટી બતાવી. રાજા પોતાની વીંટી ઓળખી ગયો અને વર્ષો પહેલાનો પ્રસંગ તેને યાદ આવી ગયો. રાજાએ કહ્યું; “બોલ,તારી શું ઈચ્છા છે?તે પૂરી કરવાનો હું પ્રયત્ન કરીશ.” મહેશદાસને પોતે દરવાનને આપેલું વચન  યાદ આવી ગયું.તે બોલ્યો; “સમ્રાટ, જો આપ મને કાંઈ આપવા માંગતા હોય તો મારી પીઠ પર સો કોરડા મરાવો.” રાજાને તો નવાઈ લાગી.આ તે કેવી માંગણી? તેણે કહ્યું;”આ તે કેમ બને? તેં મારું કશું બગાડ્યું નથી છતાં હું તને કેવી રીતે કોરડા મરાવી શકું?” મહેશદાસ બોલ્યો; “નામદાર,તમે તમારા વચનમાંથી કેવી રીતે ફરી શકો? તમે મારી ઈચ્છા પૂરી કરવાનું કહ્યું હતુ ને? તો આ મારી ઈચ્છા છે.” રાજાએ કચવાતા મનથી, બહુ દુઃખી થઈને સો કોરડા ફટકારવાનો હુકમ કર્યો.બધાની નવાઈ વચ્ચે મહેશદાસે ખૂબ હિંમત અને શાંતિથી પીઠ પર પડતા કોરડા સહન કર્યા.બરાબર પચાસ કોરડા પૂરા થયા એટલે તરત મહેશદાસ બોલ્યો; “હવે અટકી જાઓ.” અકબરે પૂછ્યું; “કેમ ? શું થયું?” મહેશદાસ બોલ્યોઃ; “સમ્રાટ, હું અંદર આવતો હતો ત્યારે એક દરવાને મને અંદર આવતા રોક્યો હતો અને મારી પાસેથી વચન લીધું હતું કે તમે મને જે ઈનામ આપો  તેમાંથી મારે તેને અડધો ભાગ આપવો.મેં મારા ઈનામનો અડધો ભાગ લઈ લીધો.હવે તે દરવાનનો વારો છે.બાકીનો અડધો ભાગ  દરવાનને આપો.” બધા ખડખડટ હસી પડ્યા.દરવાનને તેની ખરાબ દાનતનું ફળ મળ્યું અને બધાની સામે તેનુ માથુ શરમથી નીચું નમી ગયું. રાજએ  કહ્યું; “તું નાનપણમાં હતો તેવો જ નીડર રહ્યો છે. તું બહુ જ બુદ્ધિશાળી છે. હું ઘણા સમયથી મારા દરબારના લાંચિયા માણસોને શોધતો હતો. તેં જે નાનકડી યુક્તિથી આ કામ કર્યું તે કદાચ મારા કેટલાય કાયદાઓ અને કેટલાય વર્ષોનામ પ્રયત્નોથી ના થાત. આજથી તારા શાણપણને કારણે તને “બિરબલ“ નામ આપવામાં આવે છે અને આજથી તું મારા સલાહકાર તરીકે હંમેશા મારી સાથે રહેશે.”અને આ રીતે બિરબલનો જન્મ થયો….(11) અકબર અને બિરબલ  સામાન્ય પથ્થરમાં અને પારસ

એક વાર એક વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્રવધુ સાથે બીરબલ પાસે જઈને બીરબલને કહ્યું, ‘મારા પુત્રએ વીસ વર્ષ સુધી શાહી ફોજમાં રાજયની સેવા કરી, પણ હવે એ આ દુનિયામાં નથી. અમે બે સ્ત્રીઓ તદ્દન નિરાધાર બની ગઇ છીએ. અમારી પાસે આવક નથી.’
તેમની વાત સાંભળી બીરબલે કહ્યું, ‘તમારા દુ:ખને હું સમજી શકું છું. બાદશાહ અકબર દયાળુ છે. એ તમારી મદદ કરશે. હું તમને કહું એમ તમે કરશો તો તમારું કામ થઈ જશે.’
બીજા દિવસે દરબાર ભરાયો. વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્રવધુ સાથે દરબારમાં હાજર થઈ. તેણે કહ્યું, ‘જહાંપનાહ! મારા પુત્રની આ તલવારે અનેક યુદ્ધો જીતાડયા છે. હવે એ હયાત નથી તો આપ આ તલવારને તમારા શસ્ત્રાગારમાં જગ્યા આપો.’બાદશાહે તલવાર જોઈને કહ્યું, ‘આ કાટ ખાધેલી સાવ જૂની તલવાર અમારા કંઈ જ કામની નથી.’ વળી, બાદશાહે તેમના એક સેવકને હુકમ આપ્યો, ‘આ તલવાર એને પાછી આપી દો. સાથે પાંચ સોનામહોર પણ આપો’. બાદશાહનું એવું વર્તન જોઈને બીરબલને નવાઈ લાગી. માત્ર પાંચ સોનામહોર!
બીરબલે બાદશાહ અકબરને કહ્યું, ‘જહાંપનાહ! શું એ તલવારનું હું નિરીક્ષણ કરી શકું?’ બાદશાહ અકબરે કહ્યું, ‘હા, બીરબલ તું પણ નિરીક્ષણ કરી લે.’ બીરબલે તલવાર હાથમાં લીધી અને ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવા લાગ્યો.ઘડીકમાં આમ ફેરવતો, તો ઘડીકમાં નીચેની બાજુ જોતો, તો ઘડીકમાં તલવારની મુઠ જોતો.
બાદશાહ પણ બીરબલની આ હરકત જોઇ વિચારમાં પડયા. છેવટે ન રહેવાતા પૂછ્યું, ‘શું થયું બીરબલ?’ ‘કંઈ નહીં જહાંપનાહ! જો કે મને વિશ્વાસ હતો કે તલવાર સોનાની બની જશે.’ ‘હેં, શું કહ્યું… સોનાની?’ બાદશાહને બીરબલની વાતથી નવાઇ લાગી.‘હા જહાંપનાહ! એક પારસ જે માત્ર એક પથ્થર હોય છે, તેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે. તો આપના જેવા પરોપકારી બાદશાહના હાથનો સ્પર્શ પામ્યા પછી પણ…’ બીરબલે જાણી જોઇને વાકય અધૂરું છોડયું.બાદશાહ બીરબલની વાતથી બેચેન બની ગયા. તેમણે કહ્યું, ‘જે કહેવું હોય તે સ્પષ્ટ કહે.’ બીરબલે કહ્યું, ‘સામાન્ય પથ્થરમાં અને પારસમાં આ જ ભેદ હોય છે. બંને પથ્થર એકના સ્પર્શથી સોનું બને તો બીજાનો સ્પર્શ ઇજા કરે. મદદ માટે આવેલી આ સ્ત્રીઓ ખુશ થવાને બદલે દુ:ખી થઈ ગઈ.’
અકબર બાદશાહ બીરબલના કહેવાનો ભાવાર્થ તરત સમજી ગયા. તેમને થોડી શરમ પણ ઊપજી. તેમણે એ જ વખતે હુકમ કર્યો, ‘આ સ્ત્રીને તલવારના વજન બરાબર સોનામહોરો આપવામાં આવે અને જીવે ત્યાં સુધી તેમને ખરચા-પાણી આપવામાં આવે.’ તરત જ હુકમનું પાલન કરવામાં આવ્યું.આમ બીરબલે ચતુરાઇથી વૃદ્ધ સ્ત્રી અને તેની પુત્રવધુને આજીવિકાનું સાધન કરાવી આપ્યું. બંને સ્ત્રીઓ બાદશાહ અકબર અને બીરબલને દુવાઓ આપતી ઘરે ગઇ

(12)અકબર અને બિરબલ બીરબલના બાળકોની પરિક્ષા


N.D
એક દિવસ અકબર રાજાને વિચાર આવ્યો કે, બિરબલ તો ચતુર અને હાજર જવાબી છે, પરંતુ બિરબલનાં બાળકો કેવા હોંશિયાર હશે? આ પ્રશ્નનું નિરાકરણ કરવા અકબર રાજાએ વિચાર્યું.

એક દિવસ જ્યારે બિરબલ કશા કામ અર્થે બહાર ગામ ગયો હતો ત્યારે ‍અકબરે બિરબલનાં ઘરે જઇને તપાસ કરવા નક્કી કર્યું.

અકબર બિરબલનાં ઘરે ગયો ત્યારે બિરબલનાં ઘરનાં વરંડામાં રમતા બિરબલનો મોટો પુત્ર અકબરને જોઇને બોલ્યો "આ આવ્યો"

ત્યારે નાનો પુત્ર બોલ્યો "પરંતુ તેને નથી" અને અંતે બિરબલની દિકરી બોલી "એ તો કોઇ ને હોય અને કોઇને ન હોય"

અકબર રાજા બિરબલનાં બાળકોની આ પ્રકારની વાતો સમજી શક્યો નહીં. અને તે ત્યાંથી જ રાજદરબારમાં પરત ફર્યા. અકબર આખી રાત બિરબલનાં બાળકોની વાત-ચીત પર વિચારે ચડ્યો, તેને નિંદર ન આવી. બીજા દિવસે દરબારમાં તેણે આ ત્રણે વાક્યોનો અર્થ બતાવવા દરબારીઓને કહ્યું.

દરબારમાંથી કોઇ પણ બિરબલનાં બાળકોની વાતચીતનો યોગ્ય અર્થ બતાવી ન શક્યું. અંતે અકબરે બિરબલને પુછ્યું ત્યારે બિરબલ બધુ સમજી ગયો.

બિરબલે અકબરને પૂછ્યું "તમે કોઇનાં ઘરમાં પૂછ્યા વગર પ્રવેશ કર્યો હતો? "

અકબરે કહ્યું "હા બિરબલ, પરંતુ તું મને આ ત્રણ વિચિત્ર વાક્યોનાં અર્થ કહે."

ત્યારે બિરબલ બોલ્યો, મહારાજ પ્રથમ વાક્ય "આ આવ્યો" નો અર્થ થાય કે... "આ ગઘેડો આવ્યો"
કારણ કે મહારાજ તમે તે ઘરનાં સભ્યોને પૂછ્યા વગર તેનાં ઘરમાં પ્રવેશ કર્યો હતો. સાચુને મહારાજ ?

અકબરે કહ્યું કે બરોબર છે.

બિરબલે બીજા વાક્ય "પરંતુ તેને નથી" નો અર્થ કહ્યો કે.... "પરંતુ તેને પુછડું નથી"

અને ત્રીજા વાક્ય "એ તો કોઇ ને હોય અને કોઇને ન હોય"નો અર્થ "પૂછડું કોઇને હોય કોઇને ન હોય"

બિરબલનાં જવાબ સાંભળીને અકબર રાજાને ખાત્રી થઇ ગઇ કે બિરબલનાં બાળકો પણ બિરબલ જેવા જ ચતુર અને હાજર જવાબી છે. ત્યાર બાદ અકબરે કદી પણ બિરબલનાં બાળકોની બુદ્ધિની ખાત્રી કરવાની કોશીશ કરી નહીં 

No comments:

PEPER LINK

ધોરણ-૧૧ સાયન્સમાં સેમેસ્ટર-૨અભ્યાસ કરતા બાળકો માટે IMPપેપર

જોતા રેજો ......અહી ....

બોર્ડ દ્વારા માસ્ટર બ્લાસ્ટર શિક્ષકો એ બનાવેલાપેપરો

ON LINE GAME RAMO PARTHMIK NA BALKO MATE